Side Effects of Smartphone: વારંવાર સ્માર્ટફોન જોવાની આદત બની શકે છે જોખમી, શરીરને થાય છે આવું નુકસાન
Side Effects of Smartphone: વારંવાર સ્માર્ટફોન જોવાની આદત બની શકે છે જોખમી, શરીરને થાય છે આવું નુકસાન
use of smartphone
Smartphone use: સ્માર્ટફોનના વધુ પડતાં ઉપયોગ બાબતે થયેલા અભ્યાસ મુજબ વારંવાર ફોન જોવાની આદત વ્યક્તિની ઉંમર ઓછી કરી શકે છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે વારંવાર સ્માર્ટફોન જોવાની આદતને કારણે સ્ટ્રેસ ઊભો થઈ શકે છે.
નવી દિલ્હી: સ્માર્ટફોન હવે મોટાભાગના લોકોના જીવનનો ભાગ બની ગયા છે. સ્માર્ટફોનના કારણે સરળતાથી કોમ્યુનિકેશન થવા સાથે મનોરંજન, ગેમિંગ અને ઓફિસને લગતા કામ (Use of smartphone) પણ કરી શકાય છે. પણ તેની કેટલીક આડઅસરો (Side effects of smartphone) પણ છે. મોબાઇલ ફોન પર વધુ સમય વિતાવવો સ્વાસ્થ્ય માટે કેટલો હાનિકારક (Health problems caused by smartphone) હોઈ શકે છે. તેની મગજ પર એટલી ખરાબ અસર પડે છે અને સ્માર્ટફોનથી ઘણી શારીરિક અને માનસિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. લાંબા સમય સુધી ફોન પર રહેતા દરેક લોકોના શરીર પર ખરાબ અસર કરી શકે છે.
માનસિક તણાવ ઊભો થઈ શકે
સ્માર્ટફોનના વધુ પડતાં ઉપયોગ બાબતે થયેલા અભ્યાસ મુજબ વારંવાર ફોન જોવાની આદત વ્યક્તિની ઉંમર ઓછી કરી શકે છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે વારંવાર સ્માર્ટફોન જોવાની આદતને કારણે સ્ટ્રેસ ઊભો થઈ શકે છે. ફોનમાં સૌથી વધુ સ્ટ્રેસ મેસેજના કારણે હોય છે. સરેરાશ દર 36 સેકન્ડે લોકોના સ્માર્ટફોન પર કોઈને કોઈ મેસેજની નોટિફિકેશન આવે છે. આ કારણે સ્ટ્રેસ વધી જાય છે.
શુગર લેવલ વધારે છે
ડોક્ટરોનું કહેવું છે કે તણાવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઘણા કિસ્સામાં એવું પણ જોવા મળ્યું છે કે, વ્યક્તિ તણાવમાં હોય ત્યારે શરીર કોર્ટિસોલ હોર્મોનનો સ્ત્રાવ કરે છે. આ હોર્મોનથી મનુષ્યનું હૃદય ઝડપથી પમ્પ કરવા લાગે છે અને તે શરીરમાં શુગરનું સ્તર વધારે છે.
રિપોર્ટ અનુસાર સ્ટ્રેસના કારણે વ્યક્તિને ડાયાબિટીસ, હાર્ટ એટેક અને ડિપ્રેશન જેવી બીજી ઘણી બીમારીઓ પણ થઇ શકે છે. ફોન વિશે વિચારતા જ આપણું ટેન્શન લેવલ ઝડપથી વધી જાય છે. ફોનમાં ચૂકી જવાયેલા કામ, ખરાબ મેસેજ વગેરે વાંચવાથી આપણા શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું લેવલ વધી જાય છે. ફોનની લતને કારણે આ સ્ટ્રેસ ધીમે-ધીમે વધતો જાય છે. જેના ગંભીર પરિણામ આવી શકે છે.
● રાત્રે સૂતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરો
● જેમ બને તેમ તમારો ફોન તમારાથી દૂર રાખો
● સવારે ઊઠીને તરત જ ફોન ન ચલાવો, કસરત કરો
● જમતી વખતે ફોનને ડાઇનિંગ ટેબલથી દૂર રાખો
● તમારા ફોનની નોટિફિકેશન બંધ કરી દો
● ફોનનું કઈ કામ ન હોય તો કારણ વગર ફોનને ટચ ન કરો
● ઘરે હોવ ત્યારે પરિવારના સભ્યો સાથે શક્ય તેટલો વધુ સમય પસાર કરો
● અઠવાડિયામાં એક વાર ફોન ફાસ્ટિંગ કરો. એટલે કે તે દિવસે મોબાઈલ બંધ કરી દો
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર