Home /News /tech /Smartphone Internet Speed: સ્માર્ટફોનમાં SIMનો આ રીતે કરો ઉપયોગ, મળશે બંપર ઇન્ટરનેટ સ્પીડ

Smartphone Internet Speed: સ્માર્ટફોનમાં SIMનો આ રીતે કરો ઉપયોગ, મળશે બંપર ઇન્ટરનેટ સ્પીડ

(Image credit- istock)

Smartphone Internet Speed: જો તમે પણ સ્લો ઇન્ટરનેટ સ્પીડથી કંટાળી ગયા હો તો અમે તમને એવી ટ્રિક (Tech Tricks and Tips) બતાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે પોતાના સ્માર્ટફોનની ઇન્ટરનેટ સ્પીડ વધારી શકશો.

Increase Smartphone Internet Speed: તમારા સ્માર્ટફોન (Smartphone)માં ઘણી વખત નેટવર્ક પ્રોબ્લેમ (Network Problem) જોવા મળતો હશે. આ સમસ્યાને કારણે ઇન્ટરનેટની સ્પીડ એટલી ઘટી જાય છે કે કંઈપણ એક્સેસ નથી થઈ શકતું. એટલે સુધી કે વોટ્સએપ (Whatsapp) પર મોકલવામાં આવેલો ‘Hi’ મેસેજ કે કોઈ ઈમેજ મિનિટો સુધી અટકી પડે છે. એટલે ઘણી વખત લોકો ગુસ્સામાં આવીને સૌથી પહેલા પોતાના ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર બદલી નાખે છે. તેમ છતાં ઇન્ટરનેટ સ્પીડ સ્લો જ રહે છે.

જેમને સર્વિસ પ્રોવાઈડર બદલવામાં ઝંઝટ લાગે છે તેઓ કસ્ટમર કેરમાં ફોન કરે છે, તો પણ તેમની સમસ્યાનું સમાધાન નથી થતું. જો તમે પણ સ્લો ઇન્ટરનેટ સ્પીડથી કંટાળી ગયા હો તો અમે તમને એવી ટ્રિક (Smartphone Tricks and Tips) બતાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે પોતાના સ્માર્ટફોનની ઇન્ટરનેટ સ્પીડ વધારી શકશો.

આ પણ વાંચો: ભારતમાં આવી રહ્યો છે OnePlus 10 Pro, સ્માર્ટફોનમાં છે Fast Charging અને અન્ય આકર્ષક features

કઈ રીતે કામ કરે છે આ ટ્રિક?

તમારે આ ટ્રિકમાં કંઈ વિશેષ નથી કરવાનું, બસ પોતાના ફોનનો સિમ કાર્ડ બદલવાનો છે. તમે જોયું હશે કે સ્માર્ટફોનના સિમ ટ્રેમાં તમે એકસાથે બે સિમ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. જો કે, જે સ્માર્ટફોનમાં 2 સિમ કાર્ડ લગાવવાનો ઓપ્શન છે, તેઓ જ આ ટ્રિકનો ઉપયોગ કરી શકશે.

સૌથી પહેલા તમારે એ ચેક કરવું પડશે કે તમારો કયો સિમ કાર્ડ સિમ ટ્રે વનમાં છે અને કયો સિમ કાર્ડ સિમ ટ્રે ટુમાં છે. જો તમે સિમ ટ્રે વનમાં નોર્મલ કોલિંગવાળો સિમ કાર્ડ લગાવ્યો છે અને ઇન્ટરનેટવાળો સિમ કાર્ડ સિમ ટ્રે ટુમાં લગાવ્યો છે તો તેનાથી પણ તમારા ફોનની ઇન્ટરનેટ સ્પીડ ઘટી શકે છે.

આ પણ વાંચો: Slow Internet Speedથી પરેશાન છો? રીસેટ કરો આ Network Setting, સ્પીડ વધી જશે

કસ્ટમર કેરવાળા પણ આ રીત જણાવે છે

તમારે તરત જ પોતાનો ઇન્ટરનેટવાળો સિમ કાર્ડ સિમ ટ્રે વનમાં લગાવવો જોઈએ અને બીજા સિમને સિમ ટ્રે ટુમાં લગાવવો જોઈએ. સિમ ટ્રે વનમાં ઇન્ટરનેટની સ્પીડ ઘણી સારી મળે છે અને આ એક જાણીતી રીત છે. તમે જેવો ઇન્ટરનેટવાળો સિમ સિમ ટ્રે વનમાં લગાવશો, ઇન્ટરનેટ સ્પીડ વધી જશે એટલે તમે સુપર ફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડનો આનંદ ઉઠાવી શકશો. તો કસ્ટમર કેરના અધિકારી પણ તમારા વિસ્તારમાં ટાવરના લોકેશન સંબંધિત જાણકારી ચેક કરવા ઉપરાંત આ સિમ કાર્ડની રીત જણાવે છે.
First published:

Tags: Gujarati tech news, Internet, Mobile and Technology, SIM cards, Smartphones, Tech tips and Tricks

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો