સસ્તો થયો ડ્યુઅલ કેમેરાવાળો આ ફોન, આટલી છે કિંમત

સસ્તો થયો ડ્યુઅલ કેમેરાવાળો આ ફોન, આટલી છે કિંમત
સેમસંગ ગેલેક્સી 2 જીબી +16 જીબી વેરિયન્ટ હવે 6,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.

કંપનીએ આ નવી કિંમત એટલે લઇને લાવી છે કે જેથી Realme C1 અને Nokia 2.2 ને ટક્કર આપી શકાય.

 • Share this:
  સેમસંગે ગેલેક્સી એમ 10ની કિંમતમાં ઘટાડો કર્યો છે. ઘટેલી કિંમત પર આ ફોનને સેમસંગની વેબસાઇટ અને Amazon.in પર ખરીદી કરી શકો છો. આ ફોન તે સમયે આવ્યો છે જ્યારે કંપનીએ થોડા દિવસ પહેલા જ જાહેરાત કરી હતી કે ગેલેક્સી એમ સીરીઝનું વેચાણ 20 લાખના આંકડા પર પહોંચી ચુક્યું છે. ગેલેક્સી એમ 10 ને ગેલેક્સી એમ 20 સાથે આ જ વર્ષે 7,990 રુપિયાની શુરુઆતી કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો હતો.

  ગેલેક્સી એમ 10ની ભારતમાં આ છે કિંમત  સેમસંગ ગેલેક્સી 2 જીબી +16 જીબી વેરિયન્ટ હવે 6,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. કંપનીએ આ નવી કિંમત એટલે લઇને લાવી છે કે જેથી Realme C1 અને Nokia 2.2 ને ટક્કર આપી શકાય. આ ફોનની કિંમતમાં 1000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

  સેમસંગ ગેલેક્સી એમ 10ના સ્પેસિફિકેશન

  ડ્યૂએલ સિમ સપોર્ટ કરનાર સેમસંગ એમ 10 સ્માર્ટફોનમાં 6.2 ઇંચની એચડી પ્લસ ઇન્ફિનિટી વી ડિસ્પ્લે છે. આ એન્ડ્રોઇડ 8.1 ઓરિયો સાથે આવે છે. ફોનમાં Exynos 7870 પ્રોસેસર આપવામાં આવ્યું છે જેમા 3 જીબી સુધી રેમ અને32 જીબી સુધી સ્ટોરેજ ઉપલબ્ધ છે.  આ સ્માર્ટફોનમાં તમને ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળશે, જેમાં એક 13 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર અને 5 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ સેન્સર મળે છે. ફ્રન્ટમાં ફોટો અને વીડિયો ચેટિંગ માટે 5 મેગાપિક્સલનો કેમેરો આપ્યો છે. આ ફોન 16 જીબી અને 32 જીબી સ્ટોરેજ સાથે આવે છે, જે માઇક્રો એસડી કાર્ડની મદદથી 512 જીબી સુધી વધારી શકાય છે. ફોનમાં 3,400 એમએએચની બેટરી આપવામાં આવી છે.
  Published by:News18 Gujarati
  First published:July 04, 2019, 09:59 IST

  ટૉપ ન્યૂઝ