Home /News /tech /ભારતમાં સેમસંગ Galaxy Watch 4ની સીરિઝ કરાઈ લોન્ચ, જાણો તેની કિંમત

ભારતમાં સેમસંગ Galaxy Watch 4ની સીરિઝ કરાઈ લોન્ચ, જાણો તેની કિંમત

Galaxy Watch 4 અને Galaxy Buds 2

સેમસંગના ન્યુ વેઅરેબલ લાઈનઅપમાં બે મોડેલ શામેલ છે- સેમસંગ ગેલેક્સી વોચ 4 અને સેમસંગ ગેલેક્સી વોચ 4 ક્લાસિક. ગેલેક્સી વોચ 4 એલ્યુમિનિયમ બિલ્ડ છે,

ભારતમાં સેમસંગ ગેલેક્સી વોચ 4ની સીરિઝ (Samsung Galaxy Watch 4 series) અને સેમસંગ ગેલેક્સી બડ્સ 2 (Samsung Galaxy Buds 2) લોન્ચ થઇ ગયા છે. ઓગસ્ટની શરૂઆતમાં ગેલેક્સી અનપેક્ડ 2021 ઈવેન્ટમાં આ ડિવાઈસને લોન્ચ કરાયા હતા. સેમસંગના ન્યુ વેઅરેબલ લાઈનઅપમાં બે મોડેલ શામેલ છે- સેમસંગ ગેલેક્સી વોચ 4 અને સેમસંગ ગેલેક્સી વોચ 4 ક્લાસિક. ગેલેક્સી વોચ 4 એલ્યુમિનિયમ બિલ્ડ છે, જેમાં 40mm અને 44mm સાઈઝના વેરિએન્ટ ઉપલબ્ધ છે. જ્યારે સેમસંગ ગેલેક્સી વોચ 4 ક્લાસિકમાં 42mm અને 46mm સાઈઝના વેરિએન્ટ ઉપલબ્ધ છે. Galaxy Buds 2માં એક્ટીવ નોઈસ કેન્સલેશન (ANC) અને તેની અગાઉ કરતા અપગ્રેડેડ ડિઝાઈન આપવામાં આવી છે.

40mm ડાયલ સાઈઝની સેમસંગ ગેલેક્સી વોચ 4 (બ્લૂ ટૂથ મોડેલ)ની કિંમત રૂ. 23,999 છે. તો 44mm ડાયલ સાઈઝની સેમસંગ ગેલેક્સી વોચ 4ની કિંમત રૂ. 26,999 છે. LTE 40mm મોડેલની કિંમત રૂ. 28,999 છે અને 44mm વેરિએન્ટની કિંમત રૂ. 31,999 છે. Samsung Galaxy Watch 4 (40mm) બ્લેક, પિંક, ગોલ્ડ અને સિલ્વર કલરમાં ઉપલબ્ધ હશે. Samsung Galaxy Watch 4 (44mm) બ્લેક, ગ્રીન અને સિલ્વર કલરમાં ઉપલબ્ધ હશે.

આ પણ વાંચો-SpO2 મોનિટર સાથે Mi Band 6 અને Mi Tv 5X ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

સેમસંગ ગેલેક્સી વોચ 4 ક્લાસિક 42mmના મોડેલ (બ્લૂટૂથ મોડેલ)ની કિંમત રૂ. 31,999 છે. 46mm વેરિએન્ટની કિંમત રૂ. 34,999 છે. LTE modelની શરૂઆત રૂ. 36,999થી થાય છે અને 46mm મોડેલની કિંમત રૂ. 39,999 છે. ગેલેક્સી વોચ 4 ક્લાસિક બ્લેક અને સિલ્વર કલરમાં ઉપલબ્ધ હશે.

ભારતમાં સેમસંગ ગેલેક્સી બડ્સ 2ની કિંમત રૂ. 11,999 છે. આ બડ્સ ગ્રેફાઈટ, લવન્ડર, ઓલિવ ગ્રીન અને વ્હાઈટ કલરમાં ઉપલબ્ધ હશે. ગેલેક્સી વોચ 4 ક્લાસિક, ગેલેક્સી વોચ 4 અને ગેલેક્સી બડ્સ 2નું પ્રિ-બુકિંગ 30 ઓગસ્ટથી શરૂ થશે અને 10 સપ્ટેમ્બરથી તેનું વેચાણ શરૂ થશે. આ સ્માર્ટ ડિવાઈસ Samsung.com અને ઓફલાઈન રિટેઈલ સ્ટોર પરથી ખરીદી શકાશે.

સેમસંગ ગેલેક્સી વોચ 4 સીરિઝ પર પ્રિ-બુકિંગ ઓફર પર રૂ. 6,000ના વાઉચર્સ ઉપલબ્ધ છે. સાથે જ કેટલીક બેન્કો તરફથી રૂ. 3,000ના કેશબેકની ઓફર આપવામાં આવી રહી છે. તો બીજી તરફ Galaxy Buds 2ના પ્રિ બુકિંગ પર ગ્રાહકોને રૂ. 3,000ના ઈ-વાઉચર્સ અને કેટલીક બેન્કો તરફથી રૂ. 1,200નું કેશબેક પણ મળશે.

આ પણ વાંચો-Realme GT માસ્ટર એડિશનનો આજે સેલ, બપોરે 12 વાગ્યાથી Flipkartમાં શરૂ થશે સેલ

સેમસંગ ગેલેક્સી વોચ 4, સેમસંગ ગેલેક્સી વોચ 4 ક્લાસિકના ફીચર્સ

સેમસંગ ગેલેક્સી વોચ 4 અને સેમસંગ ગેલેક્સી વોચ 4 One UI વોચ પર ચાલે છે. સેમસંગે સ્માર્ટવોચ માટે વીઅરેબલ ફોક્સ્ડ Exynos W920 SoCનો ઉપયોગ કર્યો છે, જે 1.5GB રેમ સાથે પેર કરવામાં આવ્યો છે. આ ડિવાઈસમાં 16GBના ઓનબોર્ડ સ્ટોરેજનું ફીચર આપવામાં આવ્યું છે.

Galaxy Watch 4 (40mm) અને Galaxy Watch 4 Classic (42mm)માં 396x396 પિક્સલ રિઝોલ્યુશન અને 1.2 ઈંચની AMOLED ડિસપ્લે સાથે આવે છે. જયારે Galaxy Watch 4 (44mm) અને Galaxy Watch 4 Classic (46mm)માં 450x450 રિઝોલ્યુશન અને 1.4 ઈંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ બંને ડિસ્પ્લે પર ગોરિલા ગ્લાસ DXનું પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો-આ સ્માર્ટફોન્સમાં મળશે શાનદાર બેટરી પાવર, કિંમત પણ છે 15 હજાર રૂપિયાથી ઓછી

ગેલેક્સી વોચ 4 (40mm) અને ગેલેક્સી વોચ 4 ક્લાસિક (42mm)માં 247mAh બેટરી આપવામાં આવી છે. ગેલેક્સી વોચ 4 (44mm) અને ગેલેક્સી વોચ 4 ક્લાસિક (46mm)માં 361mAh બેટરી આપવામાં આવી છે. સેમસંગ ગેલેક્સી વોચ 4 અને ગેલેક્સી વોચ 4 ક્લાસિકમાં હાર્ટ રેટ મોનિટરીંગ, બ્લડ ઓક્સિજન સેચ્યુરેશન (SpO2) ટ્રેકિંગ અને સ્લિપ એનાલિસીસનું ફીચર પણ આપવામાં આવ્યું છે. આ વોચમાં ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ECG) સપોર્ટનું ફીચર પણ આપવામાં આવ્યું છે. આ સ્મોર્ટવોચમાં કોલ ડિટેક્શન, મેન્સ્ટ્રુઅલ એનેલિસિસ અને વોટર રેસિસ્ટેન્ટ IP68 બિલ્ડ જેવા સ્પેશિયલ ફીચર આપવામાં આવ્યા છે. આ કનેક્ટિવિટી ઓપ્શનમાં 4G LTE (ઓપ્શનલ), ડ્યુઅલ બેન્ડ વાઈ ફાઈ, બ્લુટૂથ v5, GPS/ Glonass/ Beidou/ Galileo, and NFC ફીચર આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Amazon પરથી ખરીદી પડી શકે છે મોંઘી, મોબાઇલ યૂઝર્સ માટે 7 દિવસમાં બદલાશે 5 નિયમ, થશે આ અસર

ગેલેક્સી વોચ 4 અને ગેલેક્સી વોચ 4 ક્લાસિક Android 6.0 પર ચાલતા ડિવાઈસ સાથે કામ કરશે અને તેમાં 1.5GBથી અધિક RAM હશે. આ સ્માર્ટવોચમાં સેમસંગ પે, Google Pay સર્વિસ, કોલિંગના નોટિફિકેશન, SMS અને ઈમેઈલના નોટિફિકેશન પણ આવશે.

સેમસંગ ગેલેક્સી બડ્સ 2ના ફીચર

સેમસંગ ગેલેક્સી બડ્સ 2માં ચાર્જિંગ કેસ સાથે 29 કલાક સુધી બેટરી ચાલે છે. Earbuds એકવાર ચાર્જ કરવાથી તે 7.5 કલાક સુધી ચાલે છે. ANCનો ઉપયોગ કરતી વખતે બેટરી 20 કલાક (ચાર્જિંગ કેસ સાથે) સુધી ચાલશે. ગેલેક્સી બડ્સ 2ના બંને ઈયરપીસમાં 61mAh બેટરી છે અને ચાર્જિંગ કેસમાં 472mAh બેટરી આપવામાં આવી છે. ઈયરબર્ડસને માત્ર 5 મિનિટ ચાર્જ કરવાથી, તમે એક કલાક સુધી ઈયરબડ્સ વાપરી શકો છો. ઉપરાંત તેમાં Qi વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે.

ગેલેક્સી બડ્સ 2 ના સેન્સરમાં એક્સેલેરોમીટર, જાયરોસ્કોપ, પ્રોક્સિમિટી સેન્સર, હોલ સેન્સર, ટચ સેન્સર અને વોઈસ પિકઅપ યુનિટ (VPU) શામેલ છે. Samsung Galaxy Buds 2 સ્પ્લેશ અને વોટર રેસિસ્ટેન્સ માટે IPX7 સર્ટીફિકેશન સાથે આવે છે. જેમાં ટુ-વે ડ્રાઈવર કન્ફિગ્યુરેશન આપવામાં આવ્યું છે. બંને ઈયરબર્ડમાં એક ટ્વિટર અને વૂફર શામેલ હોય છે. ઈયરબર્ડમાં ત્રણ માઈક્રોફોન હોય છે, બેનો ઉપયોગ ANC માટે કરવામાં આવશે. સેમસંગે AKG-tuned ઓડિયોની પણ રજૂઆત કરી છે. કંપનીએ Galaxy Buds 2 પર બ્લૂટુથ v5.2 કનેક્ટિવિટી પ્રદાન કરે છે. ઈયરબર્ડ્સમાં 6 અલગ અલગ ઈકવેલાઈઝર સેટિંગ્સ પણ આપવામાં આવ્યા છે, જેનું તમે ફોનમાં સેટિંગ કરી શકો છો.
First published:

Tags: Samsung Galaxy Watch, Samsung Galaxy Watch 4 series