ખૂબ ઓછી કિંમત અને દમદાર ફિચર્સ સાથે મળશે Galaxy M40

News18 Gujarati
Updated: May 30, 2019, 2:27 PM IST
ખૂબ ઓછી કિંમત અને દમદાર ફિચર્સ સાથે મળશે Galaxy M40
આપવામાં આવેલા ફોટોને જુઓ તો રિયર પેનલ પર ફિંગરપ્રિન્ટ સેન્સર અને બેક પેનલ પર સિંગ્નલ LED ફ્લેશ હશે.

આપવામાં આવેલા ફોટોને જુઓ તો રિયર પેનલ પર ફિંગરપ્રિન્ટ સેન્સર અને બેક પેનલ પર સિંગ્નલ LED ફ્લેશ હશે.

  • Share this:
સેમસંગે તેની એમ સીરીઝનો ચોથો સ્માર્ટફોન Galaxy M40ને લઇને ઓફિશિયલ ટીઝર જાહેર કર્યુ છે. કંપનીએ જણાવ્યું હતું કે આ ફોન 11 જૂનના રોજ ભારતમાં રજૂ કરવામાં આવશે. કંપનીએ તેની વેબસાઇટ અને એમેઝોન ઇન્ડિયા પર જાહેર કરવામાં આવેલા ટીઝર પર ગેલેક્સી M40 ની કેટલીક તસવીરો રજૂ કરી છે. જેના રિયરમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને પાછળની પેનલ પર સિંગલ પ્રોસેસર ફ્લેશ હાજર હશે.

Android પાઇ પર ચાલનારા આ ફોનમાં 128 જીબી સ્ટોરેજ સાથે સુપર AMOLED ડિસ્પ્લે અને પાવર માટે 5000mAh બેટરી હશે. સેમસંગ ઇ-કોમર્સ પાર્ટન એમેઝોને કન્ફર્મ કર્યુ કે કે ગેલેક્સી M40 તમને એમેઝોન પર મળશે. માહિતી અનુસાર, એમ 40 ને 20,000 રૂપિયામાં લોન્ચ કરી શકાય છે. જાણીએે અન્ય સીરીઝના ફિચર્સ વિશે.સેમસંગ એમ 20 ફિચર્સ

ગેલેક્સી એમ 20 વિશે વાતા કરીએ તો તેમા નોચ ઇન્ફિનીટી વી ડિસ્પ્લે છે. આ ઉપરાંત ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા છે. ગ્રાહક આ બજેટ સ્મા્ર્ટફોનમાં અનેક ફાયદો ઉઠાવી શકે છે. ગેલેક્સી એમ 20ને 3 જીબી અને 4 જીબી રેમ વેરિયન્ટ્સ અને 32 જીબી / 64 જીબી સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે, જે તમે 512 જીબી સુધી વધારી શકો છો. કિંમતની વાત કરીએ તો 3 જીબી + 32 જીબી સ્ટોરેજ સાથેનો ફોન રૂ. 10,990 અને 4 જીબી +64 જીબી વેરિયન્ટ 12,990 રૂપિયા છે.

સેમસંગ એમ 30 ફિચર્સ

આ ફોનમાં 6.38-ઇંચની પૂર્ણ-એચડી + સુપર એમોલેડ ડિસ્પ્લે છે, જે ઇન્ફિનિટી યુ સાથે છે. આ ઉપરાંત તેમાં ઓક્ટા કોર એક્સીનોઝ 7904 પ્રોસેસર છે. તેની કિંમત વિશે વાત કરીએ તો કંપનીએ તેની પ્રારંભિક કિંમત રૂ. 14,990 નક્કી કરી છે, જેમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ છે. આ ઉપરાંત તેના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ફોનની કિંમત 17,990 રૂપિયા છે.
First published: May 30, 2019, 2:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading