Samsung Galaxy S10 અને S10+થી ત્રાસ્યા યુઝર્સ, પોકેટમાં થાય છે ટચ

News18 Gujarati
Updated: March 17, 2019, 2:38 PM IST
Samsung Galaxy S10 અને S10+થી ત્રાસ્યા યુઝર્સ, પોકેટમાં થાય છે ટચ
Galaxy S10 અને Galaxy S10+માં આવી રહી છે મુશ્કેલી

Samsung Galaxy S10 અને Galaxy S10+માં આવી રહેલી આ મુશ્કેલીને લઇને ઘણા યુઝર્સે ફરિયાદ કરી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સેમસંગે હાલમાં જ ગેલેક્સી એસ સીરિઝના ત્રણ નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. પરંતુ હવે આ ફોનને લઇને એક વાત સામે આવી છે. કંપની આ ફોનમાં એક બેસિક ફીચર નાંખવાનું ભૂલી ગઇ છે. જે ફોનને પોકેટમાં રાખતાં સ્ક્રીનને ડિસેબલ કરે છે. Samsung Galaxy S10 અને Galaxy S10+માં આવી રહેલી આ મુશ્કેલીને લઇને ઘણા યુઝર્સે ફરિયાદ કરી છે.

ઘણા યુઝર્સે Reddit અને સેમસંગ કોમ્યુનિટી ફોરમમાં આ અંગે ફરિયાદ કરી છે અને કહ્યું છે કે, Galaxy S10ને પોકેટમાં રાખતાં ટચ ઇનપુટ્સ રિસીવ કરે છે.

આવું ત્યારે થઇ રહ્યું છે જ્યારે Galaxy S10માં એક્સિડેન્ટલ ટચથી બચવા માટે અલગથી ઓપ્શન આપવામાં આવ્યું છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે સેમસંગ આ ફોનમાં તે ફંક્શન એડ કરવાનું ભૂલી ગયું છે જે પોકેટમાં બિલ્ટ-ઇન પ્રોક્સિમિટી સેન્સરને ઇનેબલ કરે છે અને ફોન લોક થઇ જાય છે.

આ અંગે Reddit પર એક યુઝરે લખ્યું, મારી પાસે S10 છે અને હું ફોનને પોકેટમાં રાખું છું અને સ્ક્રીન મારા પગ બાજુ હોય છે જેથી ફોનને કોઇ ડેમેજ ન થાય. આનાથી એક પ્રોબ્લેમ એ છે કે મને ફિંગરપ્રિન્ટ રિઝેક્ટેડ વાઇબ્રેશન વારંવાર મહેસૂસ થાય છે. જ્યારે ફોન મારા પોકેટમાં છે. યુઝર્સે ફરિયાદ કરી છે કે, આનાથી ફોનની બેટરી લાઇફ પર અસર પડી રહી છે. આ ફરિયાદ માત્ર Galaxy S10માં જ નહીં, પરંતુ Galaxy S10+ના યુઝર્સે પણ રિપોર્ટ કરી છે. ઉપરાંત ફોન Always On Display (AOD) ફીચરનો ઉપયોગ કરવા લાગે છે. જેને ફોન યુઝ ન થતાં ક્લોક અને નોટિફિકેશન માટે ઉપયોગ કરવામાં આવે છે.


આ પણ વાંચો: નકામી છે તમારા ફોનમાં ઇન્સ્ટોલ એન્ટી વાયરસ એપ, રિપોર્ટમાં ખુલાસોઉલ્લેખનીય છે કે, સેમસંગ ગેલેક્સી એસ સીરિઝના સ્માર્ટફોનમાં મળનારા સેમસંગ One UIમાં એક્સિડેન્ટલ ટચ પ્રોટેક્શન ફીચર આપવામાં આવ્યું છે અને એવો દાવો છે કે, બેગ, પોકેટ અથવા ડાર્ક પ્લેસમાં આ ડિવાઇસને ભૂલથી થયેલા ટચ ઇનપુટ્સથી બચાવે છે. જોકે, હવે યુઝર્સ આનાથી હેરાન થઇ રહ્યાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ પ્રોબ્લેમને દૂર કરવા માટે સેમસંગ ટૂંક સમયમાં જ કોઇ સોફ્ટવેર અપડેટ રીલિઝ કરી શકે છે.
First published: March 17, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading