18 રૂપિયા સસ્તો મળી રહ્યો છે, Samsungનો આ સ્માર્ટફોન, અન્ય ફોનમાં પણ છે ઑફર

News18 Gujarati
Updated: January 22, 2019, 6:07 PM IST
18 રૂપિયા સસ્તો મળી રહ્યો છે, Samsungનો આ સ્માર્ટફોન, અન્ય ફોનમાં પણ છે ઑફર
આ સેલમાં સ્માર્ટફોન્સ, TV,ફેશન, વૉશિંગ મશીન, હોમ ફર્નિચર, વગેરે જેવી પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

ફ્લિપકાર્ટના Repbulic Day saleમાં શું ઑફરો છે, જાણો આ અહેવાલમાં

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: ફ્લિપકાર્ટના Republic Day saleનો આજે બીજો દિવસ છે. 23 જાન્યુઆરી સુધી ચાલનારા આ સેલમાં સ્માર્ટફોન્સ, TV,ફેશન, વૉશિંગ મશીન, હોમ ફર્નિચર, વગેરે જેવી પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જાણો આ તમામ પ્રોડક્ટ્સ પર કેટલી છૂટ મેળવી શકો છો.

સેલમાં OPPO F9ની કિંમત રૂપિયા 12,999 છે. જેની અસલ કિંમત 21,990 રૂપિયા છે. જ્યારે Nokia 6.1 Plus પર રૂપિયા 2,601નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, ત્યારબાદ તેની કિંમત રૂપિયા 14,999 થશે. Asus zenfone 5Z પર 8,000 રૂપિયાની છૂટ છે, ડિસ્કાઉન્ટ બાદ તેની કિંમત ફક્ત રૂપિયા 24,999 થશે.

સેલમાં રિયલમી C1 6,999 રૂપિયામાં ખરીદી શકાશે, જેની અસલ કિંમત રૂપિયા 8,990 છે. સેમસંગનો પોપ્યુલર ફોન ગેલેક્સી S8 સેલ દરમિયાન 30,990માં ખરીદી શકાય છે, જેની અસલ કિંમત રૂપિયા 49,990 છે. જેનો અર્થ એ થયો કે આ ફોન સેલમાં રૂપિયા 18,910 સસ્તમાં ખરીદી શકાશે. જ્યારે સેમસંગના ગેલેક્સી ઑન 6 સ્માર્ટફોનની કિંમત રૂપિયા 9,990 છે જેની અસલ કિંમત રૂપિયા 15,490 છે.

Poco F1ના 6GB/64GB મોડલની કિંમત સેલમાં 18,999 છે. જ્યારે આ જ ફોનના 128 GB વેરિઅંટની કિંમત રૂપિયા 21,999 છે. આ ઉપરાંત Pocco F1 8GB+256GB સ્ટોરેજ વેરિયંટની કિંમત રૂપિયા 25,999 છે.
આ સેલમાં સ્માર્ટફોન પર નો કૉસ્ટ ઈએમઆઈનો ઑપ્શન પણ આપવામાં આવી રહ્યો છે. આ સાથે જ SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સથી પેમેન્ટ કરશો તો 10% ડિસ્કાઉન્ટ પણ મળી શકશે.
First published: January 22, 2019, 6:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading