Home /News /tech /

આવી રીતે વોટ્સએપ ચેટ રાખો સુરક્ષિત, કોઇ નહીં વાંચી શકે મેસેજ

આવી રીતે વોટ્સએપ ચેટ રાખો સુરક્ષિત, કોઇ નહીં વાંચી શકે મેસેજ

વોટ્સએપ

આ માટે કંપનીએ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફીચર લોન્ચ કર્યું છે, જેનાથી તમે તમારી એપ સિક્યોર કરી શકો છો

    ન્યૂઝ18 ગુજરાતી: વોટ્સએપનો ઉપયોગ લગભગ તમામ લોકો કરતાં હોય છે. કોઇની સાથે વાત કરવા માટે, ફોટોઝ મોકલવા માટે તથા વીડિયો કોલ કરવા માટે લોકો વોટ્સએપનો ઉપયોગ કરતાં હોય છે.

    આમ તો વોટ્સએપની ચેટ End-to-End Encrypted હોય છે અને કોઇપણ તેને વાંચી શકતું નથી. પરંતુ જો તમારા ફોનમાં વોટ્સએપ ખુલ્લું છે અને કોઇના હાથમાં આવી જાય તો તે તમારા બધા મેસેજ વાંચી શકે છે. આથી જરૂરી છે કે આપણે એપને સંપૂર્ણ રીતે સિક્યોર રાખીએ. આ માટે કંપનીએ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફીચર લોન્ચ કર્યું છે, જેનાથી તમે તમારી એપ સિક્યોર કરી શકો છો.

    Touch ID અથવા Face IDથી સિક્યોર રાખો વોટ્સએપ

    વોટ્સએપે હાલમાં જ તેના યુઝર્સ માટે Touch ID અથવા Face ID ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરને એક્ટિવેટ કર્યા બાદ જો તમારો ફોન કોઇ લે તો પણ તે WhatsAppને વગર Touch ID અથવા Face ID નહીં ખોલી શકે.


    આવી રીતે ફીચરને કરો એક્ટિવેટ

    આ iOS ડિવાઇસ માટે રજૂ કરવામાં આવ્યું છે અને આને તમારા આઇફોનમાં એક્ટિવેટ કરવા માટે WhatsApp ઓપન કરો અને પછી સેટિંગ્ઝ પર ટેપ કરી Account > Privacy> Screen lock પર જઇ Touch ID અથવા Face ID ઓન કરો. આમાં તમે સમય પણ નક્કી કરી શકો છો કે એપ બંધ થયાના કેટલી વાર પછી તમને Touch ID અથવા Face ID દ્વારા એપ ઓપન કરવા માટે પૂછવામાં આવે.

    આ ફીચર iPhone 5s અને તે પછીના તમામ iPhone પર અને iOS 9 અને તે પછીના તમામ વર્ઝન પર ઉપલબ્ધ છે.

    આ પણ વાંચો: Oppoના આ સ્માર્ટફોન પર મેળવો 5 હજાર સુધીની છૂટ, આજે છેલ્લો દિવસ

    વોટ્સએપમાં આવશે 5 નવા ફીચર

    વોટ્સએપ અંગે માહિતી આપનાર સાઇટ WABetaInfo અનુસાર, કંપની સતત નવા ફીચર્સનું ટેસ્ટિંગ કરી રહી છે. તેના અનુસાર વોટ્સએપમાં ટૂંક સમયમાં જ પાંચ નવા ફીચર આવશે, જેમાં ફોરવર્ડેડ મેસેજ, ફિંગરપ્રિન્ટ લોક, ડાર્ક મોડ, રેંકિંગ કોન્ટેક્ટ અને કોન્ઝિક્યુટિવ વોઇસ મેસેજ સામેલ છે. આ ફીચર્સ અત્યારે એન્ડ્રોઇડ બીટા વર્ઝનમાં ટેસ્ટિંગ માટે રજૂ કરાયા છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Whatsapp

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन