Home /News /tech /

Galaxy M સિરીઝ માટે સેલ શરૂ, Jio યૂઝર્સને 10 મહિના ડબલ ડેટાની ઓફર

Galaxy M સિરીઝ માટે સેલ શરૂ, Jio યૂઝર્સને 10 મહિના ડબલ ડેટાની ઓફર

Galaxy M10 અને M20 ઓફર્સ, કિંમત અને ફિચર્સ

Galaxy M10 અને M20 સ્માર્ટફોન ખરીદવા પર JIOની ઓફર - તેની કિંમત અને M10 અને M20ના ફીચર્સ

    સેમસંગ ગેલેક્સીએ ગત દિવસોમાં પોતાની એસ સિરીઝના બે સ્માર્ટફોન Galaxy M10 અને M20 ભારતમાં લોન્ચ કર્યા છે. ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન પર Galaxy M10 અને M20ની સેલ આજે મંગળવારે બપોરે 12 વાગ્યે શરૂ થઈ ગઈ છે. સ્માર્ટફોનને ઈન્ફિનિટી V ડિસપ્લે અને વોટરડ્રોપ નોચ સાથે લોન્ચ કરવામાં આવી છે. અમેઝોન સિવાય કંપનીના ઓનલાઈન સ્ટોર્સ પર પણ આ સ્માર્ટફોનને ખરીદી શકો છો.

    સ્માર્ટફોન ખરીદવા પર JIOની ઓફર
    ગેલેક્સી એમ સિરીઝનમો સ્માર્ટ ફોન ખરીદનારા જીયો યૂઝર્સને 198 રૂપિયા અને 299 રૂપિયાના રિચાર્જ પ્લાન પર ડબલ ડેટા મલશે. યૂઝર્સને 3,310 રૂપિયા સુધીની બચત પણ થશે. આ સિવાય, એમેઝોન ટોટલ ડેમેજ પ્રોટેક્શન પ્લાન આપી રહ્યો છે. જે શરૂઆતની 699 રૂપિયાની શરૂઆતની કિંમત પર મળી રહ્યો છે. ઈઝી પરચેઝ ઓપ્શન્સમાં 6 મહિના સુધીની નો-કોસ્ટ EMI સામેલ છે.

    Galaxy M10 અને M20ની કિંમત
    Samsung Galaxy M10ની કિંમત 7990 રૂપિયાથી શરૂ છે. આ સ્માર્ટફોનમાં 2GB રેમ અને 16GB સ્ટોરેજ હશે. જ્યારે 3GB રેમ અને 32GB સ્ટોરેજવાળા Samsung Galaxy M1ની કિંમત 8,990 રૂપિયા હશે. જો, Galaxy M20ની વાત કરીએ તો, તેની કિંમત 10,990 રૂપિયા હશે, આ કિંમત 3GB રેમ અને 32GB સ્ટોરેજવાળા મોડલની છે. જ્યારે 4GB રેમ અને 64GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 12,990 રૂપિયા હશે. આ સિવાય, કંપનીએ રિલાયન્સ જીયોના સાથે પણ પાર્ટનરશિપ કરી છે. આ હેઠળ 10 મહિના સુધી બે ઘણો ડેટા પણ આપવામાં આવશે.

    M10 અને M20ના ફીચર્સ
    Galaxy M10માં 6.22 ઈંચ ઈન્ફીનીટી V ડિસપ્લે આપવાામાં આવી છે, જેનું રેઝોલ્યુસન 720X1520 પિક્સલ છે. આ સ્માર્ટફોનના રિયરમાં ડ્યૂલ કેમેરા સેટઅપ છે. એટલે કે, ફોનના બેકમાં 2 કેમેરા આપવામાં આવ્યા છે. ફોનની પાછળ 13 મેગાપિક્સલનો પ્રાયમરી કેમેરા અને 5 મેગાપિક્સલનો સેકંડરી કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે સેલ્ફી માટે ફ્રંટમાં 5 મેગાપ્કિસલનો કેમેરા આપવામાં આવ્યો છે.

    જ્યારે Galaxy M20માં 6.22 ઈંચ ઈન્ફીનીટી V ડિસપ્લે આપવાામાં આવી છે ફોનના રિયરમાં 13 મેગાપિક્સલનો પ્રાયમરી કેમેરા અને 5 મેગાપિક્સલનો સેકંડરી કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનના ફ્રંટમાં 8 મેગાપ્કિસલનો કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં ફેસ અનલોક અને ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ગેલેક્સી M10માં 3400mAhની બેટરી છે, જ્યારે M20માં 5000mAhની બેટરી આપવામાં આવી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Sale, Smart phone, Start, મોબાઇલ

    આગામી સમાચાર