બે બેટરી, 6 કેમેરા, બે સ્ક્રિન - કેવો છે Samsung Galaxy Fold?

News18 Gujarati
Updated: November 12, 2019, 8:16 PM IST
બે બેટરી, 6 કેમેરા, બે સ્ક્રિન - કેવો છે Samsung Galaxy Fold?
સેમસંગ ગેલેક્સી ફોલ્ડ (પ્રતિકાત્મક તસવીર)

તો જોઈએ આ ફોનની તમામ નાની-મોટી ડિટેલ્સ, તેની કિંમત શું હોઈ શકે છે વગેરે-વગેરે.

  • Share this:
મોબાઈલ બનાવનારી કંપનીઓ પોતાને બીજાથી અલગ કરવા માટે ક્યારેક વધારે રેમ તો ક્યારેક ડિસપ્લે પર ફોકસ કરે છે. પરંતુ સેમસંગે પોતાને અલગ સાબિત કરવા માટે હાલમાં જ એક એવો ફોન લોન્ચ કર્યો છે, જેને લઈ દુનિયાબરમાં ચર્ચા થઈ રહી છે. અમે વાત કરી રહ્યા છીએ, Samsung Galaxy Foldની. તો જોઈએ આ ફોનની તમામ નાની-મોટી ડિટેલ્સ, તેની કિંમત શું હોઈ શકે છે વગેરે-વગેરે.

ક્યારેક ફોન-ક્યારેક ટેબલેટ
સૌથી પહેલા ગેલેક્સી ફોલ્ડના ડિસપ્લે વિશે વાત કરીએ તો. અત્યાર સુધી આપણે કેટલાએ સ્માર્ટ ફોન જોયા અને ઉપયોગ કર્યા. પરંતુ, એવો ફોન હાથમાં નથી આવ્યો જે ફોન પણ બની જાય અને ટેબલેટ પણ. જીહાં, ગેલેક્સી ફોલ્ડ તમને આવો જ અનુભવ કરાવશે. એટલે કે આ ડિવાઈસનો ઉપયોગ કરી બે ડિવાઈસની એક સાથે મજા લઈ શકાશે. એટલે કે મોટી સાઈઝના આ ફોનની ડિસપ્લે વળી શકે છે, જેથી તે બે સાઈજમાં થઈ શકશે.

જ્યારે તેનું ફોલ્ડ બંધ રાખો તો મેઈન સ્ક્રિન 4.64 ઈંચની થઈ જાય છે, જે થોડી નાની લાગે છે. પરંતુ જ્યારે તેને અનફોલ્ડ કરો છો તો, બંને સ્ક્રિન જોડાઈ જાય છે અને ફોન 7.3 ઈંચનો એટલે કે ટેબલેટ સાઈઝની ડિસપ્લે બની જાય છે. તમને જણાવી દઈએ કે આ દેખાવમાં પૂરી રીતે સીમલેસ છે.જો તમે આને નોર્મલ સ્ક્રિનની જેમ ઉપયોગ કરવા માંગો છો તો, એવું પણ કરી શકો છો. ફોનને ફોલ્ડ કરવા પર થોડો ડર તો લાગે છે, પરંતુ ડેલિકેટ ટચ સાથે તેને આરામથી ફોલ્ડ કરી શકાય છે. સેમસંગ અનુસાર, તેની ફોલ્ડેબલ મેકેનિઝ્મ અને હિંઝને 2 લાખથી વધારે વખત ટેસ્ટ કરવામાં આવી છે. તેથી એવું માનવામાં આવે છે કે, ફોલ્ડેબલ સ્ક્રિન તૂટવાનો ખતરો ખુબ ઓછો છે. આ એન્ડ્રોયડ 9.0 પાઈ પર બેસ્ડ સેમસંગ વન યૂઆઈ પર કામ કરે છે.બે કલરનું છે ઓપ્શન
આ ફોન બે કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવ્યો છે, Cosmos Black અને Space Silver. આ બંને ફોન દેખાવમાં જબરદસ્ત લાગે છે. તો યૂઝર પોતાની ચોઈસના હિસાબે તે ખરીદી શકે છે.

 

પાવર ડબલ બેટરી
સેમસંગે ગેલ્ક્સી ફોલ્ડને હાલમાં માત્ર એક મોડલ 12GB રેમ અને 512GBના સ્ટોરેજ સાથે રજૂ કર્યો છે. પાવર માટે ફોનમાં ડ્યુઅલ બેટરી સપોર્ટ આપવામાં આવી છે. આ બંને બેટરીનો કમ્બાઈન પાવર 4,380mAh છે.

6 કેમેરા... પોટો એડિટ કરવો ખુબ સરળ
કેમેરાની વાત કરીએ તો, Galaxy Foldમાં ટોટલ 6 કેમેરા છે. ફોનના પાછળના ભાગમાં 16 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ કેમેરા, એક 12 મેગાપિક્સલનો ટેલીફોટો કેમેરા અને બીજો 12 મેગાપિક્સલનો વાઈડ એન્ગલ કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે તમે તેને ફોલ્ડ કરો છો તો ફોનના ફ્રન્ટ પર તમને સેલ્ફી કેમેરા મળશે, જે 10 મેગાપિક્સલ સેન્સરનો છે.

શું હશે કિંમત
જો તમે સેમસંગના આ ફોલ્ડ વિઝનવાળા ફોનનો અનુભવ કરવા માંગો છો તો ખીસ્સુ થોડુ ભારે રાખવું પડશે. આ ફોનની કિંમત 1 લાખ 64 હજાર 999 રૂપિયા છે. જોકે, આ ફોનમાં જે પ્રકારના પિચર્સ છે, તે જોતા તે ફોનની કિંમત તેને જસ્ટીફાઈ કરે છે.
First published: November 12, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading