TikTok પર Viral થઈ ખતરનાક ચેલેન્જ, ગરદન-હાડકાં તૂટવાનો ડર

Skull Breaker challenge: ટિકટૉકની આ ચેલેન્જ અમેરિકા-યૂરોપમાં વાયરલ, ભારતમાં પણ વાયરલ થવાની શક્યતા

Skull Breaker challenge: ટિકટૉકની આ ચેલેન્જ અમેરિકા-યૂરોપમાં વાયરલ, ભારતમાં પણ વાયરલ થવાની શક્યતા

  • Share this:
    મુંબઈ : ટિકટૉક (TikTok) આમ તો શૉર્ટ વીડિયો મેકિંગ પ્લેટફોર્મ છે, પરંતુ અનેકવાર તેના દ્વારા અજબ-ગજબ વસ્તુઓ પણ વાયરલ થઈ જાય છે. ટિકટૉક પર હવે એક એવો નવો ટ્રેન્ડ શરૂ થયો છે જે મા-બાપ માટે ચિંતાનો વિષય બની ગયો છે. ટિકટૉક પર 'સ્કલ બ્રેકર' (Skull Breaker challenge) નામની ચેલેન્જ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે. જેવું તેના નામ પરથી જ જાણી શકાય છે કે આ ચેલેન્જમાં લોકો કંઈક એવી હરકત કરી રહ્યા છે જેનાથી ગરદન અને માથું ફુટવું કે હાડકા તૂટવાનો ખતરો છે.

    Skull Breaker ચેલેન્જ શું છે?

    આ ચેલેન્જમાં ત્રણ લોકોની જરૂર હોય છે, જે એક બીજાની બાજુમાં ઊભા હોય છે. પહેલા બંને સાઇડમાં ઊભેલા લોકો કૂદે છે. ત્યારબાદ વચ્ચે ઊભેલી વ્યક્તિ કૂદવા જાય છે. વચ્ચેવાળી વ્યક્તિ જ્યારે કૂદવા જાય છે તો બાજુમાં ઊભેલા બંને લોકો તેના પગ પર લાત મારે છે જેના કારણે તે નીચે જમીન પર પટકાઈ જાય છે. આ દરમિયાન તેના માથા, ગરદન કે પીઠ પર ઈજા થવાનો ખતરો ઊભો થાય છે.



    ટિકટૉક પર ટ્રેન્ડ થઈ રહેલી આ ચેલેન્જથી બાળકોના માતા-પિતા ખૂબ પરેશાન છે કારણે કે તેનાથી ઘાતક ઈજાનો પણ ખતરો છે.



    સ્કલ બ્રેકર ચેલેન્જ સ્પેનથી શરૂ થઈ, જ્યાં સ્કૂલમાં બે છોકરીઓએ આ ચેલેન્જનો વીડિયો બનાવીને પોસ્ટ કરી દીધો. વીડિયો વાયરલ થતાં અનેક લોકો ઘાયલ થવાના અહેવાલ આવી રહ્યા છે. આ ચેલેન્જથી મોટાભાગે યૂરોપ અને અમેરિકાના યૂઝર્સ પ્રભાવિત થયા છે.



    હાલ ભારતમાં કોઈ આવો વીડિયો શૂટ થયો હોય તેવું સામે આવ્યું નથી પરંતુ આ એપ લોકોમાં એટલી લોકપ્રિય છે કે અહીં પણ તેને વાયરલ થવામાં વધુ સમય નહીં લાગે. એવામાં જરૂરી છે કે આપના બાળકોને જાગૃત કરવામાં આવે.



    જાણકારી માટે જણાવી દઈએ કે આ ચેલેન્જ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ ઉપર પણ ખૂબ શૅર કરવામાં આવી રહી છે. કેટલાક વીડિયોમાં એ નથી દર્શાવવામાં આવી રહ્યું કે સ્કલ ચેલેન્જે કારણે શું થાય છે. પરંતુ ડૉક્ટર્સનું કહેવું છે કે તેનાથી માથાથી લઈને કમર સુધી અનેક પ્રકારની ગંભીર ઈજા થઈ શકે છે. તેનાથી શરીરના દરેક સાંધામાં પણ ફ્રેક્ચર થઈ શકે છે.

    આ પણ વાંચો, આ 10 વિચિત્ર વાનર પ્રજાતિઓને જોઈને તમે પણ કહેશો, 'હેં હોતું હશે!!!'
    Published by:Mrunal Bhojak
    First published: