Home /News /tech /Samsung: સેમસંગ તેના સૌથી લોકપ્રીય ફોનનું ઉત્પાદન બંધ કરે તેવી શક્યતા, જાણો વિગત
Samsung: સેમસંગ તેના સૌથી લોકપ્રીય ફોનનું ઉત્પાદન બંધ કરે તેવી શક્યતા, જાણો વિગત
સેમસંગ ગેલેક્સી સિરીઝ
Samsung Galaxy Note series: એક રિપોર્ટ અનુસાર, સેમસંગ (Samsung) કથિત રીતે આ વર્ષના અંત સુધી ગેલેક્સી નોટ 20 સીરિઝના ઉત્પાદનને બંધ કરવાનો વિચાર કરી રહ્યું છે.
મુંબઈ: સેમસંગ ગેલેક્સી નોટ સિરીઝ (Samsung Galaxy Note series) સ્માર્ટફોન ઝડપથી જ બજારોમાંથી હટાવી લેવામાં આવે તો તેમાં કોઈ નવાઈ નથી. સેમસંગે આ વર્ષે કોઈ જ નવો ગેલેક્સી નોટ સ્માર્ટફોન લોન્ચ કર્યો નથી અને ઓફિશિયલી એ વાતની સાબિતી આપવામાં આવી છે કે આગામી સમયમાં આવું કરવાની કોઈ યોજના પણ નથી. આ સાથે જ માર્કેટમાં ઉપલબ્ધ જૂના મોડલનું ઉત્પાદન પણ બંધ કરવામાં આવશે.
ETNewsના એક રિપોર્ટ અનુસાર, સેમસંગ (Samsung) કથિત રીતે આ વર્ષના અંત સુધી ગેલેક્સી નોટ 20 સિરીઝના ઉત્પાદનને બંધ કરવાનો વિચાર કરી રહ્યું છે. શક્યતા છે કે ગેલેક્સી નોટ 20 આ સિરીઝનો અંતિમ ફોન હોય. એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે સેમસંગે 2021માં નોટ 20 સીરીઝના લગભગ 32 લાખ જેટલા ડિવાઈસનું વેચાણ કર્યું છે. આ સંખ્યા 2020માં લગભગ 10 મિલીયનથી ઓછી થઈ ગઈ છે. આ વેચાણના આંકડા એ વાતની સાબિતી આપે છે કે આ સેમસંગના લોકપ્રીય મોડલોમાંથી એક રહ્યું છે.
હવે નોટ સિરીઝનું શું થશે?
નોટ સિરીઝ કાયમથી સેમસંગ ગેલેક્સી એસ (Galaxy S) શ્રેણીથી ફ્લેગશીપથી અલગ જ જોવા મળી છે. જો કે ઓછાવત્તા પ્રમાણમાં આ બન્નેના ફીચર એક સરખા છે. આ ફીચરમાં સ્ટાઈલસ-એસ પેન (stylus- S Pen) ખાસ રહી. આ ફીચરને કારણે આ સિરીઝ લોકો વચ્ચે ઘણી જ લોકપ્રીય રહી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હવે સ્ટાઈલસ પેન S22 સિરીઝમાં પણ સામેલ કરવામાં આવશે. જણાવી દઈએ કે S22 ફેબ્રુઆરી 2022માં લોન્ચ થવાની શક્યતા છે.
ફોલ્ડેબલ ફોન
આ સાથે જ હવે સેમસંગ ફોલ્ડેબલ ફોન પર પણ હાથ અજમાવી રહ્યું છે. આ ફોનમાં ગેલેક્સી ફોલ્ડ (Galaxy Fold) અને ગેલેક્સી ફ્લિપ (Galaxy Flip)નો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે 2021માં પ્રથમ વખત ગેલેક્સી ફોલ્ડ સિરીઝમાં એસ પેન સપોર્ટ આપવામાં આવ્યો હતો.
ફ્લેગશીપ ફઓલ્ડેબલ અને એસ સિરીઝ સાથે પ્રીમિયમ ફોનની 3 સિરીઝ પણ સેમસંગ માટે અતી મહત્વની હતી. જોકે, હાલ સુધી દક્ષિણ કોરિયાની દિગ્ગજ કંપની સેમસંગ દ્વારા નોટ સિરીઝ બંધ કરવાની પુષ્ટિ કરવામાં આવી નથી. આ ફોનના બંધ થવાની ચર્ચા ઘણા સમયથી સાંભળવા મળી રહી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર