13 હજારથી વધુની છૂટ પર મળી રહ્યાં છે સેમસંગના સ્માર્ટફોન

13 હજારથી વધુની છૂટ પર મળી રહ્યાં છે સેમસંગના સ્માર્ટફોન

આ ફેસ્ટમાં ઘણી કંપનીઓના સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ્સ, કેશબેક અને એક્સચેન્જ ઓફર્સ આપવામાં આવી રહી છે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: એમેઝોન ફેબ ફોન્સ ફેસ્ટનો આજે છેલ્લો દિવસ છે. આ ફેસ્ટમાં ઘણી કંપનીઓના સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ્સ, કેશબેક અને એક્સચેન્જ ઓફર્સ આપવામાં આવી રહી છે. આ સેલમાં સેમસંગે પણ કેટલાક ફોન રજૂ કર્યા છે, જે સસ્તામાં ખરીદી શકાય છે. આ ફેસ્ટમાં સેમસંગ ગેલેક્સી એસ9, ગેલેક્સી એ9, ગેલેક્સી એ8 પ્લસ જેવા મોડલ્સ પર ઓફર્સ મળી રહી છે.

    સેમસંગ ગેલેક્સી એ8 પ્લસ આ ફેસ્ટમાં 23,990 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન જાન્યુઆરીમાં લોન્ચ કરાયો હતો, ત્યારે તેની કિંમત 32,990 રૂપિયા હતી. ગેલેક્સી એ8 પ્લસમાં 1।6GHz ઓક્ટા-કોર પ્રોસેસર છે. આમાં 4 જીબી રેમ છે. તે એન્ડ્રોઇડના 7.1.1 વર્ઝન પર કામ કરે છે. ત્યાં જ તેની બેટરી 3,500mAh છે.

    સેમસંગ ગેલેક્સી S9: સેમસંગ ગેલેક્સી એસ9 પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોનની કિંમત 62,500 રૂપિયા છે, જે ડિસ્કાઉન્ટ બાદ 48,900 રૂપિયામાં મળી રહ્યું છે. ફોનની ડિસ્પ્લે 5.8 ઇંચ ક્વાડ એચડી પ્લસ સુપર AMOLED છે. આ ફોન એચડી રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે.

    ગેલેક્સી A9: આ ઓફરમાં સેમસંગ ગેલેક્સી એ9 27,890 રૂપિયામાં ઉપલબ્ધ છે. જ્યારે તેની અસલ કિંમત 39,000 રૂપિયા છે. આ કિંમત 6 જીબી રેમ વેરિએન્ટની છે. ત્યાં જ, 8 જીબી વેરિએન્ટ મોડલ 30,790માં ઉપલબ્ધ છે. આ મોડલમાં 6.3 ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે છે. આનું 1080x2220નું હાઇ સ્ક્રીન રિઝોલ્યુશ છે. જેની પિક્સલ ડેન્સિટી 392 PPI છે.

    આ પણ વાંચો: નવા નામથી આવશે WhatsAppનું આ જરુરી ફિચર, યૂઝર્સને હતી રાહ

    ગેલેક્સી M20: ગેલેક્સી એમ20 (ઓસન બ્લુ, 3 પ્લસ 32 જીબી)ની અસલ કિંમત 11,290 છે, જે ડિસ્કાઉન્ટ બાદ 10,990માં મળી રહ્યો છે. આ ફોન એન્ડ્રોઇડના 8.1 ઓરિયો વર્ઝન પર કામ કરે છે. આમાં 6.3 ઇંચની ફુલ એચડીવાળી ઇનફિનિટી-વી ડિસ્પ્લે છે. આમાં Exynos 7904 SoC પ્રોસેસર છે. આ મોડલમાં 3 જીબી અને 4 જીબી રેમનો વિકલ્પ ઉપલબ્ધ છે.
    Published by:Azhar Patangwala
    First published: