Home /News /tech /નવા અવતારમાં લોન્ચ થયો Samsung Galaxyનો પ્રીમિયમ સ્માર્ટફોન, આકર્ષક છે તેનો લુક અને ડિઝાઈન

નવા અવતારમાં લોન્ચ થયો Samsung Galaxyનો પ્રીમિયમ સ્માર્ટફોન, આકર્ષક છે તેનો લુક અને ડિઝાઈન

Samsung Galaxy S22 પ્રીમિયમ ફોન છે.

Samsung Galaxy S22: પહેલા ગેલેક્સી S22 ગ્રીન, ફેન્ટમ બ્લેક અને ફેન્ટમ વ્હાઇટ કલર વેરિયન્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, અને હવે તેને નવા ક્લાસી કલર પિંક ગોલ્ડમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ગ્રાહક નવા પિંક ગોલ્ડ શેડને સેમસંગના ઓનલાઇન સ્ટોરથી ખરીદી શકે છે.

વધુ જુઓ ...
Samsung Galaxy S22: સેમસંગ ગેલેક્સી S22 (Samsung Galaxy S22) હવે નવા અવતારમાં આવી ગયો છે. આ ફ્લેગશિપ ફોનને સેમસંગ (Samsung)એ થોડા મહિના પહેલા ત્રણ કલરમાં લોન્ચ કર્યો હતો, અને હવે તેને એક નવા કલરમાં રજૂ કરવામાં આવ્યો છે. ફોનમાં 4nm ઓક્ટા કોર સ્નેપડ્રેગન 8 જેન 1 SoC અને બે સ્ટોરેજ વેરિયન્ટ- 8GB RAM+128GB અને 8GB RAM+256GB માં આવે છે. સેમસંગ ગેલેક્સી S22માં પાવર માટે 3,700mAh બેટરી આપવામાં આવી છે, જે 25W અને 15Wની વાયરલેસ ચાર્જિંગ સાથે આવે છે.

જણાવી દઈએ કે પહેલા ગેલેક્સી S22 ગ્રીન, ફેન્ટમ બ્લેક અને ફેન્ટમ વ્હાઇટ કલર વેરિયન્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, અને હવે તેને નવા ક્લાસી કલર પિંક ગોલ્ડમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ગ્રાહક નવા પિંક ગોલ્ડ શેડને સેમસંગના ઓનલાઇન સ્ટોરથી ખરીદી શકે છે.

આ પણ વાંચો: 2 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં લોન્ચ થઈ દમદાર Smartwatch

કેટલી છે કિંમત

જો કે, તમને જણાવી દઇએ કે ગેલેક્સી S22નો નવો પિંક ગોલ્ડ વેરિયન્ટ માત્ર 8GB+128GB સ્ટોરેજ ઓપ્શન સાથે રજૂ કરવામાં આવ્યો છે, જેની કિંમત 72,999 રૂપિયા છે. આ કિંમત બાકી કલર વેરિયન્ટ માટે પણ એટલી જ છે. ગ્રીન, ફેન્ટમ વ્હાઇટ અને ફેન્ટમ બ્લેકને ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવ્યો છે, અને તેને 8GB+256GBમાં પણ લોન્ચ કરીને તેની કિંમત 76,999 રૂપિયા રાખવામાં આવી.

Samsung Galaxy S22માં 6.1 ઇંચની ફુલ એચડી+ ડાયનામિક AMOLED 2X ડિસ્પ્લે આપવામાં આવી છે. તેની ડિસ્પ્લે 120 Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. ફોનમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 8 Gen 1 પ્રોસેસર સાથે 8GB સુધી રેમ મળે છે.

આ પણ વાંચો: Netflixના નવા નિયમથી યુઝર્સને પડશે ફટકો

Samsung Galaxy S22 Camera

કેમેરાની વાત કરીએ તો, સેમસંગ ગેલેક્સી એસ22માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે. તેમાં f/1.8 વાઇડ-એંગલ લેન્સ સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર, 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ શૂટર અને 10 મેગાપિક્સલનો ટેલિફોટો શૂટર છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ગ્રાહકોને તેમાં 10 મેગાપિક્સલનો કેમેરા સેન્સર આપવામાં આવ્યો છે.

પાવર માટે, તેમાં 3,700mAh બેટરી આપવામાં આવી છે જે 25W વાયર્ડ અને 15W વાયરલેસ ચાર્જિંગના સપોર્ટ સાથે આવે છે. Samsung Galaxy S22માં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે.
First published:

Tags: Gujarati tech news, Mobile and Technology, Samsung, Samsung-galaxy