Home /News /tech /108 MP કેમેરા સાથે આવી શકે છે Samsung Galaxy M53 5G, લોન્ચ પહેલા લીક થયા સ્પેસિફિકેશન્સ

108 MP કેમેરા સાથે આવી શકે છે Samsung Galaxy M53 5G, લોન્ચ પહેલા લીક થયા સ્પેસિફિકેશન્સ

એમ સિરીઝમાં નવો ફોન Samsung Galaxy M53 5G હોઈ શકે છે.

Samsung Galaxy M53 5G: આ ફોનમાં 108MPનો મેઈન કેમેરા સેન્સર હોઈ શકે છે. જાણકારી અનુસાર, ગેલેક્સી M-સિરીઝનો અપકમિંગ ફોન પહેલા સિલેક્ટેડ માર્કેટ માટે Galaxy A 53ના રિબ્રાન્ડેડ વર્ઝન તરીકે પણ રજૂ થઈ શકે છે.

    Samsung Galaxy M53 5G: દક્ષિણ કોરિયાની દિગ્ગજ સ્માર્ટફોન કંપની સેમસંગ (Samsung) જલ્દી પોતાની એમ સિરીઝમાં એક નવો ફોન લોન્ચ કરશે. નવો ફોન Samsung Galaxy M53 5G હોઈ શકે છે. લોન્ચિંગ પહેલા ફોનનો એક ઓનલાઈન વિડીયો જોવા મળ્યો છે, જેનાથી ફોનની ડિઝાઈન અને તેના સ્પેસિફિકેશન્સનો અંદાજો લગાવી શકાય છે. અપકમિંગ લોન્ચમાં એક હોલ-પંચ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. આ ઉપરાંત, જો ફોનના સ્પેસિફિકેશન (Galaxy M53 5G Specs) વિશે વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી M53 5Gમાં મીડિયાટેક ડાયમેન્શન 900 5G પ્રોસેસર હોઈ શકે છે. સાથે જ તેમાં 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે પણ આપવામાં આવી શકે છે.

    ફોનની સૌથી સારી વાત એ છે કે આ ફોનમાં ક્વોડ રિયર કેમેરા હોઈ શકે છે, જેમાં 108MPનો મેઈન કેમેરા સેન્સર હોઈ શકે છે. જાણકારી અનુસાર, ગેલેક્સી M-સિરીઝનો અપકમિંગ ફોન પહેલા સિલેક્ટેડ માર્કેટ માટે Galaxy A 53ના રિબ્રાન્ડેડ વર્ઝન તરીકે પણ રજૂ થઈ શકે છે.

    આ પણ વાંચો: લૉન્ચિંગ પહેલા OnePlus Nord 2T ની કિંમત થઈ લીક, જોરદાર ફીચર્સ પણ આવ્યા સામે

    Samsung Galaxy M53 5Gની સંભવિત કિંમત

    ફોનની કિંમત વિશે વાત કરીએ તો, The Pixel અનુસાર, વિયેતનામમાં 8GB RAM + 128GB સ્ટોરેજ મોડલ માટે Samsung Galaxy M53 5Gની કિંમત VND 10.5 મિલિયનથી 11 મિલિયન (અંદાજે 35,100 રૂપિયાથી 36,800 રૂપિયા) વચ્ચે હોઇ શકે છે. સાથે જ એવું કહેવામાં આવી રહ્યું છે કે ફોન ઓફલાઇન રિટેલર્સના માધ્યમથી વેચાણ માટે ઉપલબ્ધ થશે.

    Samsung Galaxy M53 5Gના સંભવિત સ્પેસિફિકેશન્સ

    લોન્ચ પહેલા ફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ લીક ​​થઈ ગયા છે. જે મુજબ, હેન્ડસેટમાં પ્લાસ્ટિક ફિનિશ હોઈ શકે છે. Samsung Galaxy M53 5Gમાં 6.7 ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે આવશે જેનો રિફ્રેશ રેટ 120Hz હોઈ શકે છે. સાથે જ ફોન મીડિયાટેક ડાઇમેન્શન 900 5G પ્રોસેસર સાથે આવી શકે છે જે 8GB RAM અને 256GB સુધીના ઇન્ટરનલ સ્ટોરેજ સાથે એડ કરવામાં આવશે. તે બે RAM અને સ્ટોરેજ કોન્ફિગરેશન- 8GB RAM + 128GB સ્ટોરેજ અને 8GB RAM + 256GB સ્ટોરેજમાં ડેબ્યુ કરશે. આ ઉપરાંત, Samsung Galaxy M53 5Gને 5,000mAh બેટરી સાથે 25W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ પણ આપવામાં આવશે.

    આ પણ વાંચો: Realme TechLife Watch S100 સ્માર્ટવોચ અને TechLife Buds N100 ભારતમાં લૉન્ચ

    ફોનના કેમેરાની વાત કરીએ તો હેન્ડસેટમાં ક્વાડ રિયર કેમેરા યુનિટ સાથે LED ફ્લેશ હશે. કેમેરાને કથિત રીતે એક 108 મેગાપિક્સલનો મેઇન સેન્સર, 8 મેગાપિક્સલનો વાઇડ-એંગલ કેમેરા, 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા અને 2 મેગાપિક્સલના ડેપ્થ સેન્સર સાથે જોડવામાં આવશે. સેલ્ફી અને વિડીયો માટે ફોનમાં 32 મેગાપિક્સલનો કેમેરા સેન્સર આપવામાં આવી શકે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Mobile and Technology, Samsung, Samsung-galaxy

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन