Samsung Galaxy S10 પર 17 હજાર રુપિયા સુધી છૂટ, આ તારીખ સુધી છે ઑફર
News18 Gujarati Updated: October 29, 2019, 8:01 AM IST

આ તમામ ઑફર્સનો લાભ સેમસંગ ભારતની ઑફિશિયલ વેબસાઇટ પર મળશે. આ સ્માર્ટફોન પર કંપની નો-કોસ્ટ ઇએમઆઈ વિકલ્પ પણ આપી રહી છે.
આ તમામ ઑફર્સનો લાભ સેમસંગ ભારતની ઑફિશિયલ વેબસાઇટ પર મળશે. આ સ્માર્ટફોન પર કંપની નો-કોસ્ટ ઇએમઆઈ વિકલ્પ પણ આપી રહી છે.
- News18 Gujarati
- Last Updated: October 29, 2019, 8:01 AM IST
ઑનલાઇન શોપિંગ સાઇટ્સની જેમ, દક્ષિણ કોરિયન સ્માર્ટફોન નિર્માતા કંપની સેમસંગ પણ તહેવારની સિઝનમાં તેના ગ્રાહકોને ખાસ ઓફરો લઈને આવી છે. કંપની તેની લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ પર ભારે છૂટ આપી રહી છે. આ છૂટ 31 ઑક્ટોબર સુધી ચાલુ રહેશે, આ ઑફર સેમસંગ ગૅલેક્સી એસ 10, ગૅલેક્સી એસ 10 +, અને ગૅલેક્સી એસ 10e જેવા સ્માર્ટફોન પર લાગુ થશે. આ સ્માર્ટફોન પર કંપની નો-કોસ્ટ ઇએમઆઈ વિકલ્પ પણ આપી રહી છે. તમને આ તમામ ઑફર્સનો લાભ સેમસંગ ભારતની ઑફિશિયલ વેબસાઇટ પર મળશે.
ઑફર દરમિયાન ગૅલેક્સી એસ 10 પર 18,790 રૂપિયા સુધીના ફાયદા આપવામાં આવી રહ્યા છે. એ જ રીતે ગૅલેક્સી એસ 10 અને ગેલેક્સી એસ 10 + પર 17,000 રૂપિયા સુધીનો ફાયદાઓ ઉપલબ્ધ છે. આ માટે સેમસંગે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા સાથે ભાગીદારી કરી છે.
ઑફર અંતર્ગત, સેમસંગ ગૅલેક્સી એસ 10e પર 8000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ કેશબૅક આપવામાં આવી રહ્યું છે. ગૅલેક્સી એસ 10 અને ગેલેક્સી એસ 10 + પર 5,000 અને 4,000 રૂપિયાનું કેશબૅક મળશે. આ સિવાય એસબીઆઇ કાર્ડ ધારકોને આ સ્માર્ટફોન ખરીદવા પર 10 ટકા કેશબૅક આપવામાં આવશે.

સેમસંગ ગૅલેક્સી એસ 10 સિરીઝની કિંમત ગૅલેક્સી એસ 10 ફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત રૂપિયા 66,900 છે અને 8 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 84,900 રૂપિયાની નજીક છે. ગૅલેક્સી એસ 10 + ફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 73,900 રૂપિયા છે અને 8 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 91,900 રૂપિયા છે. ગૅલેક્સી એસ 10 + ના 12 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,17,900 રૂપિયા છે. ગૅલેક્સી એસ 10 સિરીઝનો સૌથી સસ્તો ફોન એસ 10 ની વાત કરીએ તો તેનો 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યો છે, જેની કિંમત 55,900 રૂપિયા છે.
ઑફર દરમિયાન ગૅલેક્સી એસ 10 પર 18,790 રૂપિયા સુધીના ફાયદા આપવામાં આવી રહ્યા છે. એ જ રીતે ગૅલેક્સી એસ 10 અને ગેલેક્સી એસ 10 + પર 17,000 રૂપિયા સુધીનો ફાયદાઓ ઉપલબ્ધ છે. આ માટે સેમસંગે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા સાથે ભાગીદારી કરી છે.

સેમસંગ ગૅલેક્સી એસ 10 સિરીઝની કિંમત
Loading...
Loading...