Home /News /tech /

SBI Alert: આજે (22 જાન્યુઆરી) આટલા કલાકો સુધી બંધ રહેશે SBI બેંકની ઑનલાઇન સેવા, જાણો વિગત

SBI Alert: આજે (22 જાન્યુઆરી) આટલા કલાકો સુધી બંધ રહેશે SBI બેંકની ઑનલાઇન સેવા, જાણો વિગત

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (ફાઇલ તસવીર)

SBI Customer Alert: ટેક્નિકલ અપગ્રેડેશનને કારણે આજે એટલે કે 22 જાન્યુઆરીના રોજ રાત્રે 2 વાગ્યાથી સવારના 8:30 વાગ્યા સુધી એસબીઆઈની ઑનલાઇન સેવા ઉપલબ્ધ નહીં હોય.

    મુંબઈ. SBI Customer Alert: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (State Bank of India - SBI)માં હાલ ટેક્નિકલ અપગ્રેડેશન (Technical upgradation)નું કામ ચાલી રહ્યું છે. ટેક્નિકલ અપગ્રેડેશનને પગલે આજે એટલે કે 22 જાન્યુઆરીના રોજ રાત્રે 2:00 વાગ્યાથી સવારના 8:30 વાગ્યા સુધી એસબીઆઈની ઑનલાઈન સેવા (SBI online services) ઉપલબ્ધ નહીં હોય. ઉલ્લેખનીય છે કે SBI દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક છે. દેશમાં બેંકની 22,000થી વધારે બ્રાંચ અને 57,889થી વધારે એટીએમ (ATM) છે. આ પહેલા ડિસેમ્બર 2021માં પણ એસબીઆઈની ઇન્ટરનેટ બેન્કિંગ સેવા (SBI internet banking services) બંધ 300 મિનિટ માટે બંધ રાખવામાં આવી હતી.

    કઈ કઈ સેવા બંધ રહેશે?

    આજે એટલે કે 22 જાન્યુઆરીના રોજ રાત્રે 2:00 વાગ્યાથી સવારના 8:30 વાગ્યા સુધી એસબીઆઈની ઇન્ટરનેટ બેન્કિંગ સેવા, યોનો, યોનો લાઇટ, યોનો બિઝનેસ અને યૂપીઆઈ સેવા કામ નહીં કરે.

    બેંકે ટ્વીટ કરીને આપી માહિતી

    એસબીઆઈ તરફથી આ મામલે ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે. ટ્વીટમાં એસબીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે, "અમે અમારા સન્માનિત ગ્રાહકોને વિનંતી કરીએ છીએ કે તેઓ અમારી સાથે જોડાયેલા રહે. અમે ઉત્તમ બેન્કિંગ અનુભવ પ્રદાન કરવાનો પ્રયાસ કરીએ છીએ. અમે 22મી જાન્યુઆરીના રોજ રાત્રે 2:00 વાગ્યાથી સવારના 8:30 વાગ્યા વચ્ચે ટેક્નોલોજી અપગ્રેડેશન કરી રહ્યો છીએ. આ દરમિયાન ઇન્ટરનેટ બેન્કિંગ, યોનો, યોનો લાઇટ, યોનો બિઝનેસ અને યૂપીઆઈ સેવા ઉપલબ્ધ નહીં બને."



    તમારા SBI એકાઉન્ટમાં કેશ ડિપોઝિટ પર પણ કપાશે ચાર્જ (વાંચો અખો અહેવાલ)

    દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)ના ગ્રાહકો માટે મહત્ત્વના સમાચાર છે. હકીકતમાં SBIનો એક એવો નિયમ છે, જેમાં તમે એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં પૈસા જમા કરાવો છો તો તમારા ખાતામાંથી પૈસા કપાશે. આ નિયમ કેશ ડિપોઝિટ મશીન એટલે કે CDMથી પૈસા જમા કરાવવા પર જ લાગૂ છે. જો કોઈ પોતાના બેંક ખાતામાંથી CDM મારફતે બીજી કોઈ વ્યક્તિના ખાતામાં રકમ જમા કરાવશે તો આ માટે તેને અમુક ચાર્જ ચૂકવવો પડશે. એક વખત પૈસા જમા કરાવવા પર ખાતાધારકના ખાતામાંથી 25 રૂપિયા સુધી ચાર્જ કપાય છે. આ 25 રૂપિયામાં જીએસટી ચાર્જ પણ સામેલ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર