Samsungના Galaxy Phoneના બદલાશે રંગરૂપ, થવા જઈ રહ્યાં છે મોટા ફેરફાર

News18 Gujarati
Updated: February 13, 2018, 12:06 AM IST
Samsungના Galaxy Phoneના બદલાશે રંગરૂપ, થવા જઈ રહ્યાં છે મોટા ફેરફાર
News18 Gujarati
Updated: February 13, 2018, 12:06 AM IST
આજકાલ ટેકનોલોજી ઝડપી બદલાતી જોવા મળી રહી છે, તેમાંય આ ફેરફાર સ્માર્ટફોનમાં સૌથી વધારે થઈ રહ્યાં છે. આ કારણે જ આપણા સ્માર્ટફોન દરેક દિવસે વધુમાં વધુ સ્માર્ટ થતાં જઈ રહ્યાં છે. હવે સમાચાર આવ્યા છે કે, સેમસંગ ટૂંક સમયમાં જ પોતાના ગેલેક્સી ફોન્સમાં મોટું ફેરફાર કરવા જઈ રહ્યું છે. સેમસંગ ટૂંકમાં જ બાર્સિંલોનામાં થનાર વાર્ષિક મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસથી પહેલા પોતાના Galaxy S9 અને Galaxy S9+ સ્માર્ટફોનને લોન્ચ કરવા જઈ રહી છે. મીડિયામાં આવેલી કેટલીક રિપોર્ટ અનુસાર, ભવિષ્યના ગેલેક્સી ફોન્સમાં ખુબ જ ફેરફાર જોવા મળી શકે છે. સમાચાર છે કે, વર્લ્ડ ઈન્ટેલેક્ચુએલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન (WIPO)એ હાલમાં જ સેમસંગને એક નવી પેટેન્ટ માટે લીલી ઝંડી આપી છે. અસલમાં સેમસંગે પોતાના ફોન્સમાં પૂરી રીતે બેજલ લેસ ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે, જ્યાર બાદ સેમસંગ ફોન્સની સ્ક્રિનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર લગાવવામાં આવશે.

જણાવી દઈએ કે, બેજલ ફોન બહારની ફ્રેમ હોય છે, જે ફોનને એક આકાર આપે છે. પરંતુ બેજલ-લેસ ફોનમાં માત્ર ડિસ્પલે હોય છે, જેનાથી ફોન આકર્ષક અને ટેકનોલોજી રૂપમાં ખુબ જ એડવાન્સ થઈ જશે. જ્યારે ફોનનું ડિસ્પ્લે પ્રેશર સેન્સિટિવ હશે, જેની મદદથી ફોન માત્ર એક ટચથી ઓપરેટ થઈ શકશે. જણાવી દઈએ કે, પ્રેશર સેન્સિટિવ ડિસ્પલે ટેકનોલોજી Appleના iPhone 6S અને ત્યાર બાદના ફોન્સમાં પણ આપવામાં આવી છે. Appleઆ ટેકનોલોજીને 3D ટચનું નામ આપ્યું છે. એપ્પલ ઉપરાંત Huaweuએ કેટલાક ફોન્સમાં પણ ટેકનોલોજી આપવામાં આવી છે.

જણાવી દઈએ કે, નેધરલેન્ડની એક વેબસાઈટ Lets Go Digitalએ સેમસંગની નવી પેમેન્ટના સમાચાર પ્રકાશિક કર્યા છે. ખબર અનુસાર સેમસંગ 1 ઓગસ્ટ, 2017ના દિવસે પેટેન્ટ માટે એપ્લાઈ કર્યું હતું, જેને 8 ફેબ્રુઆરી, 2018 Wipoએ પોતાની મંજૂરી આપી દીધી છે. વેબસાઈટની રિપોર્ટ અનુસાર, જ્યારે ફોનની સ્ક્રિન પર આપવામાં આવેલ હોમ બટનને પ્રેશ કરવામાં આવશે તો ફોન એક્ટિવેટ થઈ જશે. તે ઉપરાંત હોમ બટનને વધારે જોરથી દબાવવામાં આવશે તો ફોનની એપ્સ ખુલી જશે. માનવામાં આવી રહ્યું છે કે, બેજલ-લેસ ટેકનીક LCD, LED અને AMOLED ડિસ્પલે પર જ કામ કરશે. સેમસંગ વર્તમાન ફોન જેવા S8, S8+ અને Note 8માં Infinity Displayનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ ટેકનીકમાં ફોન્સના છેડાઓ પર Dual Curved છે, આમ ફોનના ચાર ખુણાઓ પર બેજલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આશા રાખવામાં આવી રહી છે કે, વર્ષ 2019 સુધી આવનાર સેમસંગ Galaxy S10 અને Galaxy Xમાં નવી બેજલ-લેસ ટેકનોલોજી જોવા મળશે.
First published: February 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर