મુંબઈઃ અત્યાર સુધી આપણે સ્માર્ટફોન્સમાં 48 મેગાપિક્સલ, 64 મેગાપિક્સલ અને 108 મેગાપિક્સલ જેવા હાઇ ટેક કેમેરા જોયા છે, પરંતુ હવે ટેક દિગ્ગજ કંપની સેમસંગ (Samsung) 600 મેગાપિક્સલ કેમેરા સેન્સર પર કામ કરી રહી છે. આ વાતનો દાવો ટિપ્સટરે ટ્વીટરના માધ્યમથી કર્યો. IceUniverseએ પોતાના ટ્વીટમાં લખ્યું કે સાઉથ કોરિયન ટેક્નોલોજી કંપની 600MP સેન્સર પર કામ કરી રહી છે. તેની સાથે જ ટિપ્સટરે ફોટો પણ શૅર કર્યો છે, જે કોઈ પ્રેઝન્ટેશનનો હિસ્સો કે પછી કોઈ કંપનીનું ડોક્યૂમેન્ટ લાગી રહ્યું છે.
તેમાં જણાવવામાં આવ્યું છે કે સેમસંગ 600 મેગાપિક્સલ સેન્સર (isocell 600MP) પર કામ કરી રહી છે, કારણ કે 4K અને 8K વીડિયો રેકોર્ડિંગનો ટ્રેન્ડ પોપ્યૂલર થવાનો છે. મોટા કેમેરા સેન્સરથી વીડિયોને ઝૂમ કર્યા બાદ પણ ક્વોલિટી ખરાબ નથી થતી અને એવામાં 4K અને 8K રેકોર્ડિંગ કરાય છે, જેથી વીડીયો ક્વોલિટી સારી જ રહે છે.
600 મેગાપિક્સલ કેમેરા સ્માર્ટફોન પર વધુ જગ્યા રોકશે. ટ્વીટની સાથે આપવામાં આવેલા ફોટો મુજબ Isocell કેમેરા બમ્પ જેવી મુશ્કેલી ઠીક થઈ જશે. હાલના સમયમાં જો કંપનીએ તેની પર કામ શરુ પણ કરી દીધું છે તો હાલ સેન્સરના સેમસંગ સ્માર્ટફોનમાં આવવામાં થોડો સમય લાગી શકે છે.
સેમસંગ આગામી વર્ષે 2021થી પોતાના પ્રીમિયમ ફોન ગેલેક્સી નોટને બંધ કરી શકે છે. આ વાતની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે અને હાલમાં સામે આવેલા રિપોર્ટમાં આ વાતનો ખુલાસો પણ થયો છે કે કંપનીની Galaxy Note સીરીઝને બંધ કરવાનું શું કારણ છે. રિપોર્ટ્સ મુજબ કોરોના વાયરસ મહામારીના કારણે હાઇ એન્ડ સ્માર્ટફોનની માંગ મોટા પ્રમાણમાં ઘટી હોવાના કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે. જોકે કંપનીએ તેને લઈને કોઈ ઓફિશિયલ જાણકારી નથી આપી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર