Home /News /tech /સ્કાયમેટ વેધરે લૉંચ કરી મોબાઇલ એપ્લિકેશન, 400થી વધુ સ્થળ વિશે આપશે માહિતી

સ્કાયમેટ વેધરે લૉંચ કરી મોબાઇલ એપ્લિકેશન, 400થી વધુ સ્થળ વિશે આપશે માહિતી

દિલ્હીમાં પ્રદૂષણ (ફાઇલ તસવીર)

Skymet weather app: સ્કાયમેટ વેધરમાં પહેલેથી જ દેશના અનેક સ્થળોએ 400થી વધુ આઉટડોર Air Quality sensors સ્થાપિત કરવામાં આવ્યા છે.

નવી દિલ્હી: ભારતની વેધર એનાલિટીક્સ ફર્મ સ્કાયમેટ વેધરે (Skymet weather) એક નવી મોબાઈલ એપ્લિકેશન (Mobile Application) લોન્ચ કરી છે. જેનાથી યૂઝર્સ સમગ્ર ભારતના 400થી વધુ સ્થાનના વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) અને PM 2.5 તથા PM 10ની રિઅલ ટાઈમ વેલ્યૂ વિશે જાણી શકશે. એક વિશિષ્ટ સ્થાન પર ડેટાના આધાર પર આ એપ્લિકેશન સલાહ, PMના પૂર્વાનુમાન ડેટા અને વ્યક્તિગત સ્વાસ્થ્ય રિકમેન્ડેશન પણ પ્રદાન કરશે. સ્કાયમેટ AQI એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને iOS એપ સ્ટોર પરથી ઈન્સ્ટોલ કરી શકાશે. આ એપ્લિકેશનની મદદથી તમામ લોકો પ્રદૂષણના સ્તર વિશેની જાણકારી મેળવી શકશે અને પોતાના પરિવારજનોને સુરક્ષિત રાખી શકશે.

એક મહિના સુધીના ડેટાની સરખામણી શક્ય

આ એપ્લિકેશન યૂઝર્સને તેમના સ્થાનની રિઅલ ટાઈમ AQI વેલ્યૂમાં કન્ટ્રીબ્યૂટ કરતા અનેક પેરામીટર્સ પ્રોવાઈડ કરે છે. જેનાથી ડેટાની સરખામણી કરી શકાય છે અને આ વેલ્યૂને 24 કલાક, 7 દિવસ અને એક મહિનાની સમય મર્યાદામાં સમજી શકાય છે.

સ્કાયમેટ વેધરમાં પહેલેથી જ દેશના અનેક સ્થળોએ 400થી વધુ આઉટડોર Air Quality sensors સ્થાપિત કરવામાં આવ્યા છે. દિલ્હી/NCRમાં શિયાળાની સિઝનમાં વાયુ પ્રદૂષણ સૌથી મોટું જોખમ છે. આ એપ્લિકેશનની મદદથી યૂઝર્સ પોતાની દૈનિક જરૂરિયાત વિશે માહિતી આપે છે.

આ પણ વાંચો: મારુતિ સુઝુકીની New Celerioનું બુકિંગ શરૂ, સૌથી વધારે માઇલેજનો દાવો, નવા એન્જીન સાથે આવશે 

50થી વધારે સ્થળના વરસાદની માહિતી પણ મળશે

જે યૂઝર્સને ફેસ માસ્ક, એયર પ્યોરિફાયર, આઉટડોર એક્ટિવિટીઝ અંગે સલાહ આપે છે. આ એડવાઈઝરીની મદદથી યૂઝર્સ એક્સરસાઈઝ રૂટીન અને અવર જવર માટેના રૂટ વિશે પ્લાનિંગ કરી શકે છે. આ એપ્લિકેશન યૂઝર્સને 50થી વધુ લોકેશનના તાપમાન, વરસાદ અને હ્યુમિડિટી અંગેનો ડેટા પ્રદાન કરે છે.

સ્કાયમેટ વેધરના CEO યોગેશ પાટીલે (Yogesh Patil) જણાવ્યું કે, વેધર સેગમેન્ટના લીડર હોવાને કારણે, તમામ લોકોને વાયુ ગુણવત્તા સોલ્યુશન પ્રદાન કરવું તે અમારું લક્ષ્ય છે.

આ પણ વાંચો: વોટ્સએપે એક જ મહિનામાં બંધ કર્યાં 22 લાખ અકાઉન્ટ, શું તમારું અકાઉન્ટ પણ સસ્પેન્ડ થઈ શકે?

શિયાળાની સિઝનમાં ખૂબ ફાયદો થશે

આ એપ્લિકેશનની મદદથી તમામ લોકો પ્રદૂષણના સ્તર વિશેની જાણકારી મેળવી શકશે અને પોતાના પરિવારજનોને સુરક્ષિત રાખી શકશે. તે માટે API ઈન્ટિગ્રેશન પણ કરવામાં આવ્યું છે. અમારું માનવું છે કે, આ નિર્ણયથી શિયાળાની સીઝનમાં ખૂબ જ મોટું પરિવર્તન આવી શકે છે.
First published:

Tags: Mobile Application, પ્રદુષણ, હવામાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો