Home /News /tech /

નંબર સેવ કર્યા વગર WhatsApp પર કોઇપણ સાથે કરો ચેટિંગ, આ છે રીત

નંબર સેવ કર્યા વગર WhatsApp પર કોઇપણ સાથે કરો ચેટિંગ, આ છે રીત

આ રીતની મદદથી તમે ફોનમાં નંબર સેવ કર્યા વગર કોઇપણ સાથે ચેટિંગ કરી શકો છો.

આ રીતની મદદથી તમે ફોનમાં નંબર સેવ કર્યા વગર કોઇપણ સાથે ચેટિંગ કરી શકો છો.

    ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મેટ WhatsApp એક એવું એપ્લિકેશન છે જેનો ઉપયોગ દરેક સ્માર્ટફોન યૂઝર્સ કરે છે. કંપની પોતાના યૂઝર્સોની સગવડ માટે સતત નવી નવી સુવિધાઓ પણ શરૂ કરી રહી છે. પરંતુ હજુ પણ અનેક એવા ફિચર છે જેને લઇને કોઇ ફિચર લોન્ચ કરવામાં આવ્યું નથી.

    અનેક વખત એવું બને છે કે આપણે કોઈ અજાણ્યા વ્યક્તિને મેસજ કરવાનો હોય છે પરંતુ એ નથી ઇચ્છતા કે સામેવાળા આપણા વિશેની તમામ માહિતી વિશે જાણે. આપણે એવું વિચારીએ છીએ કે નંબર સેવ કર્યા વગર મેસજ કરીએ અને અમારું કાર્ય પૂર્ણ થાય. હજુ સુધી વોટ્સએપમાં આવી કોઈ સુવિધા નથી, પણ અમે તમને એવી એક ટ્રીક કહીશું, જેથી તમે નંબરને સેવ કર્યા વગર મેસજ મોકલી શકો.

    આ પણ વાંચો: Redmi Y3 પર આજે બપોરે 12 વાગ્યે સેલ, અહીંથી ખરીદવા પર મળશે ઓફર

    સૌથી પહેલા તમારે તમારા મોબાઇલમાં ઇન્ટરનેટ ખોલવું પડશે. ત્યારબાદ તમારે એડ્રેસ બારમાં આ લિંક api.WhatsApp.com/send?phone=number દાખલ કરો.

    હવે નંબરની જગ્યાએ ભારતનો કોડ 91 લગાવો અને ત્યારબાદ વોટ્સએપ મેસેજ કરવો છે તો તેનો નંબર લખીને એન્ટર કરો. એટલે કે તમારે કંઇક લખવું પડશે, api.WhatsApp.com/send?phone=919999999999.

    તમે જેને મેસેજ મોકલવા માંગો છો તેનો મોબાઇલ નંબર દાખલ કરો અને ત્યારબાદ મેસેજનું બટન દેખાશે, તમે તેના પર ક્લિક કરો. આમ કરીને, તમે સીધા જ વૉટ્સએપ ચેટ પર પહોંચી જશો અને નંબર સેવ કર્યા વગર ચેટિંગ કરી શકશો.

    wa.me લિંકનો પણ કરી શકો છો ઉપયોગ

    આ એપ્લિકેશન કોઈ પણ યૂઝર્સને નંબર સેવ કર્યા વગર વાત કરવાની સત્તાવાર રીત આપે છે. યૂઝર્સ https://wa.me/phonenumber URL દ્વારા કોઈપણ નંબર સાથે ચેટ કરી શકે છે. આમાં તમારે ફોન નંબરની જગ્યાએ તમારો નંબર દાખલ કરવો પડશે. પરંતુ ધ્યાનમાં રાખવાની એક વસ્તુ એ છે કે તમે દેશનો કોડનો કોડ જરુર દાખલ કરો છો પરંતુ '+' ની સાઇન નહીં.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Whatsapp, Whatsapp feature, ટેક ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन