Samsung Galaxy M53 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
Samsung Galaxy M53 5G launched: Samsung Galaxy M53 5G સ્માર્ટફોનમાં 5,000mAh બેટરી છે, જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેને Galaxy M52 5G ના સક્સેસર તરીકે લાવવામાં આવ્યો છે, જે ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યો હતો.
Samsung Galaxy M53 5G Launched in India: Samsung Galaxy M53 5G સ્માર્ટફોન શુક્રવારે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં મીડિયાટેકનું ડાયમેન્સિટી 900 પ્રોસેસર છે અને 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7 ઇંચ સુપર AMOLED+ ડિસ્પ્લેને સપોર્ટ કરે છે. ફોનમાં 108 મેગાપિક્સલનો ક્વોડ રિયર કેમેરા સેટઅપ છે અને તે આઉટ-ઓફ-ધ-બોક્સ એન્ડ્રોઇડ 12 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. ફોનમાં 5,000mAh બેટરી છે, જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેને Galaxy M52 5G ના સક્સેસર તરીકે લાવવામાં આવ્યો છે, જે ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યો હતો.
Samsung Galaxy M53 5G ની ભારતમાં કિંમત અને ઉપલબ્ધતા
ભારતમાં Samsung Galaxy M53 5G ની કિંમત 6GB + 128GB સ્ટોરેજ મોડલ માટે 23,999 રૂપિયાથી શરૂ થાય છે. તેના 8GB + 128GB વેરિઅન્ટની કિંમત 25,999 રૂપિયા છે. કંપનીના જણાવ્યા અનુસાર, ICICI બેંક ક્રેડિટ કાર્ડ અને EMI ટ્રાન્ઝેક્શન પર 2,500 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. ફોનને બ્લુ અને ગ્રીન કલર ઓપ્શનમાં ખરીદી શકાશે. તેનું વેચાણ 29 એપ્રિલ બપોરે 12 વાગ્યાથી એમેઝોન, સેમસંગની ઓફિશિયલ વેબસાઇટ અને રિટેલ ચેનલોના માધ્યમથી થશે. સેમસંગના જણાવ્યા અનુસાર, સિલેક્ટેડ ગેલેક્સી M-સિરીઝ યુઝર્સ પણ 2,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
ડ્યુઅલ-સિમ (નેનો) સ્લોટ સાથે આવતો Samsung Galaxy M53 5G સ્માર્ટફોન Android 12 પર બેસ્ડ વન UI 4.1 પર ચાલે છે. તેમાં 6.7 ઇંચની ફુલ-એચડી+ (1,080x2,400 પિક્સલ) ઇન્ફિનિટી ઓ સુપર એમોલેડ + ડિસ્પ્લે છે. તે 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે અને ગોરિલ્લા ગ્લાસ 5નું પ્રોટેક્શન આપે છે. ફોનમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 900 પ્રોસેસર લગાવવામાં આવ્યું છે, જેને 8GB સુધીની રેમનો સપોર્ટ છે. આ ફોનમાં 'રેમ પ્લસ' ફીચર પણ મળે છે, જે ફોનનો પાવર વધારવા માટે બાકીના સ્ટોરેજનો ઉપયોગ કરે છે.
Samsung Galaxy M53 5Gમાં ક્વોડ રિયર કેમેરા સેટઅપ છે. તેમાં f/1.8 અપર્ચર લેન્સ સાથે 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, f/2.2 અપર્ચર લેન્સ સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા છે. સાથે f/2.4 અપર્ચર લેન્સ સાથે 2-2 મેગાપિક્સલના ડેપ્થ અને મેક્રો સેન્સર છે. ફોનમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા મળે છે.
ફોનમાં 128GB ઇનબિલ્ટ સ્ટોરેજ છે, જેને SD કાર્ડથી 1TB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી ઓપ્શન્સમાં 5G, 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ V5.2, GPS/ A-GPS અને એક USB ટાઇપ-C પોર્ટનો સમાવેશ થાય છે. ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. 25W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવતા આ ફોનમાં 5,000mAh બેટરી છે. ડિવાઇસનું વજન 176 ગ્રામ છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર