ભારતમાં લોન્ચ થશે ખૂબ ઓછી કિંમત ધરાવતો આ સ્માર્ટફોન

News18 Gujarati
Updated: June 3, 2019, 1:52 PM IST
ભારતમાં લોન્ચ થશે ખૂબ ઓછી કિંમત ધરાવતો આ સ્માર્ટફોન
Samsung Galaxy M નો આ પહેલો સ્માર્ટફોન હશે જે પિન હોલ અથવા પંચ હોલ ડિસ્પ્લે સાથે આવશે.

Samsung Galaxy M નો આ પહેલો સ્માર્ટફોન હશે જે પિન હોલ અથવા પંચ હોલ ડિસ્પ્લે સાથે આવશે.

  • Share this:
સેમસંગનો એમ સીરીઝનો ચોથો સ્માર્ટફોન Galaxy M40ને ઇ-કૉમર્સ વેબસાઇટ એમેઝોન પર લિસ્ટ કરવામાં આવ્યો છે. ભારતમાં આ ફોન 11 જૂનના રોજ લોન્ચ કરવામાં આવશે. લિસ્ટને જોઇએ તો તેમા Infinity 0 ડિસ્પ્લેને હાઇલાઇટ કરવામાં આવી છે. આ Samsung Galaxy M નો આ પહેલો સ્માર્ટફોન હશે જે પિન હોલ અથવા પંચ હોલ ડિસ્પ્લે સાથે આવશે.

સેમસંગે તાજેતરમાં તેનું સત્તાવાર ટીઝરને રિલિઝ કર્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે આ ફોન 11 જૂનના રોજ ભારતમાં રજૂ કરવામાં આવશે. કંપનીએ તેની વેબસાઇટ પર ગેલેક્સી એમ 40 ની કેટલીક તસવીરો પણ રજૂ કરી છે અને એમેઝોન ઇન્ડિયા પર ટીઝર રજૂ કર્યુ છે. ફોટોમાં જુઓ તો પાછળના ભાગમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને પાછળની પેનલ પર એલઇડી ફ્લેશ રહેશે. આ ઉપરાંત ફોનની કેટલીક અન્ય સુવિધાઓની પણ પુષ્ટિ મળી છે. માહિતી અનુસાર, એમ 40 માં ઇન્ફિનિટી-ઓ ડિસ્પ્લે (હોલ-પંચ ડિસ્પ્લે), સ્નેપડ્રેગન 600 સિરીઝ પ્રોસેસર અને ટ્રીપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવશે.

 એવું કહેવાય છે કે એન્ડ્રોઇડ પાઇ પર ચાલતા આ ફોનમાં 128 મેગાહર્ટ્ઝ સુપર એમઓએમએલડી ડિસ્પ્લે અને પાવર માટે 5000 એમએએચની બેટરી હશે. સેમસંગની ઇ-કૉમર્સ ભાગીદારે એમેઝોને પુષ્ટિ આપી છે કે ગેલેક્સી એમ 40 ફક્ત એક્સક્લુઝિવ હેઠળ એમેઝોન પર ઉપલબ્ધ રહેશે. સેમસંગ એમ સીરીઝનો છેલ્લો ફોન એમ10, એમ20 અને એમ30 ની જેમ એમ 40ની કિંમત પણ બજેટમાં હોવાની અપેક્ષા છે. માહિતી અનુસાર, એમ 40 ને 20,000 રૂપિયામાં લોન્ચ કરી શકાય છે.Samsung M30 ફીચર્સ

આ પહેલા કંપનીએ એમ 30 ને લોન્ચ કર્યો હતો, જેમાં 6.38-ઇંચની પૂર્ણ એચડી + સુપર એમોલેડ ડિસ્પ્લે છે, જે ઇન્ફિનિટી યુ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. આ ફોન વોટરડ્રોપ નોચ સાથે રજૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેમાં ઓક્ટા કોર એનોનોઝ 7904 પ્રોસેસર છે. તેની કિંમત વિશે વાત કરીએ તો કંપનીએ તેની કિંમત રૂ. 14,990 નક્કી કરી છે, જેમાં 4 જીબી રેમ અને 64 જીબીનું સ્ટોરેજ છે. આ ઉપરાંત તેના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ફોનની કિંમત 17,990 રૂપિયા છે.
First published: June 3, 2019, 1:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading