સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગ આગામી વર્ષે 2023ના પ્રથમ કવાર્ટરમાં Galaxy S23 સીરીઝ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ મોડલના સ્પેસિફિકેશન અને ખાસિયત તથા ડિઝાઇન લીક થવા અંગે અનેક રિપોર્ટ સામે આવ્યા છે. જાણો શું છે તેના ખાસ ફીચર્સ.
નવી દિલ્હીઃ સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગ આગામી વર્ષે 2023ના પ્રથમ કવાર્ટરમાં Galaxy S23 સીરીઝ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ફોન વર્ષનો શ્રેષ્ઠ એન્ડ્રોઇડ ફ્લેગશિપ અને અનબિટેબલ સ્માર્ટફોન હોવાનું મનાઈ રહ્યું છે. આ મોડલના સ્પેસિફિકેશન અને ખાસિયત તથા ડિઝાઇન લીક થવા અંગે અનેક રિપોર્ટ સામે આવ્યા છે.
હવે એક નવા અહેવાલ અનુસાર, દક્ષિણ કોરિયન ટેક જાયન્ટ તરફથી આવનાર આ ફ્લેગશિપ હાયર રીઝોલ્યુશન, ઉંચા ફ્રેમ રેટ વિડીયો રેકોર્ડિંગને સપોર્ટ કરશે. સેમસંગ S23 સીરિઝ અથવા ઓછામાં ઓછું ટોપ-ઓફ-ધ-લાઇન S23 અલ્ટ્રા 30fps પર 8K વિડીયો રેકોર્ડિંગને સપોર્ટ કરશે.
આ પણ વાંચોઃ
લોકપ્રિય ટિપસ્ટર આઇસ યુનિવર્સ (Ice Universe) અનુસાર, Galaxy S23 સીરિઝ હાયર-રિઝોલ્યુશન વિડીયો રેકોર્ડિંગ સાથે અદ્યતન અપડેટેડ કેમેરા સાથે 30fps ફ્રેમ રેટ પર 8K વિડીયો રેકોર્ડિંગ સપોર્ટ કરશે. જો આ અંદાજિત રિપોર્ટ સાચો નીકળે, તો Galaxy S23 સ્માર્ટફોન 8K રિઝોલ્યુશનમાં 30fps પર વિડીયો રેકોર્ડિંગ ઓફર કરનાર બ્રાન્ડનું પહેલું ડિવાઈસ હશે અને આ પ્રકારનું સ્પેસિફિકેશન આપતા એલાઈટ ક્લબમાં શામેલ થનાર ગણ્યા-ગાંઠ્યા મોબાઇલ ડિવાઇસમાંથી એક હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારનું વિડીયો રેકોર્ડિંગ સર્વિસ આપતી અન્ય બ્રાન્ડના ફોન પણ બજારમાં હાજર છે, પરંતુ સેમસંગનો આ પહેલો ફોન હશે જેમાં આ સર્વિસ મળશે. વધુમાં ટીપસ્ટરે સમગ્ર 'S23' સીરિઝ પર ભાર મૂક્યો છે, જેનો અર્થ છે કે આ સમગ્ર સીરિઝમાં નવું અપગ્રેડ જોવા મળશે. આ સિવાય વધુ માહિતી હજી ફોન અંગે લીક નથી થઈ.
અન્ય રિપોર્ટ અનુસાર Galaxy S23 સીરિઝ પણ iPhone 14 ફેમિલીની જેમ ફ્લેગશિપ સીરિઝમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન સર્વિસ સાથે આવશે. સેમસંગ કથિત રીતે આ સર્વિસ માટે ઇરિડિયમ સાથે કામ કરી રહ્યું છે. કંપની પાસે 66 લો અર્થ ઓર્બિટ સેટેલાઇટ છે, જેનો ઉપયોગ વોઇસ અને ડેટા કમ્યુનિકેશન સ્થાપિત કરવા માટે થઈ શકે છે.
આ સિવાય અન્ય લીક અહેવાલ અનુસર Galaxy S23 સીરિઝ એક સ્પેશયલ ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 Gen 2 ચિપસેટ સાથે લોન્ચ થવા જઈ રહી છે અને ફ્લેગશિપ સીરિઝનું લોન્ચિંગ ફેબ્રુઆરી 2023માં થવાની ધારણા છે. એવી પણ અફવા છે કે S23 અલ્ટ્રાના પ્રાઈમરી કેમેરામાં 200MP સેન્સર હશે, સેમસંગ ISOCELL HP3 હશે, જે સેમસંગના ઇમેજિંગ યુનિટે આ વર્ષની શરૂઆતમાં જાહેરમાં મુક્યા હતા.
વધુમાં Xiaomi અને Motorolaના ફ્લેગશિપ ફોન માટે ISOCELL HP1 200MP સેન્સરનો ઉપયોગ કરી રહ્યાં છે, તે જોતાં જો સેમસંગ પણ S23 સીરિઝ સાથે 200MP કેમેરા સેગમેન્ટમાં પ્રવેશશે તે લગભગ નક્કી જ છે.
સેમસંગના એક એક્ઝિક્યુટિવે ખુલાસો કર્યો હતો કે S23 સિરીઝ આવતા વર્ષે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં અનપેક્ડ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. જોકે ટોચના અધિકારીએ લોન્ચિંગ માટે શહેર અથવા ચોક્કસ લોન્ચ તારીખનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ ઇવેન્ટ સાન ફ્રાન્સિસ્કોમાં યોજાય તેવી અપેક્ષા છે. કોરોના મહામારી પછી પ્રત્યક્ષ હાજરીમાં ફિઝિકલી યોજાનારી આ પ્રથમ અનપેક્ડ ઇવેન્ટ હશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર