Home /News /tech /Valentine Special Offer: વેલેન્ટાઇન ડે પર Samsungની મોટી ઓફર! સસ્તી થઈ ગઈ છે ગેલેક્સી Watch 4, જાણો વિગતે
Valentine Special Offer: વેલેન્ટાઇન ડે પર Samsungની મોટી ઓફર! સસ્તી થઈ ગઈ છે ગેલેક્સી Watch 4, જાણો વિગતે
સેમસંગે Galaxy Watch 4 પર ખાસ ઓફરની જાહેરાત કરી છે
Samsung Valentine Special Offer: સેમસંગ ગેલેક્સી ઓફર હેઠળ ગ્રાહક રૂ. 3,999ની કિંમતનો હાઇબ્રિડ લેધર બેન્ડ અને રૂ. 3,249નો Xtreme સ્પોર્ટ્સ બેન્ડ માત્ર રૂ. 999માં મેળવી શકે છે.
Samsung Valentine Special Offer: વેલેન્ટાઇન વીક (Valentine Week) શરુ થઈ ગયું છે, અને સેમસંગે આ અવસર પર અત્યંત ખાસ ઓફરની જાહેરાત કરી છે, જેથી તમે તમારા પાર્ટનરને સ્પેશ્યલ ફીલ કરાવી શકો છો. સેમસંગે Galaxy Watch 4 પર ઓફરની જાહેરાત કરી છે, જે ગયા વર્ષે રજૂ કરવામાં આવી હતી. સેમસંગ ગેલેક્સી ઓફર વિશે વાત કરીએ તો તેની ખરીદી પર ગ્રાહકો 9,429 રૂપિયા સુધીની બચત કરી શકે છે. ઓફર હેઠળ ગ્રાહક રૂ. 3,999ની કિંમતનો હાઇબ્રિડ લેધર બેન્ડ અને રૂ. 3,249નો Xtreme સ્પોર્ટ્સ બેન્ડ માત્ર રૂ. 999માં મેળવી શકે છે. નવી ઓફર હેઠળ કેટલીક બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર 3,000 રૂપિયાનું કેશબેક મળી રહ્યું છે.
આ સાથે Samsung smartwatch પર ગ્રાહક 12 મહિનાની નો કોસ્ટ EMI મેળવી શકે છે.
ગ્રાહક આ વેલેન્ટાઈન ડે ઓફરનો લાભ Samsung.com/In, Samsung Exclusive અને રિટેલ સ્ટોર્સ પરથી લઈ શકે છે. ગ્રાહકો આ ઓફરનો લાભ ફક્ત 28 ફેબ્રુઆરી 2022 સુધી મેળવી શકશે.
Samsung Galaxy Watch 4 બે મોડલ બ્લૂટૂથ અને LTE વર્ઝન સાથે આવે છે. તેના 40mm બ્લૂટૂથ વેરિઅન્ટની કિંમત 23,999 રૂપિયા છે, જ્યારે તેના LTE વેરિઅન્ટની કિંમત 28,999 રૂપિયા છે. આ વોચ પિંક, ગોલ્ડ, બ્લેક અને સિલ્વર કલર વેરિઅન્ટમાં આવે છે.
Galaxy Watch 4, 44mm બ્લૂટૂથ મોડલની કિંમત 26,999 રૂપિયા છે, જ્યારે તેના LTE મોડલની કિંમત 31,999 રૂપિયા છે. આ ઘડિયાળ બ્લેક, ગ્રીન અને સિલ્વર કલરમાં આવે છે.
તેના 40mm ડાયલમાં 1.19-ઇંચનું AMOLED ડિસ્પ્લે છે, જે 396×396 પિક્સેલ રિઝોલ્યુશન સાથે આવે છે. તો તેના 44mm મોડલમાં 1.36-ઇંચનું AMOLED સ્ક્રીન મળે છે, જે 450×450 પિક્સલ રિઝોલ્યુશન સાથે આવે છે. Galaxy Watch 4 સ્માર્ટવોચ એલ્યુમિનિયમ સાથે આવે છે.
તે Exynos W920 ચિપસેટ સાથે આવે છે, અને તેમાં 1.5GB RAM અને 16GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. સેમસંગની ગેલેક્સી વોચ 4 સિરીઝ snoring ડિટેક્શન, SpO2 ટ્રેકિંગ અને સ્લીપ સ્કોર ફીચર સપોર્ટ સાથે આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર