Home /News /tech /Samsung સ્માર્ટફોનની કિંમતોમાં કરી રહ્યું છે સતત ઘટાડો, આ 5 સ્માર્ટફોન થયા સાવ સસ્તા

Samsung સ્માર્ટફોનની કિંમતોમાં કરી રહ્યું છે સતત ઘટાડો, આ 5 સ્માર્ટફોન થયા સાવ સસ્તા

સેમસંગે તેના સ્માર્ટફોન બનાવ્યા સસ્તા

સેમસંગ (Samsung) તેના સ્માર્ટફોન (Smartphones)ની કિંમતોમાં સતત ઘટાડો કરી રહ્યું છે. કંપનીએ હાલમાં જ ઘણા ફોન સસ્તા કર્યા છે, તો ચાલો તમને જણાવીએ કે તે કયા ફોન છે, જેની કિંમતોમાં ઘટાડો કરવા (cheap smartphone of samsung)માં આવ્યો છે.

વધુ જુઓ ...
તાજેતરમાં સેમસંગે (Samsung) તેના ઘણા સ્માર્ટફોન (Smartphones)ની કિંમતોમાં ઘટાડો કર્યો છે. આ કટ જોઈને એવું લાગી રહ્યું છે કે કંપની પોતાના સ્માર્ટફોનને સસ્તું બનાવવા માટે વ્યસ્ત છે. આવી સ્થિતિમાં, અમે તમને સેમસંગના તે બધા ફોન વિશે જણાવી રહ્યા છીએ જેની કિંમતોમાં ઘટાડો કરવા (price cut of samsung phone)માં આવ્યો છે. તો ચાલો તમને આ જબરદસ્ત ફોન વિશે જણાવીએ.

Samsung Galaxy A33 5G
સેમસંગે આ વર્ષે માર્ચમાં Galaxy A33 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. આ ફોન 6GB + 128GB અને 8GB + 128GB વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. બંને વેરિઅન્ટની કિંમત અનુક્રમે રૂ. 28,499 અને રૂ. 29,999 છે. કંપનીએ બંને વેરિઅન્ટની કિંમતમાં 3,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જે પછી 6GB અને 8GB વેરિઅન્ટને અનુક્રમે 25,499 રૂપિયા અને 26,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

સેમસંગ ગેલેક્સી M12
સેમસંગે તેના Galaxy M12 સ્માર્ટફોનની કિંમતમાં પણ ઘટાડો કર્યો છે. કંપનીએ ફોનને 4 જીબી રેમ અને 6 જીબી રેમ વેરિએન્ટમાં લોન્ચ કર્યો હતો. કંપનીએ આ હેન્ડસેટ પર 1 હજાર રૂપિયાનો કાપ મૂક્યો છે. જો કે, આ કપાત માત્ર 6 જીબી રેમવાળા વેરિઅન્ટ પર કરવામાં આવી છે.

સેમસંગ ગેલેક્સી M32
સેમસંગે Galaxy M32 પણ સસ્તું કર્યું છે. Samsung Galaxy M32 ના 4GB RAM + 64GB વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા હતી. કંપનીએ આના પર ત્રણ હજાર રૂપિયાની કપાત કરી છે. જેના કારણે આ ફોન હવે 12,999 રૂપિયાની ડિસ્કાઉન્ટ કિંમતે વેચવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: WhatsApp ચેટને રાખવા માંગો છો સુરક્ષિત, તો ચેટને લોક કરવાનો આ છે શ્રેષ્ઠ રસ્તો

સેમસંગ ગેલેક્સી F22
સેમસંગે તેના પરવડે તેવા Galaxy F22 સ્માર્ટફોનની કિંમતમાં પણ ઘટાડો કર્યો છે. Samsung Galaxy F22 બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે - 4GB+64GB અને 6GB+128GB, જેની કિંમત અનુક્રમે રૂ. 12,499 અને રૂ. 14,499 છે. કંપનીએ બંને વર્ઝનની કિંમતમાં 2,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ગ્રાહકો હવે 4GB વર્ઝન 10,499 રૂપિયામાં અને 6GB વર્ઝન 12,499 રૂપિયામાં ખરીદી શકે છે.

આ પણ વાંચો: OnePlus નો અત્યાર સુધીનો સૌથી સસ્તો સ્માર્ટફોન થયો લોન્ચ

Samsung Galaxy A22 5G
કંપનીએ ગયા વર્ષે ભારતમાં લોન્ચ થયેલા Galaxy A22 5G સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ સ્માર્ટફોન બે વેરિઅન્ટમાં આવે છે અને બંનેની કિંમતમાં 2,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સેમસંગ ફોનને બે વેરિઅન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો - 6GB + 128GB અને 8GB + 128GB, લૉન્ચના સમયથી અત્યાર સુધી આ ફોનની કિંમત અનુક્રમે 19,999 રૂપિયા અને 21,999 રૂપિયા હતી. પરંતુ હવે ગ્રાહકો 17,999 રૂપિયામાં 6GB વેરિઅન્ટ અને 19,999 રૂપિયામાં 8GB મોડલ ખરીદી શકે છે.
First published:

Tags: Gujarati tech news, Samsung

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો