Home /News /tech /

Second Hand Car Market: અહીંથી 20 હજારમાં ખરીદી શકો છો સેકન્ડ હેન્ડ કાર, રાખો આ સાવધાનીઓ

Second Hand Car Market: અહીંથી 20 હજારમાં ખરીદી શકો છો સેકન્ડ હેન્ડ કાર, રાખો આ સાવધાનીઓ

તમારી પાસે સેકન્ડ હેન્ડ કાર (Second Hand Car)ખરીદવાનું ઓપ્શન પણ છે (પ્રતિકાત્મક તસવીર)

second hand car market - શું તમે પ્રથમ કાર ખરીદવાનું (Car purchase)વિચારી રહ્યા છો અને તમારી પાસે વધારે બજેટ નથી તો ચિંતા ના કરો. તમે ઓછા પૈસા ખર્ચ કરીને પણ શાનદાર કાર પોતાના ઘરે લાવી શકો છો

    નવી દિલ્હી : શું તમે પ્રથમ કાર ખરીદવાનું (Car purchase)વિચારી રહ્યા છો અને તમારી પાસે વધારે બજેટ નથી તો ચિંતા ના કરો. તમે ઓછા પૈસા ખર્ચ કરીને પણ શાનદાર કાર (Second Hand Car Market)પોતાના ઘરે લાવી શકો છો. હવે તમારા મનમાં સવાલ ઉભો થાય કે આ કેવી રીતે બની શકે. જોકે અમે તમને આ વિશે જણાવી રહ્યા છીએ.

    તમારી પાસે સેકન્ડ હેન્ડ કાર (Second Hand Car)ખરીદવાનું ઓપ્શન પણ છે. હવે બીજો સવાલ ઉભો થાય કે શું સેકન્ડ હેન્ડ કાર લેવી એક યોગ્ય પસંદગી છે. આ આજના સમયમાં બિલકુલ યોગ્ય નિર્ણય છે પણ આ માટે જરૂરી છે કે તમે ઘણી સાવધાનીઓ રાખીને ખરીદો. દિલ્હીમાં ઘણા એવા માર્કેટ છે જ્યાં તમને સારી કન્ડીશન અને યોગ્ય કિંમત (Fair price)પર સેકન્ડ હેન્ડ કાર મળી શકે છે. આવો જાણીએ માર્કેટ વિશે.

    કરોલ બાગમાં છે સેકન્ડ હેન્ડ કારનું સૌથી મોટું માર્કેટ

    દિલ્હીના કરોલ બાગ માર્કેટમાં (Karol Bagh Market)સેકન્ડ હેન્ડ મારુતિ વેગનઆરને ફક્ત 50થી 60 હજાર રૂપિયામાં ખરીદી શકો છો. જોકે આ મોડલ 10 વર્ષ જૂનું હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે નવા વેગરઆરની એક્સ શો રુમ કિંમત 4.45 લાખ રૂપિયાથી શરુ થાય છે. જ્યારે ઓન રોડની કિંમત લગભગ 5.50 લાખ રૂપિયા સુધી હોય છે. આવામાં ઓછી કિંમતમાં તમે સેકન્ડ હેન્ડ કાર આસાનીથી ખરીદી શકો છો. આ સિવાય તમને માર્કેટમાં બીજા પણ શાનદાર ઓપ્શન મળી શકે છે.

    આ પણ વાંચો - કાર ચલાવનારા માટે ખુશખબરી, બીએસ-6 વાહનોમાં લગાવી શકશો CNG અને LPG કિટ

    સેકન્ડ હેન્ડ કારને કરાવી શકો છો ફાઇનાન્સ

    દિલ્હીમાં જો તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તમને આ કાર ફાઇનાન્સ કરાવવાની સુવિધા પણ મળી જશે. આ માટે તમને સેકન્ડ હેન્ડ કાર માર્કેટમાં ડીલરોથી સંપર્ક કરવો પડશે અને કેટલાક જરુરી દસ્તાવેજ આપવા પડશે. આ પછી કાર ડીલર તને સેકન્ડ હેન્ડ કારને પુરી ફાઇનાન્સ કરાવી શકે છે.

    કાર ખરીદતા સમયે આ સાવધાનીઓ રાખો

    સેકન્ડ હેન્ડ કાર ખરીદતા સમયે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તમારે ઓછામાં ઓછી 30 કિલોમીટરની ટેસ્ટ ડ્રાઇવ લેવી જોઈએ. ટેસ્ટ ડ્રાઇવ લેતા પહેલા કારનું ટેમ્પરેચર ચેક કરવું ઘણું જરૂરી છે. ટેમ્પરેચર ચેક કરવા માટે કારના બોનેટ પર હાથ રાખો, તેનાથી ખબર પડી જશે કે તમારી પહેલા કારને કોઇએ ચલાવી છે કે નહીં. કારમાં આવતા અવાજ પરથી તમે કારના પ્રોબ્લેમ વિશે આસાનીથી જાણી શકો છો. આ માટે કારને સ્ટાર્ટ કરીને ન્યૂટન કરી દો. આ પછી કારની અંદર બેસીને અવાજ અને વાઇબ્રેશન પર ધ્યાન આપો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Auto, Auto car, ભારત

    આગામી સમાચાર