માર્ક ઝકરબર્ગને હટાવવા માંગે છે ફેસબુકના શેર હોલ્ડર્સ, આ છે કારણ

News18 Gujarati
Updated: October 18, 2018, 8:47 AM IST
માર્ક ઝકરબર્ગને હટાવવા માંગે છે ફેસબુકના શેર હોલ્ડર્સ, આ છે કારણ
માર્ક ઝકરબર્ગની ફાઇલ તસવીર

ફેસબુકના કેટલાક શેર હોલ્ડર્સને બુધવારે એ પ્રસ્તાવને સમર્થન કરાયું છે જેમાં કંપનીની ચીફ એગઝીક્યુટિવ માર્ક ઝકરબર્ગને હટાવવાની વાત કહી હતી.

  • Share this:
ફેસબુકના કેટલાક શેર હોલ્ડર્સને બુધવારે એ પ્રસ્તાવને સમર્થન કરાયું છે જેમાં કંપનીની ચીફ એગઝીક્યુટિવ માર્ક ઝકરબર્ગને હટાવવાની વાત કહી હતી. આ પ્રસ્તાવમાં સમર્થકોનું કહેવું છે કે, કેટલીક હાઇ પ્રોફાઇલ સ્કેન્ડલ્સ ઉપર ઝકરબર્ગે યોગ્ય રીતે કામ કર્યું નથી. ઇલિનોય, રોડ આઇલેન્ડ અને પેન્સિલ્વેનિયાના સ્ટેટ ટ્રેઝર્સ અને ન્યૂયોર્ક સિટી કન્ટ્રોલર સ્કોટ સ્ટ્રિંગરે આ પ્રસ્તાવનું સમર્થન કર્યું છે. આ પ્રસ્તાવ ઉપર આગામી વર્ષે મીટિંગ દરમિયાન મે 2019ના દિવસે વોટિંગ કરશે.

સમાચાર એજન્સી રોયટર્સ પ્રમાણે ફેસબુકે આ મામલા ઉપર અત્યારે કોઇ ટિપ્પણી આપી નથી. સ્ટ્રિંગરે મામલા ઉપર કહ્યું કે, ફેસબુક અમારા સમાજ અને અર્થવ્યવસ્થામાં એક મહત્વની ભૂમિકા અદા કરે છે. તેમની સામાજિક અને આર્થિક જવાબદારી છે કે પારદર્શી બને. અમે માંગણી કરી રહ્યા છીએ કે કંપનીનું બોર્ડરૂમ સ્વતંત્ર અને જવાબદાર હોય.

પ્રસ્તાવમાં જણાવ્યા પ્રમાણે બોર્ડના અધ્યક્ષના સ્વતંત્ર ન રહેવા અને નિરીક્ષણની ઉણપના કારણે અમેરિકી ચૂંટણીમાં રશિયાના હસ્તક્ષેપ અને કેમ્બ્રિઝ એનાલિટિકા ડેટા લીક જેવા મામલામાં ફેસબુકે યોગ્ય કામ કર્યું નથી.

એપ્રિલમાં થયેલી ફાયલિંગ પ્રમાણે ઝકરબર્ગ પાસે વોટિંગના 60 ટકા શેર છે. એક પ્રવક્તા અનુસાર, પેન્સિલ્વેનિયા ટ્રેઝરીમાં કંપની 38,737 શેર છે જ્યારે ટ્રિલિયમના 53,000 શેર છે.
First published: October 18, 2018, 8:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading