Home /News /tech /Samsung Galaxy M33 5G જલ્દી થશે લોન્ચ, જાણો આ ધાંસુ ફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
Samsung Galaxy M33 5G જલ્દી થશે લોન્ચ, જાણો આ ધાંસુ ફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
ટીઝરમાં સેમસંગ હેન્ડસેટને બ્લુ અને ગ્રીન કલર (M33 5G color options) માં બતાવવામાં આવ્યો છે.
Samsung Galaxy M33 5G: એમેઝોન પર Galaxy M33 5G માટે બનેલી માઇક્રોસાઇટ પર અપકમિંગ હેન્ડસેટનો એક ટીઝર વીડિયો પણ અવેલેબલ છે. આ ફોન ભારતમાં આવતા અઠવાડિયે લોન્ચ થઈ શકે છે.
Samsung Galaxy M33 5G in India: સેમસંગ ગેલેક્સી એમ33 5G (Samsung Galaxy M33 5G) ભારતમાં આવતા અઠવાડિયે લોન્ચ થઈ શકે છે. એક ટિપ્સ્ટરે આ દાવો કર્યો છે. આ સ્માર્ટફોનને Samsung Galaxy A13, Galaxy A23 અને Galaxy M23 સ્માર્ટફોન સાથે 5 માર્ચે રજૂ કરવામાં આવ્યો હતો. એમેઝોનની માઇક્રોસાઇટ પર Galaxy M સિરીઝ હેન્ડસેટને સ્પોટ કરવામાં આવ્યો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે Galaxy M33 5G જ છે.
આ મહિનાની શરૂઆતમાં સામે આવેલા Galaxy M33 5Gમાં 6.6 ઇંચની LCD ડિસ્પ્લે અને 6000mAhની પાવરફુલ બેટરી લગાવવામાં આવી છે. જો કે સેમસંગે સત્તાવાર રીતે સેમસંગ M33 5Gની લોન્ચ ડેટ, કિંમત અને સ્પેસિફિકેશન્સ વિશે કંઈ જણાવ્યું નથી.
એમેઝોન પર Galaxy M33 5G માટે બનેલી માઇક્રોસાઇટ પર અપકમિંગ હેન્ડસેટનો એક ટીઝર વીડિયો પણ અવેલેબલ છે. જો કે, ટીઝરમાં આ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે કયો ફોન લોન્ચ કરવામાં આવશે, પરંતુ ટીઝરના બેનરની ફાઇલ નેમમાં સેમસંગ ગેલેક્સી M33 5G લખેલું છે, જેને માય સ્માર્ટપ્રાઇસે સ્પોટ કર્યું છે. ટીઝરમાં સેમસંગ હેન્ડસેટને બ્લુ અને ગ્રીન કલર (M33 5G color options) માં બતાવવામાં આવ્યો છે. તેમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર, યુએસબી ટાઇપ સી પોર્ટ અને હેડફોન જેક પણ જોવા મળે છે.
Samsung Galaxy M33 5G Specifications
સેમસંગ ગેલેક્સી A13, ગેલેક્સી A23 અને Galaxy M23 સ્માર્ટફોન સાથે 5 માર્ચે રજૂ થયેલો સેમસંગ ગેલેક્સી M33 5G એન્ડ્રોઇડ 12 આધારિત OneUI 4.1 પર ચાલશે. તેમાં 6.6-ઇંચની TFT Infinity-V full-HD+ ડિસ્પ્લે (M33 5G Display) લાગેલી છે જેનો રિફ્રેશ રેટ 120Hz છે. તેમાં ઓક્ટા કોર એસઓસી પ્રોસેસર છે અને તે 8 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજથી સજ્જ છે.
એમ33 5Gમાં 50 મેગાપિક્સલનો કેમેરા (Galaxy M33 5G camera) લાગેલો છે. તેમાં f/1.8 અપર્ચર છે. f/2.2 અપર્ચર સાથે એક 5 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ એંગલ કેમેરા પણ આપવામાં આવ્યો છે. આ સાથે તેમાં f/2.4 અપર્ચર લેન્સ સાથે 2 મેગાપિક્સલનો મેક્રો અને ડેપ્થ કેમેરા પણ છે. f/2.2 અપર્ચર લેન્સ સાથે 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા (ગેલેક્સી M33 5G selfie camera) પણ છે. આ શાનદાર સ્માર્ટફોનમાં 6,000 mAhની પાવરફુલ બેટરી છે. તે સેમસંગ નોક્સ સિક્યોરિટીથી સજ્જ છે અને તેમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે. તેનું વજન 215 ગ્રામ છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર