ભારતમાં ટ્રુ કોલર વાપરનારાઓની સંખ્યા ઘણી વધારે છે. કંપનીનું પોતાનું પેમેન્ટ પ્લેટફોર્મ Truecaller Pay પણ છે. આ ટ્રુ કોલરના મુખ્ય એપમાં જ એક ઓપ્શન આપવામાં આવ્યું છે. હવે કંપની પેમેન્ટ સર્વિસ પર વધારે ધ્યાન આપી રહી છે. કારણ કે ભારતમાં ડિજીટલ પેમેન્ટનો દર વધી રહ્યો છે.
કંપનીએ કહ્યું છે કે માર્ચ 2019 સુધી કંપનીની પાસે 2.5 કરોડ યૂઝર્સ હશે. કંપની પ્રમાણે આશરે દૈનિક એક લાખ લોકો પોતાનું બેંક એકાઉન્ટ લિંક કરાવી રહ્યાં છે જેમાંથી 50 ટકા યુપીઆઈના નવા યૂઝર્સ છે.
ટ્રુ કોલર પેના પ્રેસિડન્ટ સોની જોયે કહ્યું કે, 'જ્યારથી અમે ટ્રુ કોલર પે લોન્ચ કર્યું છે ત્યારથી અમારી પાસે યૂઝર્સના પોઝિટીવ રિસ્પોન્સ આવી રહ્યાં છે. જેના કારણે અમે પેમેન્ટ પ્લેટફોર્મને મજબૂત બનાવવા માટે વધારે પ્રતિબધ્ધ છીએ અને એપમાં વધારે ફીચર લાવવા માટે આક્રમક રીતે કામ કરી રહ્યાં છે.'
નોંધનીય છે કે ટ્રુ કોલર સ્વીડનની એક કંપની ટ્રુ સોફ્ટવેરનો ભાગ છે જેને 2009માં શરૂ કરવામાં આવી હતી. આ એપ દુનિયાભરમાં ફોન નંબરની ડિટેઇલ્સ જાણવા માટે યૂઝ કરવામાં આવે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર