આજે સાંજે 6 વાગ્યે લોન્ચ થશે Samsung Galaxy M40

આ ફોનની અંદાજિત કિંમત 20,000 રુપિયા હશે. માહિતી અનુસાર, ઇયરફોન તેની સાથે ઉપલબ્ધ રહેશે નહીં. આ ફોન બ્લુ, બ્લેક અને ઓરેન્જ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ થશે.

News18 Gujarati
Updated: June 11, 2019, 2:51 PM IST
આજે સાંજે 6 વાગ્યે લોન્ચ થશે  Samsung Galaxy M40
રિયર પેનલ પર ફિંગરપ્રિન્ટ સેન્સર અને બેક પેનલ પર સિંગ્નલ LED ફ્લેશ હશે.
News18 Gujarati
Updated: June 11, 2019, 2:51 PM IST
સ્માર્ટફોન ઉત્પાદક સેમસંગ આજે ગેલેક્સી એમ 40 લોન્ચ કરશે. આ ફોન ખાસ કરીને ભારતમાં કંપનીની સત્તાવાર વેબસાઇટ અને એમેજોન પર ઉપલબ્ધ હશે. લોન્ચ પહેલા કંપનીએ એક ટીઝર પરણ લોન્ચ કર્યુ હતુ, જેમા જણાવ્યું હતું કે તેમા 6જીબી રેમ અને સ્નેપડ્રેગનમાં 675 ચિપસેટ હશે. હેન્ડસેટ વિશેની સંપૂર્ણ માહિતી Amazon.com અને Samsung.com પર સાંજે 6 વાગ્યે ઉપલબ્ધ થશે.

સેમસંગે આ પહેલા ભારતમાં બનાવેલી ગેલેક્સી એસ સીરીઝનો ફોન લોન્ચ કર્યો હતો. અત્યાર સુધી, સેમસંગે એમ-સીરીઝ ફોન લોન્ચ કર્યા છે, આ ફોનમાં ગેલેક્સી એમ 10, ગેલેક્સી એમ 20 અને ગેલેક્સી એમ 30 છે. આ સીરીઝમાં હવે સેમસંગ ગેલેક્સી એમ 40 લોન્ચ થનાર ચોથો ફોન હશે.એવું કહેવામાં આવે છે કે આ ફોનમાં 6.3 ઇંચ પૂર્ણ એચડી + ઇન્ફિનિટી ઓ ડિસ્પ્લે હશે જે 2340x1080 પિક્સેલના રિઝોલ્યૂશન સાથે હશે. ફોનમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર આપવામાં આવશે. એમ 40 માં 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ હશે. બેટરીના કિસ્સામાં આ ફોન સરેરાશ રહેશે. તેમાં 3500 એમએએચ બેટરી હશે જોકે, ગેલેક્સી એમ 30 માં બેટરી 5,000 એમએચ છે.આ ફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઇડ 9.0 પાઇ ઓપરેટિંગ સિસ્ટમ હશે. આ ઓપરેટિંગ સિસ્ટમથી શરૂ થનારી એમ સીરીઝની પહેલી ડિવાઇસ હશે. કેમેરા વિશે વાત કરીએ તો તેમાં ત્રણ કેમેરા હશે. જે 32 + 5 + 8 મેગાપિક્સલનો હશે. સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો હશે.
 
First published: June 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...