બંધ થઇ રહી છે Googleની આ સર્વિસ, તરત સેવ કરી લો ફોટો-વીડિયો

News18 Gujarati
Updated: February 2, 2019, 4:04 PM IST
બંધ થઇ રહી છે Googleની આ સર્વિસ, તરત સેવ કરી લો ફોટો-વીડિયો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ગુગલે તેના સોશિયલ નેટવર્ક ગુલગ પ્લસને બંધ કરવાની જાહેરાત ઓક્ટોબર, 2018માં કરી હતી. ગુગલ સપોર્ટ પેજ પર અપડેટ કરવામાં આવેલી માહિતી પ્રમાણે તે 2 એપ્રિલ, 2019ના રોજ Google+ કન્ઝ્યુમર વર્ઝન બંધ કરશે.

જોકે, કંપનીએ Google Plus બંધ કરવાનો નિર્ણય 5 કરોડથી વધુ યુઝર્સના ડેટાની સુરક્ષા માટે લીધો છે. એક ઓફિશિયલ પોસ્ટમાં કંપનીએ કહ્યું કે, 2 એપ્રિલે તમારું ગુગલ એકાઉન્ટ અને ગુગલ પ્લસનું કોઇ પણ પેજ જે તમે ક્રિએટ કર્યું હશે, તે બંધ થઇ જશે. અમે યુઝર્સના ગુગલ પ્લસ એકાઉન્ટના કોન્ટેન્ટને ડિલીટ કરવાનું શરૂ કરી દઇશું.

ગુગલ પ્લસના Album Archieveમાંથી પણ યુઝર્સના ફોટોઝ અને વીડિયો ડિલીટ કરી દેવાશે. મળતી માહિતી પ્રમાણે, યુઝર્સે બેકઅપ લીધું હશે તો તે ડિલીટ નહીં કરાય.ઉપરાંત જો યુઝર તેની ફાઇલ, તસવીરો, ડેટા બચાવવા માગે છે તો એપ્રિલ પહેલાં કોન્ટેન્ટ ડાઉનલોડ કરીને સેવ કરી શકે છે. ગુગલે જણાવ્યું કે, 4 ફેબ્રુઆરીથી યુઝર્સ આ પ્લેટફોર્મ પર નવું ગુગલ પ્લસ એકાઉન્ટ નહીં બનાવી શકે. ગુગલ પ્લસના સાઇન ઇન બટનને ગુગલ સાઇન ઇ બટનથી રિપ્લેસ કરવામાં આવશે.

આ પણ વાંચો: ખોવાઇ ગયો છે તમારો ફોન તો google mapની મદદથી આ રીતો શોધોગુગલ પ્લસને 2011માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તે ગુગલની સોશિયલ નેટવર્કિંગ સર્વિસ હતી. જેણે ગુગલ બઝની જગ્યા લીધી હતી. શરૂઆતમાં આના યુઝર્સ 450 મિલિયન સુધી પહોંચી ગયા હતા પરંતુ પછી ઓછા થયા હતા. 2015માં તેના 11 કરોડ સક્રિય યુઝર્સ હતા. યુઝર્સ ઘટતાં ગુગલે પહેલાં જ જાહેરાત કરી હતી કે તે ઓગસ્ટ, 2019માં તે આ સેવા બંધ કરી દેશે.

 
First published: February 2, 2019
વધુ વાંચો
अगली ख़बर