Home /News /tech /

Samsung Galaxy S22 સિરીઝની પ્રિ-બુકિંગ પર ડિસ્કાઉન્ટ સાથે મળી રહી છે ગિફ્ટ, જાણો સંપૂર્ણ Offer

Samsung Galaxy S22 સિરીઝની પ્રિ-બુકિંગ પર ડિસ્કાઉન્ટ સાથે મળી રહી છે ગિફ્ટ, જાણો સંપૂર્ણ Offer

સેમસંગના Galaxy S22 સિરીઝનું પ્રી-બુકિંગ તમે સેમસંગની ઓફિશિયલ વેબસાઇટ www.samsung.com પર કરી શકો છો.

Galaxy S22 Ultraની કિંમત 1,09,999 રૂપિયા છે. આ ફોન પર એક્સચેન્જ ઓફરમાં 51,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. Galaxy S22 Ultra તમે 9166 રૂપિયાના 12 સરળ હપ્તાઓ પર પણ ખરીદી શકો છો.

    Samsung Galaxy S22 Series: સેમસંગના પ્રીમિયમ સ્માર્ટફોન Galaxy S22 સિરીઝનું પ્રી-બુકિંગ તમે સેમસંગની ઓફિશિયલ વેબસાઇટ www.samsung.com પર જઈને કરી શકો છો. પ્રી-બુકિંગમાં સેમસંગ બમ્પર ડિસ્કાઉન્ટ અને ઘણી શાનદાર ગિફ્ટ આપી રહ્યું છે. સેમસંગે Samsung Galaxy S22 સિરીઝના સ્માર્ટફોન 17 ફેબ્રુઆરીએ લોન્ચ કર્યા હતા. આ સિરીઝમાં ત્રણ નવા સ્માર્ટફોન Samsung Galaxy S22, Galaxy S22+ અને Galaxy S22 Ultra માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યા છે.

    Samsungએ Galaxy S22 સિરીઝની પ્રી-બુકિંગ પર આકર્ષક ઓફર્સની પણ જાહેરાત કરી છે. Samsung Galaxy S22 Seriesના સ્માર્ટફોનનું પ્રી-બુકિંગ માત્ર રૂ. 1,999માં થઈ શકે છે. પ્રી-બુકિંગ 10 માર્ચ સુધી કરી શકાશે. પ્રી-બુકિંગ કરનારા ગ્રાહકોને સેમસંગ તરફથી 13,990 રૂપિયાના Galaxy Buds2 માત્ર 999 રૂપિયામાં આપવામાં આવશે.

    આ પણ વાંચો: POCO M4 Pro 5G ભારતમાં લોન્ચ, સેમસંગ અને રિયલમી સાથે ટક્કર, જાણો કિંમત

    Samsung Galaxy S22 સ્માર્ટફોન

    8 GB + 128 GB સ્ટોરેજવાળા Samsung Galaxy S22 ની કિંમત 72,999 રૂપિયા છે. તેમાં બીજા વેરિયન્ટ 8GB + 256GB સ્ટોરેજ ક્ષમતાવાળા ફોનની કિંમત 76,999 રૂપિયા છે. Samsung Galaxy S22 Plus ના 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 84,999 રૂપિયા છે. જ્યારે 8GB રેમ અને 256GB વેરિઅન્ટની કિંમત 88,999 રૂપિયા છે. આ ફોન પર 31 હજાર રૂપિયાની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. આ ફોન ત્રણ આકર્ષક રંગો Phantom White, Green અને Phantom Blackમાં રજૂ કરવામાં આવ્યા છે.

    Samsung Galaxy S22 Ultra સ્માર્ટફોન

    Galaxy S22 Ultraની કિંમત 1,09,999 રૂપિયા છે. આ ફોન પર એક્સચેન્જ ઓફરમાં 51,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. Galaxy S22 Ultra તમે 9166 રૂપિયાના 12 સરળ હપ્તાઓ પર પણ ખરીદી શકો છો. આ ફોનમાં 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ કેપેસિટી આપવામાં આવી છે. જ્યારે 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 1,18,999 રૂપિયા છે. Galaxy S22 Ultra ફોન પણ ત્રણ રંગોમાં ઉપલબ્ધ છે- Burgundy, Phantom Black અને Phantom White.

    આ પણ વાંચો: ઓપ્પોના નવા સ્માર્ટફોન Oppo Find X5 Series 5Gનું પ્રી-બુકિંગ શરૂ, ખરીદતાં પહેલા જાણી લો ફીચર્સ

    પ્રી-બુકિંગ પર શાનદાર ઓફર

    - Galaxy S22 Ultraની પ્રી-બુકિંગ પર 26,999 રૂપિયાની કિંમતની Galaxy Watch4 માત્ર 2,999 રૂપિયામાં મળશે.

    - Galaxy S22+ અને Galaxy S22ની પ્રી-બુકિંગ પર 11,999 રૂપિયાની કિંમતના Galaxy Buds2 માત્ર 999 રૂપિયામાં મળશે.

    - જો તમે Samsung Finance +થી આ ડિવાઇસ ખરીદો છો, તો તમને 5,000 રૂપિયાનું કેશબેક મળશે.

    - Amazonથી Galaxy S22 સિરીઝની પ્રી-બુકિંગ પર તમામ બેંક કાર્ડ્સ પર 5,000 રૂપિયા સુધીની છૂટ મળશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: 5G Smartphone, Android smartphone, Gujarati tech news, Mobile and Technology, Samsung, Samsung-galaxy

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन