ભારતમાં પહેલી વખત આવ્યું 12 કરોડનું ટીવી, જાણો શું છે ખાસિયત

News18 Gujarati
Updated: December 6, 2019, 10:21 AM IST
ભારતમાં પહેલી વખત આવ્યું 12 કરોડનું ટીવી, જાણો શું છે ખાસિયત
The Wall

સેમસંગ(Samsung) એ બજારમાં સૌથી મોંઘા ટીવી લૉન્ચ કર્યા. સેમસંગે માઇક્રો એલઇડી ડિસ્પ્લે ધ વૉલ (The Wall)ની લાંબી શ્રેણી રજૂ કરી છે. વૉલ સિરીઝ હેઠળ કંપનીએ ત્રણ સ્ક્રીન સાઇઝ અને રેશિયો સાઇઝ ટીવી શરૂ કર્યા છે.

  • Share this:
સેમસંગ(Samsung) એ બજારમાં સૌથી મોંઘા ટીવી લૉન્ચ કર્યા. સેમસંગે માઇક્રો એલઇડી ડિસ્પ્લે ધ વૉલ (The Wallની) લાંબી શ્રેણી રજૂ કરી છે. વૉલ સિરીઝ હેઠળ કંપનીએ ત્રણ સ્ક્રીન સાઇઝ અને રેશિયો સાઇઝ ટીવી શરૂ કર્યા છે. શ્રેણીનું પ્રથમ ટીવી 146 ઇંચ (370.8 સે.મી.) છે, જે 4 કે હાઇ ડેફિનેશન હશે. અન્ય ટીવી 6K હાઇ ડેફિનેશન સાથે 219 ઇંચ (556 સે.મી.) હશે. ત્રીજી ટીવી 292 ઇંચ 8 કે હાઇ ડેફિનેશન હશે. વૉલ સિરીઝ ટીવી 0.8 પિક્સેલ પિચ ટેકનોલોજી સાથે આવે છે.

આ ટીવીની લાક્ષણિકતાઓ

>> ડિસ્પ્લે ડેપ્થ 30 મીમીથી ઓછી છે. આ તમામ ટીવી એઆઇ પિક્ચર ઇન્હેસમેન્ટ, હાઇ બ્રાઇટનેસ અને ઉચ્ચ કન્ટ્રકસન સાથે આવે છે.

>> વૉલ માઇક્રોલેડ ડિસ્પ્લે એઆઈ, અપસ્કલિંગ ક્વોન્ટમ એચડીઆર ટેકનીક સાથે આવે છે. જેનું મહત્તમ બ્રાઇટેસ 2000 નીટ્સ અને 120 હર્ટ્ઝ વીડિયો રેટ છે,
>> વૉલ સિરીઝ ટીવીની કિંમત 3.5 કરોડથી લઇને 12 કરોડ રૂપિયા છે. તેમનું વેચાણ આજથી એટલે કે 5 ડિસેમ્બરથી શરૂ થયું છે.

કંપનીનો લક્ષ્યાંક મિલેનિયલ બિલેનિયલ પર હશે

સેમસંગના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અનુસાર વર્ષ 2020 માટે 25 થી 30 યુનિટ વેચવાનું લક્ષ્ય રાખ્યું છે. આવતા વર્ષે 2021 માં લક્ષ્યાંક 100 એકમો છે. આ રીતે કંપનીએ વર્ષ 2022 સુધીમાં 200 યુનિટનું કુલ વેચાણ લક્ષ્યાંક નક્કી કર્યું છે. પુનીત કહે છે કે દેશમાં લગભગ 140 જેટલી બિલેનિયલ છે, જ્યારે 950 મલ્ટિ-બિલેનિયલ છે. આવી સ્થિતિમાં મિલેનિયલના બિલેનિયેલનું લક્ષ્ય નક્કી કરવામાં આવશે.
First published: December 6, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading