Home /News /tech /Samsung Galaxy S22 આ તારીખે થશે લૉંચ, જાણો સંભવિત ફીચર્સ વિશે

Samsung Galaxy S22 આ તારીખે થશે લૉંચ, જાણો સંભવિત ફીચર્સ વિશે

તસવીર સૌજન્ય: @jon_prosser/ટ્વિટર

Samsung Galaxy S22 Launch Date: ગેલેક્સી S22 અલ્ટ્રા સ્માર્ટફોનમાં 6.8- ઈંચ QHD + AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં 120Hzનો સ્ક્રીન રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે.

મુંબઈ: સેમસંગ ડિવાઈસ વિશે અનેક બાબતો જાહેર કરવામાં આવી છે. કોરિયાઈ દિગ્ગજ ટેક કંપની સામાન્ય રીતે પહેલા ક્વાર્ટરમાં ગેલેક્સી S સિરીઝ લોન્ચ કરે છે. ત્યારે સેમસંગ ગેલેક્સી S22 (Samsung Galaxy S22)ની લોન્ચિંગ ડેટ અને પ્રીઓર્ડરની તારીખો લીક થઈ ગઈ છે. સાથે જ સેમસંગ ગેલેક્સી S21 FE (Samsung Galaxy S21 FE)ની પણ લોન્ચિંગ ડેટ લીક થઈ ગઈ છે.

ટિપ્સટર જોન પ્રોસેરે ટ્વિટર હેન્ડલ પર સેમસંગના અપકમિંગ સ્માર્ટફોન્સને લોન્ચ કરવાની તારીખ વિશેની જાણકારી આપી છે. Prosser અનુસાર સેમસંગ ગેલેક્સી S22 22 ફેબ્રુઆરીના રોજ સવારે 10 વાગ્યે (8:30 PM IST) એક અનપેક્ડ ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. ત્યારથી જ આ સ્માર્ટફોનનો ઓર્ડર પ્રી બુક કરી શકાશે. ત્યારબાદ 18 ફેબ્રુઆરીથી આ ફોનનું વેચાણ શરૂ કરવામાં આવશે.

Galaxy S21 FE 4 જાન્યુઆરી 2022ના રોજ લોન્ચ કરવામાં આવશે. આ ફોનનું પ્રી બુકિગ નહીં કરવામાં આવે. આ સ્માર્ટફોનનું 11 જાન્યુઆરી 2022થી વેચાણ શરુ કરવામાં આવશે.

આ મહિનાની શરૂઆતમાં એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, સેમસંગ ગેલેક્સી S22નું વિપુલ માત્રામાં ઉત્પાદન શરૂ કર્યું છે. પરંતુ કંપનીને એક નાનકડા ઝટકાનો સામનો કરવો પડ્યો છે. જોકે, કોઈપણ નવા ડિવાઈસની શરૂઆતના ઉત્પાદનમાં આ પ્રકારે થવું તે એક સામાન્ય બાબત છે.



સેમસંગ મુખ્યરૂપે ગેલેક્સી S22 લાઈનઅપના તમામ વેરિએન્ટ માટે કમ્પોનન્ટ્સનું નિર્માણ કરી રહી છે. જે ગેલેક્સી S22 અલ્ટ્રાના પ્રોડક્શન US વેરિએન્ટને પ્રાથમિકતા આપે છે.

ગેલેક્સી S22 અલ્ટ્રા સ્માર્ટફોનમાં 6.8- ઈંચ QHD + AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં 120Hzનો સ્ક્રીન રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. ઉપરાંત આ સ્માર્ટફોનમાં 40MPનો સેલ્ફી કેમેરા અને 5,000mAh બેટરી પણ હોઈ શકે છે. ગેલેક્સી S22 અલ્ટ્રા સ્માર્ટફોનમાં ક્વાડ રિઅર કેમેરા સેટઅપ હોવાની પણ સંભાવના છે.

અન્ય કામના સમાચાર:  WhatsApp લૉંચ કરી શકે છે કમ્યુનિટી ફીચર

વોટ્સએપ (WhatsApp) બહુ ઝડપથી જ પોતાના યૂઝર્સ માટે એક નવું ફીચર (New Features) લૉંચ કરી શકે છે. WABetaInfoના એક રિપોર્ટ અનુસાર, વોટ્સએપ એક નવા કોમ્યુનિટી ફીચર (Community Feature) પર કામ કરી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ નવું ફીચર એડમિનને ગ્રુપ પર વધુ પાવર આપશે. એડમિન ગ્રુપમાં કમ્યુનિટી ક્રિએટ કરી શકશે. કમ્યુનિટીઝ ફીચર એડમિનને કમ્યુનિટી ઈન્વાઇટ લિંક દ્વારા નવા યુઝર્સને ઇન્વાઇટ કરવા અને એકબીજા સાથે કનેક્ટ કરવાની સુવિધા મળી શકશે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
First published:

Tags: Gadgets, Samsung, મોબાઇલ, સ્માર્ટફોન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો