સેમસંગ (Samsung) આજે (15 ફેબ્રુઆરી) ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન ગેલેક્સી F62 (Samsung Galaxy F62) લૉન્ચ કરવા માટે તૈયાર છે. લૉન્ચિંગ બપોરે 12 વાગ્યે શરૂ થશે, જેનું લાઇવ સ્રીg)મિંગ સેમસંગની ઓફિશિયલ યૂટ્યૂબ ચેનલ પર જોઈ શકાશે. લૉન્ચ પહેલા ફોનના સતત ટીઝર જાહેર કરવામાં આવી રહ્યા છે. ફ્લિપકાર્ટ (Flipkar) પર લાઇવ થયેલા માઇક્રો પેજથી દરરોજ ફોનના કોઈ નવા ફીચર્સ વિશે માહિતી રજૂ કરવામાં આવી રહી છે. પ્રોમોથી જાણી શકાય છે કે આ ફોનની સૌથી ખાસ વાત તેની 7000mAhની બેટરી હશે. આવો જાણીએ લૉન્ચથી પહેલા ફોનના કયા ફીચર્સ સામે આવી ચૂક્યા છે....
Flipkart પર ફોનની માઇક્રો સાઇટ લાઇવ છે, જેનાથી Samsung Galaxy F62ના કેટલાક ફીચર્સનો ખુલાસો થઈ ચૂક્યો છે. આપવામાં આવેલી જાણકારી મુજબ ફોનમાં એક્સીનોસ 9825 ચિપસેટ આપવામાં આવશે. ખાસ વાત એ છે કે કંપનીએ સેમસંગ ગેલેક્સી નોટ 10 અને ગેલેક્સી નોટ 10+ જેવા પ્રીમિયમ ફોનમાં પણ આ પ્રોસેસર આપ્યું છે. લૉન્ચ થનારા ફોનમાં 6.7 ઇંચની HD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે, જેન પર હોલ-પંચ કેમેરા હોવાની આશા છે.
કેમેરાની વાત કરીએ તો, ફોનના રિયર પર સ્ક્વેર શેપનો કેમેરો હોઈ શકે છે. હાલ ટીઝર અને પ્રોમોમાં કેમેરાને લઈ કોઈ ઓફિશિયલ જાણકારી જાણવા નથી મળી. પરંતુ આશા છે કે ફોનમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી લેન્સ, 13 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ અને 2 મેગાપિક્સલનો મેક્રો અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સરવાળો ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે.
સ્ટોરેજ અને RAMની વાત કરીએ તો ગેલેક્સી F62માં 6GB RAM + 64 GB સ્ટોરેજનું પ્રારંભિક બેઝ વેરિયન્ટ હશે. આ ફોન એન્ડ્રોઇડ 10ની સાથે One UIથી સજ્જ હોઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ફોનને બે કલર ઓપ્શન ગ્રીન અને બ્લૂમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
હવે અંતમાં તેની સૌથી ખાસ વાત. કન્ફર્મ થયું છે કે Samsung Galaxy F62માં 7000mAhની બેટરી આપવામાં આવશે, જે 25વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવી શકે છે. ટીઝર્સથી જાણી શકાય છે કે સ્માર્ટફોનની કિંમત 25 હજાર રૂપિયાની અંદર રાખવામાં આવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર