નોકરી મેળવવાનો મોકો! Samsung ભારતમાં કરશે 2500 કરોડનું રોકાણ

Samsung ભારતમાં કરશે 2500 કરોડનું રોકાણ

સેમસંગ ભારતને પોતાના ગ્લોબલ બિઝનેસ માટે કમ્પોનન્ટ સપ્લાયનું કેન્દ્ર બનાવવા જઇ રહ્યું છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: સેમસંગ ભારતને પોતાના ગ્લોબલ બિઝનેસ માટે કમ્પોનન્ટ સપ્લાયનું કેન્દ્ર બનાવવા જઇ રહ્યું છે. આ કામને શરૂ કરવા માટે કંપની ભારતમાં 2,500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. સેમસંગ ગ્લોબલે ભારતમાં બે નવા કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ ખોલ્યા છે. સેમસંગ ડિસ્પ્લે કંપની અને સેમસંગ એસડીઆઇ ઇન્ડિયા. તે મોબાઇલ ફોન ડિસ્પ્લે અને બેટરીનું પ્રોડક્શન કરશે. સેમસંગની વેન્ચર કેપિટલ યુનિટ, સેમસંગ વેન્ચર ઇનવેસ્ટમેન્ટ કોર્પે પણ ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર અથવા સોફ્ટવેર સ્ટાર્ટઅપના ફન્ડિંગ માટે કામકાજ શરૂ કર્યું છે. ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ વધારવાને લીધે આ સ્પષ્ટ છે કે ભારતીયો માટે નોકરીની તકો ઊભી થશે.

  કમ્પોનન્ટ કંપનીઓ તરફથી સેમસંગ ઇન્ડિયા અને તે સ્માર્ટફોન વેન્ડર્સને પાર્ટ્સ વેચવામાં આવશે, જે અત્યારે તેના વિદેશી યુનિટ પાસેથી ખરીદે છે. સેમસંગને કમ્પોનન્ટ બિઝનેસથી ઘણી આશા છે. કેમ કે, ભારત સરકાર મેક ઇન ઇન્ડિયા પર જોર આપી રહી છે. આ હેઠળ વિદેશથી આવનારા મોબાઇલ ફોન કમ્પોનન્ટ પર આયાત વેરો વધારાઇ રહ્યો છે. કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાં પણ સરકાર લોકલ પ્રોડક્શનને વધારવા માટે આ જ કરી રહી છે.

  સેમસંગ ડિસ્પ્લે તો ઉત્તર પ્રદેશ સરકાર સાથે 1500 કરોડ રૂપિયાના પ્લાન્ટ માટે સમજૂતી પર સહી પણ કરી ચૂક્યું છે. મોબાઇલ ફોન ડિસ્પ્લે બનાવનાર આ પ્લાન્ટ આવતાં વર્ષે એપ્રિલ સુધી શરૂ થઇ જશે. એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું કે, આ પ્લાન્ટ નોઇડામાં બનશે.

  આ પણ વાંચો: શું છે WhatsApp Business એપ? આવી રીતે કરો ઉપયોગ

  સંમસંગ એસડીઆઇ ઇન્ડિયા પણ ભારતમાં લિથિયમ આયન બેટરી પ્લાન્ટ લગાવવા જઇ રહ્યું છે. સેમસંગે ગયા મહિને જ આ કંપનીની રચના કરી છે. એક્ઝિક્યુટિવ્સે કહ્યું કે, સેમસંગ એસડીઆઇની યોજના ભારતમાં 900-1000 કરોડ રૂપિયાના રોકાણની છે. ચૂંટણી બાદ કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરી કંપની પોતાની યોજનાને અંતિમ રૂપ આપશે.

  સેમસંગે ગયા વર્ષે જ ભારતમાં દુનિયાના સૌથી મોટા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. આનું નિર્માણ આવતાં વર્ષ સુધી પૂરું થઇ જશે. આ પ્લાન્ટ પાછળ કુલ 4,915 કરોડ રૂપિયાના ખર્ચનો અનુમાન છે.
  Published by:Azhar Patangwala
  First published: