બાળક Samsung Tabને ચાર્જિંગમાં મુકી સૂઇ ગયો અને અચાનક આગ લાગી..

News18 Gujarati
Updated: June 27, 2019, 2:02 PM IST
બાળક Samsung Tabને ચાર્જિંગમાં મુકી સૂઇ ગયો અને અચાનક આગ લાગી..
સૂઇ રહ્યું હતું 11 વર્ષનું બાળક, Samsung Tab સળગાવથી ખાખ થઇ પથારી

ચાર વર્ષ પહેલાં પરિવારે નવું ટેબલેટ ખરીદ્યું હતું અને તે મૂળ ચાર્જર સાથે ચાર્જ કરવા માટે લગાવ્યું હતુ.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ફોન ચાર્જિંગમાં રાખવાને કારણે આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. હવે ટેબલેટ ચાર્જિંગમાં રાખવાથી આગ લાગવાની ઘટના બની છે. ઈંગ્લેન્ડમાં11 વર્ષના બાળક સાથે આવું જ કંઈક બન્યું.  ઇંગ્લેન્ડના સ્ટાફર્ડોર્શરમાં 11 વર્ષીય એક છોકરો રાત્રે ટેબલેટને ચાર્જિંગમાં લગાવીને સૂઇ ગયો, ઉઠ્યા પછી, તેણે જોયું તો તેની પથારી રાત સુધીમાં બળી ગઇ હતી. એવું જાણવા મળ્યું કે પથારી સંપૂર્ણપણે બળી ગઈ છે, પરંતુ બાળકને કોઈ નુકસાન થયું નથી.

સ્ટાફોર્ડશાયર ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસના જણાવ્યા પ્રમાણે, તે એક નસીબ વાળો હતો, ટેબ્લેટનું ઓવરલોડિંગ અને પથારી સળગતી હોવા છતાં તેને થોડી પણ ઇજા થઇ નથી. જ્યારે છોકરો સવારમાં ઊઠ્યો ત્યારે જ તેને ખબર પડી કે તેનું સેમસંગ ડિવાઇસ સળગવાથી તેની પથારી બળી ચુકી છે. ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યા મુજબ સદભાગ્યે આગ પલંગથી વધારે ફેલાઇ નહીં અને માત્ર સળગતું રહ્યું, જેના કારણે મોટી દુર્ઘટના ટળી.

આ પણ વાંચો: 1 જુલાઇ બાદ આ સ્માર્ટફોન્સમાં ઉપયોગ નહીં કરી શકો WhatsApp!સ્ટાફોર્ડશર ફાયર અને રેસ્ક્યુ સર્વિસે જણાવ્યું હતું કે પરિવારજનોએ ચાર વર્ષ પહેલા જ બાળકને નવું ટેબ્લેટ લઇ દીધુ હતુ અને તેના મૂળ ચાર્જરથી જ તેને ચાર્જમાં લગાવવામાં આવ્યું હતુ, પરંતુ તે છેલ્લી રાત્રે 9 વાગ્યે વીજળીથી ગરમ થઇ ગયું અને પથારી પર આગ લાગી ગઇ કે ગાદલામાં છિદ્ર પડી ગયું અને સંપૂર્ણપણે નીચે સુધી રાખ થઇ ગયું.

ફાયર અને રેસ્ક્યુ સર્વિસ ડિપાર્ટમેન્ટે આ ઘટના બાદ લોકોને ચેતવણી આપી છે. છે કે ચાર્જિંગ પર તમારા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સને છોડશો નહીં. માહિતી અનુસાર બાળકનો પરિવાર આ ઘટનાથી આઘાતમાં છે.
First published: June 27, 2019, 12:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading