Home /News /tech /Samsung Galaxy M33 5G આ દિવસે ભારતમાં આપશે દસ્તક, જાણો ફોનના સંભવિત સ્પેસિફિકેશન્સ
Samsung Galaxy M33 5G આ દિવસે ભારતમાં આપશે દસ્તક, જાણો ફોનના સંભવિત સ્પેસિફિકેશન્સ
Samsung Galaxy M33 5G ફોન ભારતમાં બે રેમ અને સ્ટોરેજ કન્ફિગરેશનમાં લોન્ચ થઈ શકે છે.
Samsung Galaxy M33 5G India Launch: સેમસંગના અપકમિંગ ફોનમાં 6000mAh બેટરી અને 25W ચાર્જિંગ સપોર્ટ હોવાનું અનુમાન છે. આ ફોનમાં 5nm ઓક્ટા-કોર પ્રોસેસર પણ હોઈ શકે છે.
Samsung Galaxy M33 5G India Launch: સેમસંગ (Samsung) ટૂંક સમયમાં તેની M સિરીઝ હેઠળ ભારતમાં નવો સ્માર્ટફોન ગેલેક્સી M33 5G (Samsung Galaxy M33 5G) લોન્ચ કરશે. આ ફોન ભારતમાં 2 એપ્રિલે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે. સેમસંગે તેના Galaxy M સિરીઝના ફોનની લોન્ચિંગ ડેટ ઓફિશિયલી જાહેર કરી છે. દક્ષિણ કોરિયન ટેક જાયન્ટ સેમસંગના અપકમિંગ ફોનમાં 6000mAh બેટરી અને 25W ચાર્જિંગ સપોર્ટ હોવાનું અનુમાન છે. આ ફોનમાં 5nm ઓક્ટા-કોર પ્રોસેસર પણ હોઈ શકે છે. Samsung Galaxy M33 5Gમાં 120 Hzના રિફ્રેશ રેટ સાથે 6.8-ઇંચની LCD ડિસ્પ્લે પણ જોવા મળે તેવી શક્યતા છે. ફોનની બેક પેનલ પર ક્વોડ રિયર કેમેરા સેટઅપ પણ હોઈ શકે છે.
ઈ-કોમર્સ કંપની Amazonએ Samsung Galaxy M33 5G ફોનનું ટીઝર રિલીઝ કર્યું છે. મતલબ કે ભારતમાં લોન્ચ થયા બાદ આ ફોનને એમેઝોન ઈન્ડિયાની સાઈટ પરથી ખરીદી શકાશે. જો કે, ભારતમાં આવનારા સેમસંગ ફોનની કિંમત કેટલી હશે તે જાણી શકાયું નથી. એમેઝોન પર શેર કરવામાં આવેલા ફોનના ટીઝરમાં 14 સેકન્ડનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ફોનની ઈમેજ પણ જોઈ શકાય છે અને ફોનની ડિઝાઈનનો પણ અંદાજ લગાવી શકાય છે.
જાણકારી અનુસાર, Samsung Galaxy M33 5G ફોન ભારતમાં બે રેમ અને સ્ટોરેજ કન્ફિગરેશનમાં લોન્ચ થઈ શકે છે. એક 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ. બીજો 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ છે. આ મહિનાની શરૂઆતમાં, એક ટિપસ્ટરે Samsung Galaxy M33 5G ફોન વિશે કેટલીક માહિતી બહાર પાડી હતી. તે આ ફોનના ગ્લોબલ વેરિઅન્ટ જેવું જ હોઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સેમસંગ ગેલેક્સી M33 5G ફોન Android 12 આધારિત One UI 4.1થી સજ્જ થઈ શકે છે. આ ફોનમાં 120Hzના રિફ્રેશ રેટ સાથે 6.8-ઇંચની ફુલ HD+ ડિસ્પ્લેની પણ શક્યતા છે.
કેમેરા ફિચર્સ વિશે વાત કરીએ તો ફોનના પાછળના ભાગમાં ક્વોડ રિયર કેમેરા સેટઅપ હોઈ શકે છે. 50 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સર સાથે 5 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એંગલ કેમેરા અને 2 મેગાપિક્સલના બે મેક્રો અને ડેપ્થ કેમેરા સેન્સર હોઈ શકે છે. ફોનના ફ્રન્ટ ડિસ્પ્લેમાં 8-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા સેન્સર હોવાની શક્યતા છે. આ ઉપરાંત Samsung Galaxy M33 5G ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને 3.5mm હેડફોન જેક પણ આપવામાં આવી શકે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર