Samsung લોન્ચ કરી શકે છે એવું ડિવાઇઝ જે અનેક ભાષામાં વાત કરી શકે છે

News18 Gujarati
Updated: December 27, 2019, 2:24 PM IST
Samsung લોન્ચ કરી શકે છે એવું ડિવાઇઝ જે અનેક ભાષામાં વાત કરી શકે છે
Neon

  • Share this:
દક્ષિણ કેરિયાના સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગે (Samsyung) પોતાના આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ આધારિત પ્રોડક્ટ આવનારા વર્ષે લૉસ વેગાસમાં થનારા ઇવેન્ટ CSE 2020માં લોન્ચ કરવાની છે. આ પ્રોડક્ટનું નામ નિયૉન (NEON) છે. જો કે કંપનીના હાલ પણ બિક્સબી નામથી ડિઝિટલ આસિસ્ટન્ટ લૉન્ચ કરી ચૂક્યું છે. પણ નિયોન દ્વારા તે આર્ટીફિશિયલ અસિસ્ટેંટની દુનિયામાં પોતાના પગ જમાવશે. ટીઝર મુજબ સેમસંગ નિયોન હ્યુમનોઇડ આર્ટીફિશિયલ ઇન્ટેલીજેન્સનું એડવાન્સ ફોર્મ છે જેની પાસે અનેક ભાષામાં વાત કરવાની ક્ષમતા હોઇ શકે છે.

AI બેસ્ડ આ પ્રોડક્ટને સેમસંગ ટેકનોલોજી અને એડવાન્સ રિસર્ચ લેબ્સે સાથે મળીને તૈયાર કર્યું છે. 2017માં કંપનીએ Bixby લોન્ચ કર્યું હતું. અને તેને સૈમસંગના સ્માર્ટફોનમાં વર્ચ્યુઅલ આસિસ્ટેંટ તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. હાલ જેટલી જાણકારી બહાર આવી છે તે મુજબ આ હ્યુમન ટચવાળો AI બેસ્ડ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ હશે જેમાં હિંદી સમેત અનેક લેંગવેઝનો સપોર્ટ મેળવી શકાશે.

STAR Labsના પ્રેસિડન્ટ અને સીઇઓ પ્રણવ મિસ્ત્રી જે ભારતીય મૂળના છે, તેમણે ટ્વિટ કરીને લખ્યું કે "શું તમે ક્યારેય Artificial NEONને મળ્યા છો?" દાવો કરવામાં આવે છે કે Neon હેઠળ યુઝર્સને હ્યૂમન લેવલ આર્ટીફિશયલ ઇન્ટેલિજેન્સનું એક્સ્પીરિયન્સ આપશે. તેને દેખતા ખબર પડે છે કે નિયોન એઆઇ આસિસ્ટેંટ માટે હ્યૂમન ઇન્ટરફેસની જેમ કામ કરશે. હ્યૂમન લેવલ આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સનો અર્થ એક તેવા આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સથી છે જે માણસની જેમ લગભગ તમામ વસ્તુઓ કરી શકે છે. જ્યાં એક તરફ એમેઝોન, એપલ અને ગૂગલ પોતાના શ્રેષ્ઠ એઆઇ આસિસ્ટેંટ ડેવલેપ કરી રહ્યા છે ત્યાં જ હવે સેમસંગ પણ આ ગ્રુપમાં સામેલ થવા જઇ રહ્યું છે. ત્યારે જોવાનું તે રહેશે કે શું સેમસંગ તેને ટક્કર આપી શકે છે.
First published: December 27, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading