સેમસંગે ભારતમાં વાયરલેસ ચાર્જર લોન્ચ કર્યું છે. વાયરલેસ ચાર્જર ઉપરાંત કંપનીએ વાયરલેસ પાવર બેન્ક પણ લોન્ચ કરી છે. આ વાયરલેસ પાવર બેંક 10,000 એમએએચની છે. વાયરલેસ ચાર્જર વિશે વાત કરીએ તો આ ડ્યૂઓ પૅડ છે અને તેનો ઉપયોગ કરીને તમે એકસાથે વિવિધ ઉપકરણોને ચાર્જ કરી શકો છો.
સેમસંગના ચાર્જર્સ Qi સર્ટિફાઇડ છે, જેનો અર્થ એ છે કે મોટાભાગના વાયરલેસ ચાર્જિંગ સપોર્ટવાળા સ્માર્ટફોન આનાથી ચાર્જ કરી શકાય છે. ઉદાહરણ તરીકે તમે Wireless Charger Duo પૅડ પર ગેલેક્સી એસ 10 સાથે આઇફોન એક્સ રાખીને ચાર્જ કરી શકો છો. બંને સ્માર્ટફોન એક સાથે ચાર્જ થઇ શકશે.
કિંમતની વાત કરીએ તો 10,000 એમએએચની પાવર બેંકની કિંમત 3,699 રૂપિયા રાખવામાં આવી છે. આ વાયરલેસ પાવર બેંક સિલ્વરટચ અને પિંક કલર વેરિએન્ટ્સમાં ઉપલબ્ધ થશે. વાયરલેસ ચાર્જર ડ્યૂઓ પૅડની કિંમત રૂ. 5,999 છે અને તે બ્લેક અને વ્હાઈટ કલર વેરિએન્ટ્સમાં ઉપલબ્ધ હશે.
તમે એમેઝોન અને ફ્લિપકાર્ટથી ટૂંક સમયમાં આ બંને સેમસંગ ચાર્જર્સને ખરીદી શકો છો. આ ઉપરાંત સેમસંગની ઇ-શોપ અને સેમસંગ ઓપેરા હાઉસથી ખરીદી શકાય છે. ખાસ વસ્તુ એ છે કે આ ચાર્જર એડપ્ટીવ ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ કરે છે એટલે કે તમે ફોનને ઝડપથી ચાર્જ કરી શકશો. વાયરલેસ ચાર્જિંગ પણ ફાસ્ટ હોવું એ તમારા માટે સારું છે.
આ વાયરલેસ ચાર્જર સાથે, તમે ગેલેક્સી નોટ સીરીઝ અને ગેલેક્સી એસ સીરીઝ સહિત Galaxy Bud, Galaxy Watch અને Qi સર્ટિફાઇડ ડિવાઇસ ચાર્જ કરી શકો છો. Wireless Charger Duaમાં ફાસ્ટ ચાર્જિંગ 2.0 નો સપોર્ટ છે. કંપનીએ દાવો કર્યો છે કે Galaxy S10 ને જુના ચાર્જરના મુકાબલામાં 30 મિનિટની અંદર ચાર્જ કરી શકાય છે.
સેમસંગ મોબાઇલ બિઝનેશના ઇન્ડિયા ડિરેક્ટર આદિત્ય બબ્બરે જણાવ્યું હતું કે, "નવા વાયરલેસ ચાર્જિંગ ડિવાઇસમાં બેસ્ટ ઇન ક્લાસ ટેક્નોલૉજીઅને શ્રેષ્ઠ ડિઝાઇન આપવામાં આવી છે. ચાર્જિંગ પેડ એટલું મોટું છે કે તમે એકસાથે બે ઉપકરણોને ચાર્જ કરી શકાય છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર