અનોખી ઑફર, સ્માર્ટફોન ખરીદવા પર મફતમાં મળી રહી છે ડુંગળી

News18 Gujarati
Updated: December 10, 2019, 12:18 PM IST
અનોખી ઑફર, સ્માર્ટફોન ખરીદવા પર મફતમાં મળી રહી છે ડુંગળી
એક દુકાનદારે સ્માર્ટફોન વેચવાની અનોખી ઑફર કરી છે.

દેશના મોટાભાગના રાજ્યોમાં ડુંગળીના ભાવ પ્રતિ કિલો 100 રૂપિયાને પાર કરી ગયા છે. આ સ્થિતિમાં એક દુકાનદારે સ્માર્ટફોન વેચવાની અનોખી ઑફર કરી છે.

  • Share this:
મે મહિનાથી ડુંગળીના ભાવમાં સતત વધારો થયો છે. ઉપરાંત ડુંગળીના વધતા ભાવને કારણે લોકો હવે પહેલા કરતા વધારે પૈસા ચૂકવી રહ્યા છે. હાલમાં દેશના મોટાભાગના રાજ્યોમાં ડુંગળીના ભાવ પ્રતિ કિલો 100 રૂપિયાને પાર કરી ગયા છે. આ સ્થિતિમાં તમિલનાડુના એક દુકાનદારે સ્માર્ટફોન વેચવાની અનોખી ઑફર કરી છે. આ ઑફર અંતર્ગત એક કિલો ડુંગળી સ્માર્ટફોન ખરીદ્યા બાદ ગ્રાહકોને મફતમાં આપવામાં આવી રહી છે.

હકીકતમાં પટ્ટુક્કોટાઇમાં એસટીઆર મોબાઇલ નામનો સ્ટોર ચલાવતા સતીષે કહ્યું છે કે તેમની દુકાનમાંથી મોબાઇલ ખરીદનારા ગ્રાહકોને એક કિલો ડુંગળી મફત આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું છે કે અમે અમારા ગ્રાહકોને ફાયદો પહોંચાડવા માંગીએ છીએ, એટલે જ અમે આ ઑફર આપી છે. તમિલનાડુમાં ડુંગળીની કિંમત આ સમયે કિલો દીઠ 140 રૂપિયા છે.દુકાનદાર સતીષને ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળ્યો

સતીષ કહે છે કે આ ઑફરની રજૂઆતથી ગ્રાહકો તરફથી તેને સારો પ્રતિસાદ મળ્યો છે. બીજી તરફ એક ગ્રાહકે એમ પણ કહ્યું છે કે મારે સ્માર્ટફોન અને ડુંગળી બંનેની જરૂર હતી અને હવે મને આ ઑફર દ્વારા બંને વસ્તુઓ મળી છે.

બીજા ગ્રાહકે કહ્યું છે કે હું બીજી દુકાન પર ફોન ખરીદવા જઇ રહ્યો હતો, પરંતુ મને ખબર પડી કે અહીં મોબાઈલ ખરીદ્યા પછી ડુંગળી ફ્રી આપવામાં આવી રહી છે, મેં તરત જ આ દુકાનમાંથી ફોન ખરીદ્યો. જો કે આ પહેલા કોઈ પણ દુકાનદારે આવી ઑફર આપી ન હતી.મદુરાઈમાં ડુંગળીની કિંમત 200 રૂપિયા પ્રતિ કિલો

સરકારના પ્રયત્નો છતાં દેશભરમાં ડુંગળીના ભાવે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. દિવસે દિવસે ડુંગળીના ભાવ ઝડપથી વધી રહ્યા છે. મદુરાઇમાં એક કિલો ડુંગળી 200 રૂપિયામાં વેચાઇ રહી છે. આ સંદર્ભમાં એક ઉદ્યોગપતિ મૂર્થિ કહે છે કે જે ગ્રાહકો પહેલી પાંચ કિલો ડુંગળી ખરીદતા હતા, તેઓ હવે ફક્ત એક કિલો ડુંગળી ખરીદી રહ્યા છે.
First published: December 10, 2019, 12:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading