Home /News /tech /

Samsung Galaxy S22 launch: જાણો સેમસંગના નવા સ્માર્ટફોનના સ્પેસિફિકેશન, ફીચર્સ અને કિંમત વિશે

Samsung Galaxy S22 launch: જાણો સેમસંગના નવા સ્માર્ટફોનના સ્પેસિફિકેશન, ફીચર્સ અને કિંમત વિશે

સેમસંગ ગેલેક્સી સિરીઝ (ફાઇલ તસવીર)

Samsung Galaxy S22 launch: S22 સિરીઝને લઈને હાલમાં કિંમત વિશે કોઈ જ માહિતી બહાર આવી નથી. આ પહેલાના પ્રાઈઝ ટ્રેન્ડ પર નજર કરીએ તો આ વખતે ભાવમાં એક મોટો કૂદકો જોવા મળી શકે છે.

મુંબઈ: સેમસંગની ફ્લેગશીપ (Samsung's flagship) સિરીઝ Galaxy S22 આગામી મહિને લોન્ચ થાય તેવી શક્યતા છે. ત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં તેને લોન્ચ કરવામાં આવી શકે છે. જો કે, લોન્ચ પહેલા જ Galaxy S22ના કેટલાક ફીચર્સ લીક થઈ ગયા છે. તાજેતરના જ લીકમાં S22 સીરીઝના ડમી સામે આવ્યા છે. આ વિડીયોમાં કુલ 3 સ્માર્ટફોન દેખાઈ રહ્યાં છે. આ ત્રણમાંથી 2 મોડલની ડિઝાઈન સરખી અને 1 મોડલની ડિઝાઈન અલગ નજરે પડી રહી છે.

એક સરખી ડિઝાઈન ધરાવતા 2 સ્માર્ટફોન Galaxy S22 અને Samsung Galaxy S22+ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યારે અલગ ડિઝાઈન ધરાવતો સ્માર્ટફોન S22 Ultra હોવાની શક્યતા છે. Samsung Galaxy S22 Ultra મૉડલ પણ તાજેતરમાં FCC વેબસાઇટ પર નવા S-pen સાથે લિસ્ટ કરવામાં આવ્યું હતું. બીજી તરફ Galaxy S22માં 25W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવશે. S22 સિરીઝ સ્માર્ટફોનમાં Snapdragon 8 Gen 1 ચીપસેટ અથવા Exynos 2200 ચીપસેટ આપવામાં આવી શકે છે. Samsung Galaxy S22 લાઈનઅપ વિશે અન્ય વિગતો પણ આ આર્ટિકલમાં અમે આપને જણાવીશું.

Samsung Galaxy S22: સ્પેસિફિકેશન અને ફીચર્સ

ટિપસ્ટર જોન પ્રોસરે ટ્વીટમાં જણાવ્યું હતું કે, સેમસંગ દ્વારા આવતા વર્ષની શરૂઆતમાં બે અનપેક્ડ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે. Galaxy S21 FE માટેની પ્રથમ ઇવેન્ટ 4 જાન્યુઆરીએ યોજવામાં આવશે. જ્યારે બીજી ઇવેન્ટમાં 8 ફેબ્રુઆરીએ Galaxy S22 સીરીઝ લોન્ચ કરવામાં આવશે. જો લીકમાં મળતી વિગતો સાચી હોય તો Samsung Galaxy S22 સિરીઝના લોન્ચમાં વધુ સમય બાકી રહ્યો નથી. સેમસંગે આ વર્ષે જાન્યુઆરીમાં S21 લાઇનઅપ લોન્ચ કર્યું હતું તેને જોતા અફવા સાચી લાગી રહી છે.

ફોનની ડિઝાઈન

Samsung Galaxy S22ના ડિઝાઈન વિશે એક કરતા વધુ લીક્સમાં માહિતી આપવામાં આવી છે. હાલમાં જ ટીપ્સટર દ્વારા વીડિયોમાં Samsung Galaxy S22નું ડમી ડિવાઈસ દર્શાવવામાં આવ્યું હતુ. આ વીડિયોમાં Samsung Galaxy S22, Samsung Galaxy S22+ અને Samsung Galaxy S22 Ultraના મોડલો દર્શાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે. vanilla S22 અને S22+માં એકસરખા પ્રોસેસર દર્શાવવામાં આવ્યા છે. આ બન્ને મોડલોમાં ફ્લેટ એજ અને રાઉન્ડ કોર્નરનો જ તફાવત છે.

Samsung Galaxy S22 અને S22+ની ડિઝાઈનમાં કોઈ મોટા ફરક જોવા મળતા નથી. S22 Ultraમાં ઓવરહોલ ડિઝાઈન હોવાના સંકેત આપવામાં આવ્યા છે. S22 Ultraમાં રીયર પેનલવાળા કેમેરા મોડ્યુલ આપવામાં આવ્યા છે. આ સાથે જ તેમાં S પેન સ્લો, કર્વડ ડિસ્પ્લે અને સ્ક્વેર ઓફ ફ્રેમ આપવામાં આવ્યા છે.

ફોટોમાં દર્શાવ્યા પ્રમાણે S22 Ultraમાં સેમસંગ નોટ જેવી ડિઝાઈન આપવામાં આવી છે. જો કે, સેમસંગ નોટનું ઉત્પાદન હવે બંધ કરવામાં આવ્યું છે. આ વાતને જોતા આવનારા ફ્લેગશીપ ફોનમાં સેમસંગ નોટ્સના ફીચર્સને ઉમેરવામાં આવે તેવી શક્યતા છે.

અલગ અલગ ચીપચેટનો ઉપયોગ શક્ય

આ ઉપરાંત Galaxy S22માં સેમસંગ સ્થળને આધારે અલગ અલગ ચીપસેટનો ઉપયોગ કરી શકે છે. કેટલીક જગ્યાએ Exynos 2200 ચીપસેટ તો કેટલીક જગ્યાઓએ Snapdragon 8 Gen 1 ચીપસેચ સાથે સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવી શકે છે.

ડિસ્પ્લે

Galaxy S22 અને Galaxy S22+માં હાલના Galaxy S21 અને Galaxy S21+ની સરખામણીએ નાની ડિસ્પ્લે આપવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે S22 Ultraમાં S21 Ultraની જેમ જ 6.8 ઈન્ચની ડિસ્પ્લે આપવામાં આવી છે. ચર્ચા મુજબ S22માં 6.06 થી 6.1 ઈન્ચ સુધીની ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. આ સાથે જ S22+માં 6.5 થી 6.6 ઈન્ચ સુધીની ડિસ્પ્લે આપવામાં આવી શકે છે.

કેમેરો

Samsung S સિરીઝના સ્માર્ટફોન તેના શાનદાર કેમેરા માટે જાણીતા છે. આ સીરીઝના સ્માર્ટફોનના કેમેરા ગૂગલફોનની સમકક્ષ આવે છે, તેથી આગામી સ્માર્ટફોનમાં કેમેરામાં થયેલા ફેરફાર જોવા રસપ્રદ રહેશે.

આ પણ વાંચો: Foldable Smartphone: લોન્ચિંગ પહેલા જુઓ Oppo Find N ફોલ્ડેબલનો શાનદાર લૂક, મળી શકે છે આ ફીચર્સ

Galaxy S22 અને Galaxy S22+માં 50 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા આપવામાં આવશે, જ્યારે S22 Ultraમાં 108 મેગાપિક્સલનો કેમેરો જોવા મળી શકે છે. જો કે એવી અફવા પણ સામે આવી રહી છે કે ટોપએન્ડ મોડલમાં 200 મેગાપિક્સલનો કેમેરો જોવા મળી શકે છે, જેમાં ISOCELL HP1 લેન્સ જોવા મળી શકે છે. આ સિવાય સેમસંગ સેન્સર શિફ્ટ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરી શકે છે. આ સાથે જ સેમસંગના આગામી ફોનમાં 25W ચાર્જીંગ જોવા મળી શકે છે.

Samsung Galaxy S22 લોન્ચ ડેટ

Samsung Galaxy S22 સિરીઝ આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ થાય તેવી શક્યતા છે. ટીપ્સ્ટરના જણાવ્યા અનુસાર આગામી વર્ષે 8 ફેબ્રુઆરીએ આ લોન્ચ કરવામાં આવશે. આ સાથે જ વેબસાઈટ્સ પર મલ્ટીપલ સર્ટીફિકેશન પણ જલ્દી જ લોન્ચ તરફ ઈશારો કરી રહી છે.

Samsung Galaxy S22 કિંમત

S22 સિરીઝને લઈને હાલમાં કિંમત વિશે કોઈ જ માહિતી બહાર આવી નથી. આ પહેલાના પ્રાઈઝ ટ્રેન્ડ પર નજર કરીએ તો આ વખતે ભાવમાં એક મોટો કૂદકો જોવા મળી શકે છે. રેફરન્સ માટે હાલના અને અગાઉના ફ્લેગશીપ સ્માર્ટફોન પર નજર કરીએ.

આ પણ વાંચો: Samsung: સેમસંગ તેના સૌથી લોકપ્રીય ફોનનું ઉત્પાદન બંધ કરે તેવી શક્યતા, જાણો વિગત

Samsung Galaxy S20ની કિંમત રૂ. 66,999 અને Samsung Galaxy S21ની કિંમત રૂ, 69,999ની શરૂ થાય છે. Samsung Galaxy S20+ રૂ. 73,999, Samsung Galaxy S21+ રૂ. 81,999માં ઉપલબ્ધ છે. Galaxy S20 Ultraની કિંમત રૂ. 92,999 અને Galaxy S21 Ultraની કિંમત રૂ. 1,05,999 છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Samsung, ટેકનોલોજી, મોબાઇલ, સ્માર્ટફોન

આગામી સમાચાર