Home /News /tech /

Samsung galaxy M સિરીઝના સ્માર્ટફોન પર ખાસ ઓફર, jio users મેળવી શકશે લાભ

Samsung galaxy M સિરીઝના સ્માર્ટફોન પર ખાસ ઓફર, jio users મેળવી શકશે લાભ

ગેલેક્ઝી M સિરીઝ સ્માર્ટફોન્સ જિયોના યઝર્સ માટે ઉપલબ્ધ થશે. જિયો ડબલ ડેટા ઓફર જિયોના વપરાશકર્તાઓને ગેલેક્ઝી M સિરીઝ પર રૂ. 3,110 સુધીની બચત કરવાની તક પૂરી પાડે છે

ગેલેક્ઝી M સિરીઝ સ્માર્ટફોન્સ જિયોના યઝર્સ માટે ઉપલબ્ધ થશે. જિયો ડબલ ડેટા ઓફર જિયોના વપરાશકર્તાઓને ગેલેક્ઝી M સિરીઝ પર રૂ. 3,110 સુધીની બચત કરવાની તક પૂરી પાડે છે

    વધુ એક નવતર પહેલના ભાગરૂપે જિયોએ નવા લોન્ચ થયેલા સેમસંગ ગેલેક્ઝી M20 અને ગેલેક્ઝી M10 સ્માર્ટફોનની જિયોના વપરાશકર્તાઓ માટે એક્સક્લુઝિવ સેલની જાહેરાત કરીને તેના યુઝર્સ માટે અનોખી ડિજિટલ લાઇફ ઓફર રજૂ કરી છે. સાથે જ જિયોએ જિયોના સબસ્ક્રાઇબર્સ માટે એમ સિરીઝ ડિવાઇસ પર સ્પેશ્યલ ડબલ ડેટા ઓફરની પણ જાહેરાત કરી છે. આ એક્સક્લુઝિવ સેલ જિયોના વપરાશકર્તાઓને Samsung.com પરની વિન્ડો થકી લેટેસ્ટ એમ સિરીઝ ડિવાઇસ મેળવવા માટેની તક પૂરી પાડે છે. ગ્રાહકો ફક્ત Jio.com અને MyJio થકી જ આ સેલનો લાભ લઈ શકે છે. ગેલેક્ઝી એમ સિરીઝ પર જિયો ડબલ-ડેટાના લાભથી બચત તો થાય છે, સાથે-સાથે અનલિમિટેડ વીડિયો, મ્યુઝિક, ક્રિકેટ અને બીજી ઘણી બધી સેવાઓનો આનંદ માણવાની સ્વતંત્રતા પૂરી પાડે છે. જિયો-ગેલેક્ઝી એમ સિરીઝ ડિજિટલ લાઇફ ઓફર, બેજોડ ડિજિટલ લાઇફનો અનુભવ મેળવવા તરફ નજર દોડાવતા ટેક-સાવી યુવાનોની ઇચ્છાને અનુરૂપ છે.

    એક્સક્લુઝિવ સેલ
    1. જિયો વપરાશકર્તાઓ જિયો સબસ્ક્રાઇબર્ઝ માટેના 22મી ફેબ્રુઆરી, 2019ના રોજ બપોરે બાર વાગ્યાથી એક વાગ્યા સુધી યોજાનારા એક્સક્લુઝિવ સેલ થકી ગેલેક્ઝી એમ10 અને એમ20 સ્માર્ટફોન્સ ખરીદી શકે છે.

    2. સેલના દિવસે, જિયો સબસ્ક્રાઇબર્સે Jio.com અને MyJio એપ પર સેલ બેનર પર ક્લિક કરવાનું રહેશે. તેમના જિયો નંબરની ખરાઈ થયા બાદ તેઓ આ સેલમાં ભાગ લેવા માટે આગળ વધી શકે છે.

    3. નવા લોન્ચ થયેલા ગેલેક્ઝી M20 અને M10 સેલ દરમિયાન ઉપલબ્ધ હશે. ગેલેક્ઝી M20ના 4GB+64GB વેરિઅન્ટની કિંમત રૂ. 12,990 રહેશે, જ્યારે 3GB+32GB વેરિઅન્ટની કિંમત રૂ. 10,990 રહેશે. ગેલેક્ઝી M10ના 3GB+32GB વેરિઅન્ટ માટેની કિંમત રૂ. 8,990, જ્યારે 2GB+16GB વેરિઅન્ટ માટેની કિંમત રૂ. 7,990 રહેશે.

    ડબલ ડેટા ઓફર
    1. ડબલ ડેટા ઓફર રૂ. 3,110 સુધીની બચતની તક પૂરી પાડે છે.
    2. જે કોઈ પણ વ્યક્તિ પાંચમી ફેબ્રુઆરી, 2019ના રોજ કે તે પછી સેમસંગ ગેલેક્ઝી M20 કે M10ની ખરીદી કરશે અને તે જિયોની સેવાઓની એક્ટિવ પ્રિપેઇડ સબસ્ક્રાઇબર હશે, તે આ ઓફર માટે યોગ્ય ગણાશે.
    3. ઓફરનો લાભ લેવા માટે, ગેલેક્ઝી M સિરીઝના વપરાશકર્તાએ પાંચમી ફેબ્રુઆરી, 2019ના રોજ કે તે પછી રૂ. 198 કે રૂ. 299ના પ્રિપેઇડ પ્લાનનું રિચાર્જ કરાવવાનું રહેશે.
    4. આ ઓફર પાંચમી ફેબ્રુઆરી, 2019થી લઈને પાંચમી મે, 2019 સુધી ઉપલબ્ધ છે.
    5. પાત્રતા ધરાવતા વપરાશકર્તાઓને 10 ડબલ ડેટા વાઉચર્સના સ્વરૂપમાં ડબલ ડેટા આપવામાં આવશે, જે પાંચમી ફેબ્રુઆરી, 2019 અને 30મી જૂન, 2020ની વચ્ચે મેળવી શકાશે.
    6. વપરાશકર્તા આ સમયગાળાની અંદર મહત્તમ 10 રિચાર્જ માટે પ્રત્યેક રિચાર્જદીઠ એક ડબલ ડેટા વાઉચર મેળવવાને પાત્ર રહેશે.
    7. આ ઓફર M સિરીઝ ડિવાઇસનાં તમામ ભારતીય વર્ઝન પર લાગુ છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Smart phone, ગેલેક્સી, ટેક ન્યૂઝ, મોબાઇલ

    આગામી સમાચાર