Samsungના નવા સ્માર્ટફોન M40ના ફીચર્સ લીક, ઓછી કિંમતમાં હશે ત્રણ કેમેરા

News18 Gujarati
Updated: May 4, 2019, 10:20 AM IST
Samsungના નવા સ્માર્ટફોન M40ના ફીચર્સ લીક, ઓછી કિંમતમાં હશે ત્રણ કેમેરા
File Photo: Galaxy M30

સેમસંગનો નવો સ્માર્ટફોન Galaxy M40 ટૂંક સમયમાં માર્કેટમાં આવી શકે છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સેમસંગનો નવો સ્માર્ટફોન Galaxy M40 ટૂંક સમયમાં માર્કેટમાં આવી શકે છે. આ ફોનને ગીકબેંઝ વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યું છે, જેનાથી અંદાજ લગાવાય છે કે આ ફોન ટૂંક સમયમાં જ લોન્ચ થઇ શકે છે. લિસ્ટિંગમાં આ ફોનના કેટલાક ફીચર્સ પણ સામે આવ્યા છે. આપેલી માહિતી પ્રમાણે, આ ફોનનો મોડલ નંબર SM-M405F હશે. તેમાં સ્નેપડ્રેગન 675 પ્રોસેસર, 6 જીબી રેમ આપવામાં આવશે. લીક થયેલી માહિતીનું માનીએ તો આ ફોન એન્ડ્રોઇડ Pie પર કામ કરશે. M40 સુપર એમોલેડ ડિસ્પ્લે સાથે રજૂ કરી શકાય છે. કેમેરાની વાત કરીએ તો આમાં Galaxy M30ની જેમ ટ્રીપલ રિયર કેમેરા સેટઅપ હોઇ શકે છે.

હાલમાં જ માહિતી મળી હતી કે આ ફોન 128 જીબી સ્ટોરેજ સાથે આવશે. માનવામાં આવી રહ્યું છે કે, Galaxy M40માં પાવર માટે 5,000 એમએએચની બેટરી આપવામાં આવશે. સેમસંગે આ પહેલાં આ સીરિઝના ત્રણ સ્માર્ટફોન Galaxy M10, M20 અને M30 લોન્ચ કર્યા છે. તો માનવામાં આવી રહ્યું છે કે આવનાર ફોન M40 પણ ઓછી કિંમતમાં લોન્ચ કરાશે. જોકે, ફોનને લઇને કોઇપણ ઓફિશિયલ માહિતી આપવામાં આવી નથી.

Samsung M20ના ફીચર્સ

ગેલેક્સી M20ની સૌથી ખાસ વાત તેની વોટરડ્રોપ નોચ Infinity-V ડિસ્પ્લે છે. ઉપરાંત તેમાં ડ્યુઅલ રિયર કેમેરા છે. Galaxy M20ને 3GB અને 4GB RAM વેરિએન્ટ અને 32GB તથા 64GB સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. કિંમતની વાત કરીએ તો 3GB+32GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 10,990 રૂપિયા અને 4GB+64GB વેરિએન્ટની કિંમત 12,990 રૂપિયા છે.

આ પણ વાંચો: 'ફાની' વાવાઝોડામાં ફસાયેલા લોકોને બચાવવા માટે મદદ કરશે આ એપ

Samsung M30ના ફીચર્સM30ની ખાસિયતની વાત કરીએ તો આમાં 6.38 ઇંચની ફુલ એચડી+ સુપર AMOLED ડિસ્પ્લે છે. જેની ડિઝાઇન ઇન્ફિનિટી યુ વાળી છે. આ ફોન વોટરડ્રોપ નોચ સાથે રજૂ કરાયો હતો. ઉપરાંત આમાં ઓક્ટા-કોર એક્સીનોસ 7904 પ્રોસેસર છે. જેની શરૂઆતી કિંમત 14,990 રૂપિયા છે, જેમાં 4GB રેમ અને 64GB સ્ટોરેજ છે. ઉપરાંત 6 GB રેમ અને 128 GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 17,990 રૂપિયા છે.

 
First published: May 4, 2019, 10:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading