Home /News /tech /SBI Alert: આ લિંક પર ક્લિક કરશો તો ખાલી થઈ જશે તમારું બેંક અકાઉન્ટ, યુઝર્સને ચેતવણી
SBI Alert: આ લિંક પર ક્લિક કરશો તો ખાલી થઈ જશે તમારું બેંક અકાઉન્ટ, યુઝર્સને ચેતવણી
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કેવાયસી ફ્રોડ (KYC Fraud) અંગે ગ્રાહકોને એલર્ટ કર્યા છે.
KYC Fraud: SBIએ એક ટ્વિટમાં કહ્યું છે કે SMS પર આપવામાં આવેલી લિંક પર ક્લિક કરવાથી તમારું બેંક બેલેન્સ ઝીરો થઈ શકે છે. SBIના નામે કોઈ પણ મેસેજ આવે ત્યારે બેંકનો શોર્ટ કોડ ચેક કરો કે તે સાચો છે કે નહીં.
KYC Fraud: ઓનલાઇન ફ્રોડની વધી રહેલી ઘટનાઓને જોતાં તમામ સંસ્થાઓ સમય-સમય પર પોતાના યુઝર્સને એલર્ટ કરતી રહે છે. દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંકે (SBI) પણ ફરી એક વાર ઓનલાઇન છેતરપિંડીને લઈને પોતાના ગ્રાહકોને એલર્ટ કર્યા છે. બેન્કિંગ ફ્રોડ (Banking Fraud)માં મોટાભાગના મામલા કેવાયસી (KYC) સંબંધિત હોય છે. એટલે જ એસબીઆઈએ કોઇપણ ફોન કોલ પર કે એસએમએસ (SMS)ના માધ્યમથી કેવાયસીથી બચવાની સલાહ આપી છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ગ્રાહકોને કેવાયસી ફ્રોડ (KYC Fraud) અંગે પોતાના કરોડો ગ્રાહકોને એલર્ટ કર્યા છે. બેંકે પોતાના ગ્રાહકોને કહ્યું છે કે તેઓ એસએમએસના માધ્યમથી મોકલવામાં આવેલી એમ્બેડેડ લિંક પર ક્લિક ન કરે. આ ફ્રોડ હોઈ શકે છે અને તેનાથી તમારા બેંક ખાતાની બધી ડિટેલ ચોરી થઈ શકે છે.
SBIએ કહ્યું કે છેતરપિંડી કરતા લોકો ગ્રાહકોને આવા SMS મોકલે છે- પ્રિય ગ્રાહક, તમારા SBI દસ્તાવેજોની સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ છે. તમારું એકાઉન્ટ 24 કલાકની અંદર બ્લોક થઈ જશે. કૃપયા તમારા KYCને અપલોડ કરવા માટે આ લિંક પર ક્લિક કરો- http://ibit.ly/oMwK.
બેન્કે યુઝર્સને એલર્ટ કર્યા
SBIએ કહ્યું કે, બેંક ક્યારેય પણ SMSમાં એમ્બેડેડ લિંક પર ક્લિક કરીને તમારું કેવાયસી અપડેટ/પૂરું કરવા માટે નથી કહેતું. સતર્ક રહો અને એસબીઆઈ સાથે સુરક્ષિત રહો.
— State Bank of India (@TheOfficialSBI) March 4, 2022
SBIએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ટ્વિટમાં કહ્યું છે કે આવા SMS પર આપવામાં આવેલી લિંક પર ક્લિક કરવાથી તમારું બેંક બેલેન્સ ઝીરો થઈ શકે છે. SBIના નામે કોઈ પણ મેસેજ આવે ત્યારે બેંકનો શોર્ટ કોડ ચેક કરો કે તે સાચો છે કે નહીં. SBIએ ટ્વિટમાં કહ્યું છે કે, 'અહીં #YehWrongNumberHai KYC ફ્રોડનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. આવા SMSથી છેતરપિંડી થઈ શકે છે, અને તમે તમારી બચત ગુમાવી શકો છો. એમ્બેડેડ લિંક્સ પર ક્લિક કરશો નહીં. SMS મળે ત્યારે SBIનો સાચો શોર્ટ કોડ તપાસો. સાવચેત રહો અને સ્ટે #SafeWithSBI.’
બેંકે કહ્યું છે કે તે ક્યારેય તેના ગ્રાહકોને મોકલેલી એમ્બેડેડ લિંક પર SMS દ્વારા KYC અપડેટ કરવા માટે કહેતી નથી.
સાયબર ક્રાઈમની ઘટનાઓને રોકવા માટે ગૃહ મંત્રાલયે સાયબર દોસ્ત (@Cyberdost) નામનું ટ્વિટર હેન્ડલ બનાવ્યું છે. સાયબર દોસ્ત સમયાંતરે લોકોને એલર્ટ કરતું રહે છે. આ વખતે સાયબર દોસ્ત કહે છે કે જાહેર સ્થળોએ લગાવેલા મોબાઈલ ફોનના ચાર્જિંગ સ્ટેશન પર ક્યારેય તમારો મોબાઈલ ચાર્જ ન કરો. સાયબર હેકર્સ તમારા ફોનમાંથી પર્સનલ માહિતી ચોરી શકે છે અથવા આ ચાર્જિંગ સ્ટેશનો પર કોઈપણ માલવેર ઇન્સ્ટોલ કરી શકે છે.
प्रलोभन से बचें, साइबर धोखाधड़ी से सावधान रहें और साइबर सुरक्षित रहें। हेल्पलाइन नंबर 1930 ( पूर्व में 155260) पर सहायता प्राप्त करें। #cyberdostpic.twitter.com/JNhHNt2irV
સાયબર ક્રાઈમ સંબંધિત ફરિયાદો માટે હેલ્પલાઈન નંબર 1930 પણ જારી કરવામાં આવ્યો છે. અહીં તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો. પહેલા આ નંબર 155260 હતો જે હવે બદલીને 1930 કરવામાં આવ્યો છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર