આ ટ્રીક અજમાવી જુઓ તમારો ફોન ખુબજ જલ્દી ચાર્જ થઇ જશે

આ ટ્રીક અજમાવી જુઓ તમારો ફોન ખુબજ જલ્દી ચાર્જ થઇ જશે
પ્રતિકાત્મક તસવીર

ફોન ચાર્જ ઝડપથી ન થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ત્યારે અમે આપનાં માટે ઝડપથી ફોન ચાર્જ કરવાની ખાસ ટ્રિક્સ લઇને આવ્યાં છીએ.. જેથી આપનો ફોન ગણતરીની મિનિટોમાં ચાર્જ થઇ જશે સાથે જ તમારું કામ પણ સરળ થશે.

  • Share this:
    મોબાઇલ એન્ડ ટેક્નોલોજી ડેસ્ક: ઘણી વખત આપણાં સ્માર્ટફોનનની બેટરી એવી થઇ જાય છે કે તેને વારંવાર ચાર્જ કરવો પડે છે. જેને કારણે ફોન કલાક સુધી ચાર્જિંગમાં પડ્યો રહે છે. તો ક્યારેક આપણે ઉતાવળમાં હોઇએ ત્યારે બેટરી ચાર્જ થવાંમાં વાર થતી હોય છે ત્યારે શું કરવું. કેવી રીતે ઓછા સમયમાં ફટાફટ ફોન ચાર્જ કરવો.. તે માટેની ટ્રિક્સ અમે આપનાં માટે લઇને આવ્યાં છીએ. ફોન ચાર્જ ઝડપથી ન થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ત્યારે અમે આપનાં માટે ઝડપથી ફોન ચાર્જ કરવાની ખાસ ટ્રિક્સ લઇને આવ્યાં છીએ.. જેથી આપનો ફોન ગણતરીની મિનિટોમાં ચાર્જ થઇ જશે સાથે જ તમારું કામ પણ સરળ થશે.

    Flight Mode પર મૂકો-  ફોનને ફ્લાઇટ મોડ પર મૂકીને ચાર્જ કરવો સૌથી સરળ ઉપાય છે. આમ કરવાથી ફોન ઝડપથી ચાર્જ થાય છે કારણ કે ફ્લાઇટ મોડ પર ફોન હોય ત્યારે  તેનાં તમામ કામ બંધ હોય છે અને એનર્જી સેવ થાય છે.



    Switch Off કરી દો- આમ તો ફોન ફ્લાઇટ મોડ પર મૂકીને ચાર્જ કરવો એ એક સારો વિકલ્પ છે, પરંતુ જો ફોન બંધ કરી અને ચાર્જ કરવામાં આવે તો તે વધુ સારું છે. જ્યારે તમે ફોન બંધ કરો છો, ત્યારે તમે ફોનની સ્ક્રીન, મોશન સેન્સર અને એપ્લિકેશનોનો બિલકુલ ઉપયોગ કરી શકશો નહીં, જેથી તમારો ફોન ઝડપથી ચાર્જ થશે.

    USBથી ચાર્જ કરશો નહીં- લેપટોપ / કમ્પ્યુટર પર કામ કરતી વખતે ઘણી વખત તમે USB કેબલ દ્વારા ફોનને ચાર્જ કરો છો. પરંતુ અમે તમને જણાવી દઈએ કે મોબાઇલ ફોનમાં USBથી ચાર્જથી ફોન ચાર્જ કરતા વધારે ઝડપી વીજળીથી ચાર્જ કરવાથી થાય છે.

    અસલી ચાર્જરથી જ ફોનને ચાર્જ કરો- ફોનની બેટરી અને ચાર્જિંગ માટે ફોનનો અસલ ચાર્જર શ્રેષ્ઠ છે. તેથી હંમેશાં ફક્ત તેના જ ચાર્જરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. જેના કારણે ફોન સરળતાથી અને ઝડપથી ચાર્જ થાય છે.
    Published by:Margi Pandya
    First published:January 10, 2021, 16:09 pm

    ટૉપ ન્યૂઝ