WhatsApp થશે ‘તડીપાર!’ ભારતમાં ટૂંક સમયમાં લૉન્ચ થઈ શકે છે Made in India મેસેજિંગ એપ Sandes

ભારતમાં વિકસિત Sandes Appનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, વોટ્સએપને ટક્કર આપવા આ ફીચર્સથી હશે સજ્જ

ભારતમાં વિકસિત Sandes Appનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, વોટ્સએપને ટક્કર આપવા આ ફીચર્સથી હશે સજ્જ

  • Share this:
    વોટ્સએપ (WhatsApp) મેસેજિંગ સર્વિસનો એક ભારતીય વિકલ્પ ‘Sandes’ ટૂંક સમયમાં ભારતમાં દસ્તક આપી શકે છે. રિપોર્ટ મુજબ, તેનું ટેસ્ટિંગ સરકારી અધિકારીઓ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. ભારત સરકારે આ એપને તૈયાર કરવાની વાત ગયા વર્ષે કહી હતી અને હાલમાં તે Testing Phaseમાં છે, અને લગભગ તૈયાર થઈ ચૂકી છે. મળતી માહિતી મુજબ પ્રારંભિક સમયમાં તેને સરકારી અધિકારીઓ દ્વારા જ ઉપયોગમાં લેવામાં આવશે, અને ટૂંક સમયમાં તેને તમામ લોકો માટે રજૂ કરી દેવામાં આવશે. જોકે, ભારતમાં એપને રોલઆઉટ કરવા વિશે કોઈ જાણકારી નથી, પરંતુ જો તમે gims.gov.in પેજ પર જાઓ છો તો તમે ‘Sandes’ને જોઈ શકો છો. આ એપ તે તમામ ફીચર્સની સાથે આવે છે, જે કોઈ પણ Instant Messaging Appમાં આપવામાં આવે છે. તેમાં યૂઝર્સ વોઇસ અને ડેટા જેવા ફીચર્સનો ઉપયોગ કરી શકશે.

    મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન અને ઇર્ન્ફોમેશન ટેક્નોલોજીની શાખા રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર આ એપનું બેકએન્ડ સંભાળે છે. રિપોર્ટ મુજબ તેને એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો યૂઝર્સ એપને LDAP દ્વારા સાઇન ઇન, OTPથી સાઇન-ઇન અને Sandes Webના માધ્યમથી સાઇન-ઇન કરવાનો પ્રયાસ કરે છે તો તેને એક પોપ-અપ મળે છે, જેમાં લખ્યું છે, આ ઓથેન્ટિકેશન રીત અધિકૃત સરકારી અધિકારીઓ માટે લાગુ છે.

    આ પણ વાંચો, WhatsApp ચેટ્સને Telegram પર ટ્રાન્સફર કરવી છે ખૂબ સરળ, લાગશે માત્ર થોડીક સેકન્ડ, જાણો રીત

    માહિતી માટે જણાવી દઈએ કે ગત મહિને સરકારે Instant Messaging App વોટ્સએપથી તેની સર્વિસ અને પ્રાઇવસી પોલિસીમાં ફેરફારને પરત લેવાની વાત કહી હતી, જે ખાસ કરીને ભારતીય યૂઝર્સ માટે કરવામાં આવી રહ્યું હતું.

    આ પણ વાંચો, Google દ્વારા પ્રતિબંધિત ખરાબ શબ્દોની સંપૂર્ણ સૂચિ વાંચીને દંગ રહી જશો!

    WhatsApp પર સરકારની સખ્તાઈ

    કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટને કહ્યું હતું કે વોટ્સએપ દ્વારા Privacy Policyને લઈને ભારતીય અને યૂરોપીયન યૂઝર્સ સાથે અલગ-અલગ વ્યવહાર ચિંતાનો વિષય છે. વોટ્સએપ પોતાની નવી પોલિસીને 8 ફેબ્રુઆરીથી લાગુ કરવાની હતી, પરંતુ બાદમાં તેને લંબાવીને 15 મે કરી દીધી હતી. વોટ્સએપે સ્પષ્ટતા કરી હતી કે ફેસબુક અને વોટ્સએપ યૂઝર્સની અંત વાતો નહીં જોઈ શકે, તે સુરક્ષિત હોય છે અને એન્ડ-ટૂ-એન્ડ એનક્રિપ્શનથી પ્રોટેક્ટેડ રહે છે.
    Published by:Mrunal Bhojak
    First published: