Samsung M10, M20નો બીજો સેલ 12 ફેબ્રુઆરીએ, આ રીતે બચાવો રૂ. 3,110

News18 Gujarati
Updated: February 11, 2019, 11:29 AM IST
Samsung M10, M20નો બીજો સેલ 12 ફેબ્રુઆરીએ, આ રીતે બચાવો રૂ. 3,110
સેમસંગના આ બંને ફોનને જીયોની ઑફર સાથે સેલમાંથી ખરીદી શકાશે.

એમેઝોન પર થનારા સેલમાં આ બંને ફોન પર ઑફર્સ આપવામાં આવી રહી છે. જાણો કેવી રીતે ફાયદો મળી શકશે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: સેમસંગ દ્વારા તાજેતરમાંજ Galaxy M seriesના બે સ્માર્ટફોન Samsung M10, M20 લૉન્ચ કર્યા છે. આ બંને ફોનનો બીજો સેલ 12મી ફેબ્રુઆરી થશે.આ બંને ફોની વિશેષતા એ છે કે તેનું ડિસપ્લે વૉટરડ્રૉપ નૉચ Infinity-v ડિસપ્લે છે. તેના ઉપરાંત ફોનમાં ડ્યુઅલ રેર કેમેરાં છે. તમે આ ફોનને એમેઝોના સેલમાં ખરીદી શકો છો, જ્યાં તમને આ બંને ફોન પર ડિસ્કાઉન્ટ મળી શકશે.

ઑફર
રિલાયન્સ જીયોએ સેમસંગના ગેલેક્સી એમ સિરિઝના આ બંને ફોન પર વિશેષ ઑફર લૉન્ચ કરી છે. આ ઑફર અંતર્ગત જીયો સબ્સક્રાઇબર ગેલેક્સી એમ 10 અથવા એમ 20 સ્માર્ટફોન ખરીદશે તો તેમને દરેક રિચાર્જ પર ડબલ ડેટા મળશે. સૌથી વધારે 10 રિચાર્જ કર્યા પછી મળશે, જેમાં ગ્રાહકોને કુલ રૂપિયા 3,110નો ફાયદો મળશે. આ ઑફર રૂપિયા 198 અને રૂપિયા 299ના પ્રીપેઇડ પ્લાન પર લાગુ થશે.

ગેલેક્સી એમ 10નું સ્પેસિફિકેશન અને કિંમત
આ ફોનમાં 6.2 ઇંચનું HD+Infinity-v ડિસપ્લે અને ઑક્ટાકોર ઑક્સિજન 7870 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં ડ્યુઅલ રેર કેમેરાં છે જેનો એક કેમેર 13 મેગાપિક્સલ અને બીજો કેમેરાં 5 મેગાપિક્સલનો છે. જ્યારે ફ્રન્ટમાં તમને 5 મેગાપિક્સલનો કેમેરાં મળશે. પાવર માટે આ ફોનમાં 3400 mAhની બેટરી આપવામાં આવી છે.

ગેલેક્સી એમ 10 2જીબી અને 3જીબી રેમ વેરિએન્ટ અને 16જીબી અને 32 જીબી સ્ટોરેજ સાથે લૉન્ચ કરાશે, જેને તમે 512જીબી એક્સપાન્ડ કરી શકશો. ફોનની કિંમત 2જીબી+16જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 7,990 રૂપિયા અને 3જીબી+32જીબી રેમ વેરિએન્ટની કિંમત રૂપિયા 8,990 છે.ગેલેક્સી એમ 20 કિંમત અને સ્પેસિફિકેશન
આ ફોનમાં 6.3 ઇંચનું HD+Infinity-v ડિસપ્લે અને ઑક્ટાકોર ઑક્સિજન 7904 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં ડ્યુઅલ રેર કેમેરાં છે. જેનો એક કેમેર 13 મેગાપિક્સલ અને બીજો કેમેરાં 5 મેગાપિક્સલનો છે. જ્યારે ફ્રન્ટમાં તમને 8 મેગાપિક્સલનો સેલ્ફિ કેમેરાં મળશે. પાવર માટે આ ફોનમાં 5,000 mAhની બેટરી આપવામાં આવી છે. સાથે ચાર્જિંગ માટે 15 વૉટનું ફાસ્ટ ચાર્જર મળશે.

ગેલેક્સી એમ 20 3જીબી અને 4જીબી રેમ વેરિએન્ટ અને 32જીબી અને 64 જીબી સ્ટોરેજ સાથે લૉન્ચ કરાશે, જેને તમે 512જીબી રેમ સુધી એક્સપાન્ડ કરી શકશો. ફોનની કિંમત 3જીબી+32જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 10,990 રૂપિયા અને 4જીબી+64જીબી રેમ વેરિએન્ટની કિંમત રૂપિયા 12,990 રૂપિયા છે.
First published: February 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading