ટૂંક સમયમાં બદલાઈ જશે મોબાઈલ SIM સાથે જોડાયેલો આ નિયમ, સરળ થઈ જશે ગ્રાહકોનું કામ

News18 Gujarati
Updated: August 8, 2020, 6:58 PM IST
ટૂંક સમયમાં બદલાઈ જશે મોબાઈલ SIM સાથે જોડાયેલો આ નિયમ, સરળ થઈ જશે ગ્રાહકોનું કામ
પ્રતિકાત્મક તસવીર

દૂરસંચાર વિભાગ ગ્રાહકના વેરિફિકેશનની પ્રક્રિયાને ઘરે બેઠા કરવાની મંજૂરી આપી શકે છે. દૂરસંચાર વિભાગે તેના માટે ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે અને ટૂંક સમયમાં જ ફાઈનલ ગાઈડલાઈન જાહેર થઈ શકે છે.

  • Share this:
ટૂંક સમયમાં મોબાઈલ ગ્રાહકોને નવું સીમ કાર્ડ ખરીદવા અથવા પોતાની સીમ કાર્ડ બદલવા માટે ટેલિકોમ કંપનીઓના આુટલેટ સુધી નહીં જવું પડે. દૂરસંચાર વિભાગ ગ્રાહકના વેરિફિકેશનની પ્રક્રિયાને ઘરે બેઠા કરવાની મંજૂરી આપી શકે છે. દૂરસંચાર વિભાગે તેના માટે ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે અને ટૂંક સમયમાં જ ફાઈનલ ગાઈડલાઈન જાહેર થઈ શકે છે. હવે ઘરે બેઠા જ ગ્રાહકનું વેરિફિકેશન થશે ને સીમ કાર્ડ ઘરે ડિલેવરી થશે.

ગ્રાહકોને સીમ કાર્ડ ગ્રાહક વેરિફિકેશન માટે ઓનલાઈન પોર્ટલ પર પેપર આપવા પડશે. દસ્તાવેજ મળતા જ સીમ કાર્ડ ડિલિવર થઈ જશે. ગ્રાહકે નંબર એક્ટિવ કરવો પડશે, વેરીફિકેશન માટે હવે એપથી ફોટો પણ ખેંચવામાં આવશે અને બીજા મોબાઈલ નંબર પર OTPથી વેરિફિકેશન થઈ જશે.

ગત મહિને થઈ નવા નિયમની જાહેરાત

સીમ કાર્ડ વેરિફિકેશનમાં થતા ફ્રોડને રોકવા માટે દૂરસંચાર વિભાગે બલ્ક બાયર કંપનીઓ માટે ગ્રાહક વેરિફિકેશન નિયમ કડક કરી દીધા છે. નવા નિયમ અનુસાર, ટેલિકોમ કંપનીઓએ નવું કનેક્શન આપતા પહેલા કંપનીના રજિસ્ટ્રેશનની તપાસ કરવી પડશે અને દર 6 મહિનામાં કંપનીનું વેરિફિકેશન કરવું પડશે. કંપનીઓના નામ પર સીમ કાર્ડનું ફ્રોડ વધવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Corporate Affairs મંત્રાલય સાથે કંપનીના રજિસ્ટ્રેશનની તપાસ કરવી પડશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા દૂરસંચારે ટેલિકોમ ગ્રાહકોના વેરિફિકેશન પેનલ્ટીના નિયમોમાં ઢીલ આપવાનો નિર્ણય લીધો હતો. દરેક નાની ભૂલ માટે ટેલિકોમ કંપનીઓ પર 1 લાખ રૂપિયાની પેનલ્ટી નહીં લાગે. સરકાર અત્યાર સુધીમાં ગ્રાહક વેરિફિકેશનના નિયમોનું પાલન નહીં કરવા પર ટેલિકોમ કંપનીઓ પર 3000 કરોડથી વધારેની પેનલ્ટી લગાવી ચુકી છે.
Published by: kiran mehta
First published: August 8, 2020, 6:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading